SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પહેલાં છે, એટલું “મા”નું માહાત્મ છે. કાળાન્તરે શકિતના આ બે સ્વરૂપો (શ્રી અને સરસ્વતી, ઉપરાંત અન્ય સ્વરૂપો ઉમેરાયાં હોય એમ લાગે છે. માહેશ્વરી', 'મહાકાલી’ અને ‘નવદુર્ગા'ને જૈનશાસનમાં ચક્રેશ્વરી' કહેવામાં આવે છે. ચક્રેશ્વરી' શબ્દના અર્થ પરથી લાગે છે કે તે જગતની આદિમશકિત કે ઈશ્વરી સશકિત' હોય શકે. સૃષ્ટિ-સંચાલનની વિભાવના જોતાં લાગે છે કે શકિતનાં આસ્વરૂપોની માન્યતા તેમાંથી જ ઉદ્ભવી હોય અને અનુભવાયેલી હોય. જગતના સર્જન, સંર્વધન, સંચાલન, સંકુચન અને પુનઃસર્જન (અવિરત નવનિર્માણ) અંગે પરસ્પર વિરૂદ્ધ એવી બે વિચારધારાઓ જોવા મળે છેઃ (૧) પ્રકૃતિવાદીઓ અને (૨) અધ્યાત્મવાદીઓ. પ્રકૃતિવાદીઓ માને છે કે આ જગત સ્વંયભૂ છે, એનો કોઈ કર્તા નથી. અધ્યાત્મવાદીઓ માને છે કે જગત અનાદિ છે; કારણ કે એનો આદિ કે અંત પકડી શકાતો નથી. તેઓ એમ પણ માને છે કે આ સૃષ્ટિનું કાર્ય સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, ઋતુચક્રો, સમુદ્રો પોતપોતાના નિયમોને વંશવર્તી ચાલી રહ્યાં છે; તો આ સુવ્યવસ્થા પાછળ કોઈ શકિત રહેલી છે. સૃષ્ટિ રચના અંગેના આધ્યાત્મવાદીઓને પુષ્ટિ આપતા, આધુનિક યુગના મહાન બુદ્ધિજીવી યોગી, મહર્ષિ અરવિંદ ઘોષે તેમના 'Mother' નામના પુસ્તકમાં આદિમશકિત (શ્રી અરવિંદ તેમને પરામ્બિકા' કહે છે) પોતાના જ પ્રધાન સ્વરૂપો દ્વારા સૃષ્ટિ સંચાલન કેવી રીતે કરે છે તેનું સુંદર ભાવાત્મક વર્ણન કર્યું છે. શ્રી અરવિંદ અન્ય ગૌણ સ્વરૂપોને પણ સ્વીકારે છે. તેમના મત પ્રમાણે આખી સળંગ કેડર” છે, જે ભિન્ન ભિન્ન કક્ષાએ શકિતસ્વરૂપે કામ કરે છે. જેમ કે, પરામ્બિકા-પ્રધાન સ્રોત (Divine Mother), માહેશ્વરી-અધ્યક્ષ, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, નવદુર્ગા અને અન્ય ગૌણ સ્વરૂપો. આમ, સૃષ્ટિસર્જનનો નકશો તૈયાર થયો. અમલીકરણનું ભગીરથ કાર્ય ઉપરોકત સ્વરૂપોમાં વહેંચાયું. માહેશ્વરીના અધ્યક્ષસ્થાન નીચે નકશાનું વાસ્તવીકરણ કરવાનું હતું. તે માટે જોઈએ દિવ્ય બુદ્ધિશકિત, પ્રકાંડ કલ્પનાશકિત. તે માટે શીલ, સૌજન્ય, ચારુતા, આહ્લાદકતા, નયનરમ્યતા, કલા-શિલ્પ અને સંગીતની મંજલતારૂપ હંસ-વીણાવાહિની ભગવતી સરસ્વતીને આહવાન થયા. જ્ઞાનની દેવીએ ચિત્રણ કર્યો. કલ્પનાનું એક મનોરમ દશ્ય ! પરંતુ, હવે ખરું કાર્ય શરૂ થયું. સાધનોનું શું? પુરવઠાખાતુ (સપ્લાય ડીપાર્ટમેન્ટ) ખોલાયું ! સાધન-સવલતોની જરૂર ઊભી થઈ. અતીન્દ્રિય દિવ્ય જગતમાં લક્ષ્મીનું પ્રાગટય થયું. જો કે પ્રધાનશકિત એક જ છે. લક્ષ્મી તેનું જ સ્વરૂપ છે. લક્ષ્મી એટલે શ્રી અને સૌદર્યનું અનુપમ મિલન. 'હિરણ્યવર્ણામ્, હરિણીમ્, લક્ષ્મી, પપૅસ્થિતાં, પદ્મવર્ણા, પદ્માસી' દ્વારા સૃષ્ટિનું અનુપમ, હૃદયંગમ, નયનરમ્ય, આહલાદક સર્જન થયું. પરંતુ કાળદેવતા કયાં કશું શાશ્વત રહેવા દે છે? સમયાન્તરે બધું જ ઘસાય છે. જીર્ણશીર્ણ થાય છે, પરિવર્તન પામે છે, વિસર્જન થાય છે; આવું ઉત્થાપનનું કાર્ય કરે કોણ? મહાશકિતના આ યક્ષપ્રશ્નમાંથી જ મહાકાલીનો પ્રાદુર્ભાવ થયો. સર્જનની દેવી પોતે અને વિસર્જનની દેવી પણ પોતે. નિત્ય-નાવીન્ય' કદરતને પણ ગમે છે. મહાકાલીને કેટલાક વિધ્વંસની દેવી પણ કહે છે. તેમાં આધ્યાત્મિક ઊંડાણનો અભાવ છે. મહાકાલી પણ એ જ પરમ હિનૈષિણી, સુખદાયિની, વરદા શકિત જ છે. તેથી તો તેને શ્યામા' અને 'રામા' કહેવામાં આવે છે. 'શ્યામા' શબ્દમાં આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. ત્યાર પછી, આદિશકિતનું પાંચમું સ્વરૂપ નવદુર્ગા અતિ આધ્યાત્મિક છે. આદિમશકિતના કોઈપણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો સાધકે નવદુર્ગાના ચેક અપ” વિધિમાંથી પસાર થવું પડે છે, નવ દુર્ગ પસાર કરવા પડે છે, તેને જીતી લેવા પડે છે. આ નવ દુર્ગ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર વગેરે. સાધકે આ બધાંને જીતવા પડે છે, આધ્યાત્મિક પરિપકવતા પ્રાપ્ત કરવી પડે છે. પછી જ નવદુર્ગા પાસેથી આગળ જવાનું સર્ટીફીકેટ મળે છે. ઉપરોકત સ્વરૂપો તો દિવ્યલોકનાં થયાં. પરંતુ સૃષ્ટિસર્જનનું કાર્ય પણ દિવ્ય છે. શ્રીરામ અને તેનું કાર્ય અવિભકત જ ગણાય. જગતની આદિમશકિતનું કાર્ય તેનાથી અલિપ્ત ન જ હોય શકે. સમગ્ર અસ્તિત્વમાં તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy