SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા એ ત્રિગુણાત્મક ત્રણ દેવીઓ તથા તેમનાં યુગ્મ પુરુષરૂપ બ્રહ્મા-વિષ્ણુ-મહેશની જન્મદાત્રી આદ્યા જગજ્જનની તરીકે ઓળખાવી છે. તે મૂળમાં અવ્યકત છે અને પછી ત્રણ મહાદેવીઓ અને ત્રણ મુખ્ય દેવો રૂપે કાર્યવશાત્ પ્રગટ થાય છે એમ પુરાણ પરંપરામાં સ્વીકારવામાં આવ્યું છે. આ આદ્યાશકિતમાંથી પ્રગટ થયેલી ત્રણ મહાદેવીઓમાંથી ઐન્દ્રી, બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, કૌમારી, ચામુંડા, અપરાજીતા એ નવ અથવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એ નવ દેવીઓને 'નવદુર્ગા' તરીકે પૂજવામાં આવે છે. આ જ મૂળ નવદુર્ગાઓની સાથે આદ્યાશકિતમાંથી પ્રગટ થયેલી મનાતી ચોસઠ યોગિનીઓ પણ દેવીઉપાસનામાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ શકિત--ઉપાસના ભારતમાં અતિ પ્રાચીનકાળથી ચાલતી આવી છે અને આરંભથી જ શૈવ-ઉપાસના સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. એશિયા માયનોર, ઈજીપ્ત, ફિનિશિયા, ગ્રીસ વગેરે દેશોમાં કોઈને કોઈસ્વરૂપમાં તેની ઉપાસના પ્રચલિત હતી એ સ્પષ્ટ જણાઈ આવે છે; એટલું જ નહીં, પણ એ દેશોમાંની આ અંગેની માન્યતાઓ અને સિદ્ધાંતોમાં ભારતીય શકિતવાદ સાથે અતિશય સામ્ય પણ જોવા મળે છે. તેથી માતા-શકિતની ઉપાસના પદ્ધતિ પ્રાચીનકાળે વિશ્વના ખૂણે ખૂણે પ્રચલિત હતી એવું જણાય છે. [૧૧૭ ભારતમાં વેદોના શ્રૌતકાળમાં એક સત્ બ્રહ્મની વ્યાપક દેવતામયી શકિતનું ઉપાસ્ય રૂપ ગાયત્રી, સાવિત્રી કે સરસ્વતી રૂપે નિરૂપાયું છે. આરણ્યક અને ઉપનિષદ્ ગ્રંથોમાં આ શકિતને સુભગા, સુંદરી, અંબિકા અને ત્રિપુરા પણ કહી છે, અને તેની ઉપાસનાનું વર્ણન કરનાર વેદકાંડને સૌભાગ્યકાંડ કહે છે, જે અથર્વવેદનો ભાગ મનાય છે. આ મંત્રોના મૌલિક અર્થયજ્ઞવિદ્યાને લગતા હોવાછતાં તેના આધ્યાત્મિક અર્થો દેવીઉપાસનાને લગતા છે. પરશુરામ વગેરેના 'કલ્પસૂત્રો'માં આ અંગે વિસ્તૃત છણાવટ થયેલી છે, અને તેની અનુષ્ઠાનપદ્ધતિના અનેક ગ્રંથો આગમોમાં, યામલોમાં અને તંત્રગ્રંથોમાં દાખલ થયા છે. આ શિકિતવાદનાં રહસ્યનાં મૂળ ઉપનિષદોમાં છે. ભારતમાં અનાદિકાળથી દેવી રૂપે શકિતની ઉપાસના ચાલી આવી છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ૭૨ અથવા ૧૦૮ શિકતપીઠો છે એ ખૂબ જાણીતું છે. આ મહાપીઠોમાં વદ આઠમ, આસો અને ચૈત્રમાં એકમથી નોમ સુધી તિથિઓ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ દેવીની ઉપાસનાની મુખ્ય મહત્ત્વની તિથિઓ ગણાય છે. દેવીપૂજાની વિવિધ પ્રથાઓની વ્યવસ્થા બેસાડવા આદ્ય શંકરાચાર્યે પ્રસિદ્ધ પૂજન પદ્ધતિઓનું વામ અને દક્ષિણ, કૌલ અને સામયિક એ રીતિએ વર્ગીકરણ કરીને પ્રજાને સન્માર્ગે વાળવા માટે શાકતસંપ્રદાયના ઉદ્ધારનો બલિષ્ઠ પ્રયાસ કર્યો હતો, અને એમનો ‘સૌન્દર્યલહરી'માં શ્રીકુળની મુખ્ય શ્રીવિદ્યાને સામયિક દિશામાં વાળવાનો એમનો પ્રયાસ જોઈ શકાય છે. દેવી ભાગવતના સાતમા સ્કન્ધમાં શકિતપૂજાનાં સ્થાનોનો નિર્દેશ છે. તે અનુસાર ભારતમાંની એકસો તે આઠ શકિતપીઠોમાં સ્થાપિત થયેલ દેવીઓનાં નામ આ પ્રમાણે છેઃ વિશાલાક્ષી, લિંગધારિણી, લલિતા, કામુકી, કુમુદા, વિશ્વકામા, ગોમતી, કાળચારિણી, મદોત્કરા, જયન્તી, ગૌરી, રંભા, કીર્તિમતિ, વિશ્વેશ્વરી, પુરુહૂતા, સન્માર્ગદાયિની, મંદા, ભદ્રકર્ણિકા, ભવાની બિલ્વપત્રિકા, માધવી, ભદ્રા, જયા, કમલા, રુદ્રાણી, કાલી, મહાદેવી, જલપ્રિયા, મહાલિંગા, મુકુટેશ્વરી, કુમારી, લલિતામ્બિકા, મંગલા, વિમલા, ઉત્પલાક્ષી, મહોત્પલા, અમોઘાક્ષી, પાટલા, નારાયણી, રુદ્રસુંદરી, વિપુલા, કલ્યાણી, એકવીરા, ચંદ્રકા, રમણા, મૃગાવતી, કોટવી, સુગન્ધા, ત્રિસંધ્યા, રતિપ્રિયા, નંદિની, શુભાનંદા, રુકમણી, રાધા, દેવકી, પરમેશ્વરી, સીતા, વિન્ધ્યવાસીની, મહાલક્ષ્મી, ઉમાદેવી, આરોગ્ય, મહેશ્વરી, અભયા, નિતમ્બા, માંડવી, સ્વાહા, પ્રચંડા, ચંડિકા, વરા૨ોહા, પુષ્કરાવતી, દેવમાતા, પારાવારા, મહાભાગા, પિંગલેશ્વરી, સિંહીકા, અતિશાંકરી, લોલા, સુભદ્રા, લક્ષ્મી, અનંગા, વિશ્વમુખી, તારા, પુષ્ટિ, મેધા, ભીમા, તૃષ્ટિ, ધરા, ધૃતિ, કલા, શિવધારીણી, અમૃતા, ઉર્વશી, ઔષધી, કુશોવિકા, મન્મયા, સત્યવાદિની, વંદનિયા, નિધિ, ગાયત્રી, પાર્વતી, ઈન્દ્રાણી, સરસ્વતી, પ્રભા, વૈષ્ણવી,અરુન્ધતી, તિલોત્તમા, બ્રહ્મકલા અને શકિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy