SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથપસર્ગ હારિણી ભગવતી !!! [s શ્રી પદ્માવતી માતાના ગ્રંથની બીજી આવૃત્તિ પ્રસંગે.....! આ પુસ્તકની બીજી આવૃત્તિ બહુ ટૂંકા ગાળામાં પ્રગટ થઈ રહી છે, તે જાણીને આનંદ અનુભવું છું. ભાઈશ્રી નંદલાલભાઈ શ્રી પદ્માવતી માતાના પરમ ભક્ત છે. માતાજીની તેમના ઉપરની કૃપા એજ તેમના કાર્યની સફળતાનું મોટું પરિબળ છે.' પ્રથમ આવૃત્તિ જે બહાર પડી તેને સર્વત્ર સારો આવકાર મળ્યો અને એકદરે સૌને તે ગમી. ( વિ. સં. ૨૦૧૭માં ભગવતી શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ મુંબઈ, મલબાર હિલ વાલકેશ્વરના રીજ રોડ ઉપરના મંદિરમાં પહેલે મજલે પ્રભાવશાળી અને અનેકના જીવનમાં પ્રકાશ આપનારી, ઇષ્ટ સિદ્ધિ અને કાર્ય સિદ્ધિને આપનારી ભગવતી શ્રી પદ્માવતી માતાજીની કોઇ જગ્યાએ જોવા ન મળે તેવી ભવ્ય બેનમુન અને આકર્ષક મૂર્તિ બિરાજમાન છે, અને ત્યાં તે એવા કે શુભ મુહર્ત સ્થાપિત થયા કે સ્થાપિત થયા પછી વર્તમાન પરિસ્થિતિ જોતાં માતાજી જૈન સંઘને સહાયક થવા પિતાનો પ્રભાવ વધારતા રહી અનેક જીને સહાયક બનતા રહ્યાં છે એટલું જ નહી પણ છે પદમાવતી ને તે આખા દેશમાં પદ્માવતીજીનું સર્વત્ર મોજુ ફરી વળ્યું અને ઠેરઠેર પદ્માવતી માતાજીના મંદિર, મૂર્તિઓ બિરાજમાન થવા માંડી. એના પ્રધાન કારણમાં વાલકેશ્વરમાં થયેલી માતાજીની પ્રતિષ્ઠા અને સ્થાપનાનું કારણ છે. વાલકેશ્વરની મૂર્તિની પધરામણી પહેલાં જેન સંઘમાં પદ્માવતીજી માટે બહુજ ઓછી જાણકારી હતી. એનું વિશેષ મહત્વ નહોતુ. તેની જપસાધના કરનારો વર્ગ બહુ ઓછો હતો કેમ કે એ વખતે માતાજીએ પિતાને જ્વલત પ્રભાવ વિસ્તાર્યો ન હતા. ભગવતી તે પોતાના જ્ઞાનથી જાણતા હતા કે કાળ વધુ વિષમ થવાનો છે અને ઘરે ઘરે સ્થળે સ્થળે છે ઉભા થવાના છે અને એ બધાનું નિરાકરણ એકલી માનવશક્તિથી થવું કપર છે. એટલે યથાશક્તિ સાધકોને સહાયક થવા માતાજી વશ વરસમાં ધીમે ધીમે ખૂબ પ્રભાવ વધારતાં રહ્યાં છે. આજે સેંકડો નહી પણ હજારો માણસની મનોકામના પૂર્ણ કરી કહ્યાં છે. વાત મુંબઇ તા. ૧૦-૧૦-૯૫ આભાર દર્શન શ્રી સંઘના રખેવાળ જેવા ભગવતી પદ્માવતી માતાજીનાં પુસ્તકની આ બીજી આવૃત્તિ માટે, પ્રકાશનનું કાય સરળ કરી આપવા માટે પદ્માવતી સ્થાનના પ્રેરક પ. પૂ. આ. શ્રી યદેવસૂરિજી મહારાજશ્રીને વિનંતી કરી, પદ્માવતીજી ધામનાં ભક્તિવત અને ઉદાર ટ્રસ્ટીઓએ પૂ. ગુરુદેવની સૂચનાને માન આપીને ગ્રંથની નકલની 'ખરદા દ્વારા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થવા બદલ વાલકેશ્વર પદ્માવતી ધામનાં પ્રેરક પૂજ્ય ગુરુદેવના તથા વાલકેશ્વરના ભાવિક દ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ. માતાજીની ભક્તિ સાધનામાં અનન્ય શ્રદ્ધા ધરાવનારા જેન જૈનેત્તરો જેઓ આ ગ્રંથના આગોતરા ગ્રાહક થયા છે તેમનો પણ આભાર માન્યા વગર રહી શકતા નથી. નંદલાલ દેવલુક–પ્રકાશક અને સંપાદક રાકાર -યશોદેવસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy