SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૧ ભારતીય પરંપરામાં શકિતની ઉપાસના જે. ડી. તલાજિયા નિસર્ગમાં-પ્રકૃતિમાં શુભાશુભ તત્ત્વો સતત તેની અસર દેખાડતાં હોય છે. મંગલ વિચાર, મંગલ કાર્ય, મંગલ શકિતરૂપે આ પ્રકૃતિ પણ અભય પ્રદાન કરાવનારી વિરાટ શકિત છે. ભારતીય પરંપરામાં વિરાટ શકિતની ઉપાસના કરીને સત્, ચિત્ અને આનંદની ક્ષિતિજો વિસ્તારવાની પ્રવિધિઓ છે. શ્રી જે. ડી. તલાજિયાના પ્રસ્તુત લેખમાં શક્તિનું આદિ સ્વરૂપ, ત્યારબાદ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીમાં ત્રિવિધ વિકાસ, શકિત-સાધનાવાદનો ઈતિહાસ સંક્ષેપમાં, સરળ રીતે સમજાય છે. અધ્યાત્મવાદીઓની નિષ્કામ આરાધનામાંથી ક્રમે ક્રમે ભૌતિકવાદની સકામ આરાધના પ્રગટ થઈ - એવું તેમનું આગવું સંશોધન ખરેખર નોંધપાત્ર છે. - સંપાદક શકિતપૂજા અંગે વિચાર કરતા લાગે છે કે પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય દેવતા અંગે જે કલ્પના કરી, તે વિકાસયાત્રામાં કોઈ શભ પળે શકિત અંગેની તેની કલ્પનામાં થઈ છે. દેવતા અંગેની તેની માન્યતા પ્રકૃતિ (નિસર્ગ) સાથે સંકળાયેલી હોય તેમ લાગે છે. શકય છે કે શરૂઆત અગ્નિથી થઈ હોય. આકસ્મિક રીતે અગ્નિથી પરિચિત થતાં, અગ્નિએ તેને હૂંફ આપી, હિંસક પ્રાણીથી રક્ષણ કર્યું, અને તત્કાલીન ખોરાકને તે ભૂંજતા શીખ્યો. આમ, અગ્નિ દેવતા બની ગયો! પછી વરુણદેવતા, પવનદેવતા, સૂર્યદેવતા, ચંદ્રદેવતા થતા ગયા. મનુષ્યમાં ભાવના સાથે ભકિતતત્ત્વોનો વિકાસ થયો, લાગણીથી અને પ્રેમથી તેનામાં ઊર્મિલતા આવી, મનુષ્ય વિચારતો થયો. થોડો ચિંતનશીલ બન્યો. ભાવના અને પ્રેમથી જરા જરા અંતર્મુખ થયો. આંતરયાત્રા શરૂ થઈ. હવે તેને લાગ્યું કે જે કાંઈ અનુભવાય છે તેનું કેન્દ્ર પોતાની અંદર જ લાગે છે. ભાવ અને ભાવનાનું દૈવીકરણ થતું ગયું. શાંતિ અને સુખમય જીવનની તેની સમજણ વધવા લાગી. એ ભાવનામાંથી સુખ અને સમૃદ્ધિની દેવીની કલ્પના ઉદ્ભવી હશે. એ દેવી એટલે લક્ષ્મી અથવા પદ્માવતી. - નિસર્ગના ખોળે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા ઋષિએ એકદા જે દેવસ્વરૂપ નીહાળ્યું એ જ અતિશકિત કે આદિશકિત હતી. તે જ સુખ અને કલ્યાણદાયી લક્ષ્મી, તે જ પદ્માવતી. ઋષિમા વાણી પ્રગટ થઈ : 'હિરણ્યમયી', 'પદ્મવર્ણા', 'પબ્રેસ્થિતા', 'પદ્માક્ષી', 'ચન્દ્રામ' વગેરે વગેરે. આ વાણી એટલે વાક્દેવતા' કે 'સરસ્વતી'. સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સુભગ સમન્વય એ જ લક્ષ્મી અને એ જ સરસ્વતી! વૈદિક પરંપરામાં લક્ષ્મી અંગે અનેક કલ્પનાઓ, કથાઓ અને સ્તોત્રો રચાયાં છે, તેમાં શ્રી સૂકત' અતિ સુંદર છે. 'શ્રી' એટલે 'લક્ષ્મી'. આ પ્રમાણે શ્રી અને સરસ્વતી (જ્ઞાન)ની ઉપાસના ચાલુ થઈ. ઈચ્છિત કામનાઓની તૃપ્તિ સાથે અર્થતંત્ર, અભ્યાગતનો આદર-સત્કાર અને જ્ઞાનનું વિતરણ (ગુરુકુલ-આશ્રમ-વ્યવસ્થા) ચાલતાં રહ્યાં. પ્રકાશમય આદિશકિતને શરણે ભાવના અને પ્રેમ ન્યોછાવર કરતા થયા. આ આદિમશકિત એટલે ઈશ્વરની સતુ શકિત"ઈશ્વરી'. ઈશ્વર અને તેની સતુ શકિત અવિભકત છે. શ્રી લક્ષ્મીજી કે શ્રી પદ્માવતીજી અને સરસ્વતીજી આ સતુ શકિતના જ સ્વરૂપો છે. આ આદિમશકિત સર્વ વ્યાપક છે. ભારતીય પરંપરામાં પ્રત્યેક ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ-જાતિમાં શકિતની ઉપાસના, શ્રદ્ધા-પૂજન કોઈને કોઈ સ્વરૂપમાં જોવા મળે છે. દરેક જ્ઞાતિને પોતપોતાનાં કુળદેવી હોય છે, તે આ વિચારનું સમર્થન કરે છે. વૈદિક પરંપરામાં એક સર્વવિદિત શ્લોક છેઃ “વમેવ માતા ચ પિતા ત્વમેવા ઈશ્વરની પ્રાર્થના બે રીતે થાય છે. પિતા તરીકે અને માતા તરીકે, તેમાં માતા' શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy