SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] 'મંત્રચુડામણિ’માં બાવન મહાપીઠો ગણાવ્યાં છે, અને દેવીગીતાના આઠમા અઘ્યાયમાં બોંતેર પીઠો ગણાવ્યાં છે. આ મહાશકિતપીઠો અને તેમનાં સ્થાનો નીચે મુજબ છે : [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી લક્ષ્મી (કોલ્હાપુર), રેણુકા (માતૃપુર- સહ્યાદ્રિમાં), તુલજા (તુલજાપુર), સપ્તશૃંગી (સપ્તશૃંગ-નાસિક પાસે), હિંગુલા (હિંગળાજ), જ્વાળામુખી, શાકંભરી (રાજસ્થાન), ભ્રામરી (શ્રીશૈલ), રકતદંતિકા, દુર્ગા, વિંધ્યવાસિની (વિંધ્યાચલ), અન્નપૂર્ણા, કાંચી (કાંચીપુર), ભીમાદેવી, વિમલા, ચંદ્રલા (કર્ણાટક), કૌશિકી, નીલામ્બા (નીલ પર્વત), જાંબુનદેશ્વરી, શ્રી (શ્રીનગર), ગૃહ્યકાલી (નેપાલ), મીનાક્ષી (ચિદંબરમ્), સુંદરી (વેદારણ્ય), પરાશકિત (પુરી એકામ્બર), મહાલયા (મલ્લારી), યોગેશ્વરી (જોગેશ્વરી), નીલ સરસ્વતી (ચીન), બગલા (વૈશ્વનાથ), ભુવનેશ્વરી (મણિદ્વીપ), કામાક્ષી (આસાર), ગાયત્રી (પુષ્કર), ચંડિકા (અમરેશ્વર), પુષ્કરેક્ષિણી (પ્રભાસ), લિંગધારિણી (નૈમિષારણ્ય), પુરુષુતા (પુષ્કરાક્ષ), રતિ (આષાઢી), ચંડમુંડિ કે દંડિની (મહાસ્થાન), ભૂતિ (ભાડભૂત), નાકુલી (નાકુલ- નર્મદા તટે), ચંદ્રિકા (હરિશ્ચંદ્ર), શાંકરી (શ્રીગિરિ), ત્રિશૂલા (જટયેશ્વર), સૂક્ષ્મા (આમ્રાતકેશ્વર), શાંકરી (મહાકાલ), શર્વાણી (મધ્યપ્રદેશ), માર્ગદાયિની (કેદાર), ભૈરવી (ભૈરવ), મંગળા (ગયા), સ્થાણુપ્રિયા (કુરુક્ષેત્ર), સ્વાયંભુવિ (નાકુલ), ઉગ્રા (કનખલ), વિશ્વેશા (વિમલેશ્વર), મહાનંદા (અટ્ટહાસ), મહાંતકા (મહેન્દ્ર), ભીમેશ્વરી (વસ્ત્રાપથ), ભવાની શાંકરી (અર્ધકોટિક), રૂદ્રાણી (રૂદ્રકોટિ), વિશાલાક્ષી (કાશી), મહાભાગા (મહાલય), ભદ્રકર્ણી (ગોકર્ણ), ભદ્રા (ભદ્રકર્ણિક), ઉત્પલાક્ષી (સુવર્ણાક્ષ), સ્થાÇીશા (સ્થાણુ), કમલા (કમલાલય), પ્રચંડા (છગલંડક), ત્રિસંધ્યા (કુડલ), મુકુટેશ્વરી (માકોટ), શાંડકી (મંડલેશ), કાલી (કાલંજર), ધ્વનિ (શંકુકર્ણ), સ્થૂલા (સ્થૂલકેશ્વર) અને હલ્લેખા (જ્ઞાનીનું હૃદયાંબુજ). આ સ્થાનોમાં કેટલાંક ભૂલોકમાં પ્રત્યક્ષ સ્થાનો છે, કેટલાંક પિંડમાં અધ્યાત્મ સ્થાનો છે. આ મહાપીઠો તે શાકતોનાં તીર્થં ગણાય છે, અને ઉપર જણાવેલ વ્રતચર્ચાના દિવસોમાં નૈમિત્તિક પૂજન અને ચક્રપૂજન પણ થાય છે. મર્યાદિતશકિતવાળા ગુરુઓ માત્ર પોતે સિદ્ધ કરેલી વિદ્યાની જ દીક્ષા આપી શકે છે, જ્યારે સિદ્ધ કે દિવ્ય ગુરુ ગમે તે સાધકનું કલ્યાણ કરનારી દીક્ષા આપી શકે છે. ગુરુની જેમ શિષ્ય-સાધકના પણ તંત્રોમાં ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે ઃ (૧) પશુ અધિકારી અર્થાત્ મનુષ્ય હોવા છતાં જેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સ્ય એ છ પશુધર્મો કે આસુરીભાવ નિવૃત્ત થયો નથી તેવા; (૨) વીર અધિકારી અર્થાત જેનામાં વીરભાવ કે ધગશ બળવાન છે તેવા; (૩) દિવ્ય અધિકારી અર્થાત્ જેનામાં મનુષ્ય શરીર હોવા છતાં કામાદિ દોષોનો લય થયો છે તેવા. આ સાધકોનાં સાધનો અને વિધિ તે તે અધિકારને અનુરૂપ હોય છે. તાંત્રિકોએ સાધનામાં સ્ત્રીને આવશ્યક સાધન -પરમ પવિત્ર સાધિકા- માની છે. આવી સ્ત્રી મોટેભાગે સ્વકીયા શકિત હોય છે. લગભગ સાતમા-આઠમા સૈકા સુધી શિષ્ટઆચાર કોને કહેવો તે બાબતમાં વૈદિકો અને બૌદ્ધો વચ્ચે ભારે મતભેદ ચાલતો હતો. ભગવાન બુદ્ધનો આદેશ અહિંસાનો હોવા છતાં હાલ બધા જ બૌદ્ધધર્મના વિસ્તારવાળા ચીન, જાપાન, શ્રીલંકા વગેરે સ્થાનોમાં માંસભક્ષણ થાય છે. માત્ર આ બાબતમાં જૈનોએ જ વિશિષ્ટતા જાળવી છે. સહજ જીવનના સહભાવી દોષોમાંથી છૂટી ક્રમપૂર્વક શી રીતે ઊંચે ચઢી ઊંચા ધર્મનું પાલન કરવું એ ધ્યેય તાંત્રિકોએ રાખ્યું જણાય છે. શાસ્ત્ર, સદાચાર અને આપણો અધિકાર કેવો અને કેટલો છે એનો પોતાની જાતે અથવા ગુરુજનો દ્વારા નિર્ણય કરીને ધર્મનું અનુષ્ઠાન કરવું એવો ધર્મના તત્ત્વનો નિર્ણય છે, અને તે તાંત્રિકોને પણ માન્ય છે. શકિતવાદ પોતે તત્ત્વવિદ્યાનો સિદ્ધાંત હોવાથી તેનો નામાન્તરે અને રૂપાન્તરે બીજા અનેક ધર્મોમાં પ્રવેશ થયો છે. શાકતવાદ બૌદ્ધધર્મના મહાયાનમાં એટલો બધો વ્યાપી ગયો છે કે હિન્દુ ધર્મની તંત્રસાધના અને મહાયાન બૌદ્ધમતની તંત્રસાધનાનું પૃથ્થકરણ કરવું એ કઠિન કામ છે. ઐતિહાસિક દષ્ટિએ જોતાં, હાલનો હિન્દુધર્મ જે રૂપમાં છે તે રૂપને રચવામાં બૌદ્ધધર્મે અને બૌદ્ધ તત્ત્વજ્ઞાને મોટો હિસ્સો આપ્યો છે. બૌદ્ધમતના ગ્રાહ્ય અંશોનો પૌરાણિક હિન્દુધર્મમાં બ્રાહ્મણોએ પ્રવેશ કરાવ્યો છે. બ્રાહ્મણો અને બૌદ્ધૌ વચ્ચે દર્શનશાસ્ત્રમાં અને આચારશાસ્ત્રમાં ઘણી આપલે થઈ છે. ભારતવર્ષમાં બૌદ્ધધર્મ હિન્દુધર્મના સંપ્રદાય રૂપે પ્રગટ થઈને તેમાં જ તે શમી ગયો છે. બૌદ્ધધર્મનો તંત્ર-સંપ્રદાય આ મુદ્દાની સાબિતી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy