SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ અભ્યાસ શા માટે વિદ્યાવ્યાસંગી પૂ. ગુરૂદેવશ્રી સુધર્મસાગરજી મ. સા. ની અંતકરણની પ્રેરણાથી આ અભિનવ “હેમ લધુપ્રક્રિયા. તૈયાર તે થઈ–પણ વ્યાકરણ અભ્યાસની આવશ્યક્તા સમજ્યા વિના માત્ર ગતાનુગતિક રીતે બે બુકથી લઘુવૃત્તિનાં અભ્યાસને આપણા નિસ્પૃહી પંડિતવર્ય શ્રી વજુભાઈ કાળી મજુરી સમાન ગણે છે–તેથી વ્યાકરણ અભ્યાસનું મહત્તવ માનસમાં પ્રતિપાદિત કરીને ધ્યેય સિદ્ધિની દિશામાં કદમ માંડવા ઉચિત ગણાય. કોઈપણ ભાષાનાં પ્રમાણિક અને સર્વાગ સંપૂર્ણ અભ્યાસ માટે તેના વ્યાકરણનું જ્ઞાન નિતાત આવશ્યક છે. વાણી દ્વારા માનવ પિતાના વિચારોને આકાર આપે છે-વાણીનું નિયમન વ્યાકરણ થકી થાય છે તેથી વ્યાકરણના અભ્યાસ વિના શિષ્ટ વાણી વ્યવહાર મુશ્કેલ બને શાસ્ત્ર પ્રત્યેના અધ્યયન અને પરિશીલન માટે વ્યાકરણ જ્ઞાન આવશ્યક છે. તેથી જ કહેવાય છે કે : - ૧૯ % વ્યાકરણ એ ભાષાનું ભુપાદક શાસ્ત્ર છે. પ્રયોગનું શુદ્ધ સાચું જ્ઞાન કરાવનાર છે. ભાવમાં મૃત જયોત પ્રગટાવનાર છે. સકલ શાસ્ત્રમાં દીપક સમાન છે. શબ્દ ધાતુરૂપ દરિયો છે સંજ્ઞા પરિભાષા-ન્યાગણ-ધાતુઓ-કારકે–અવ્ય-પ્રત્ય આદિને પ્રતિપાદન કરનાર અનુપમ ખજાનો છે. અન્ય રચનામાં સહાયક છે. અન્ય ભાગમાં મુસાફરી કરનારને ભોમિયા તુલ્ય છે.” * “લેકમાં અને શાસ્ત્રમાં આવતા શબ્દો જેની વડે સધાય એવું જે શબ્દ શાસ્ત્ર તેનું નામ વ્યાકરણ –આવશ્યકવૃતિ પૂ. હરિભદ્રસૂરિજી * “વ્યાકરણ ભણવાથી પદની સિદ્ધિ થાય છે. પદની સિદ્ધિથી અર્થને નિર્ણય થાય છે અર્થ નિર્ણયથી તત્વનું જ્ઞાન થાય છે તત્ત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્ત થાય છે.” શ્રીપ્રશ્ન વ્યાકરણ સૂત્ર વાણી-વ્યવહારમાં પક્ષ બનેલી એવી સંસ્કૃત ભાષાના પથ ) પર કદમ માંડવા વ્યાકરણ એક માત્ર સાધન છે. આ A ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ૪ આ અભિનવ “હેમ લઘુપ્રક્રિયાના અભ્યાસનું મહત્ત્વ આ જે રીતે અષ્ટાધ્યાયી (સિધહેમમાં સાત અધ્યાય) ક્રમમાં રચાયેલા વ્યાકરણેને કાળક્રમે પ્રક્રિયા કમમાં પરિવર્તિત કરવાની આવશ્યકતા ઉદ્ભવી અને જુદા જુદા પ્રક્રિયા પુસ્તકની રચના થઈ, હૈમ લઘુપ્રક્રિયાને પણ મુદ્રિત કરાવતા તેમાં “ટીપણે મુકી સ્પષ્ટીકરણ માટે પ્રયાસ થયે તે રીતે આ અનુવાદ સ્વઅધ્યન અધ્યાપન કાર્યમાં તો ઉપયોગી થશે તદ્દઉપરાંત તેમાં નિમ્નલિખિત વિશેષતાઓ સમાવિષ્ટ છે જેના વડે અભ્યાસ સાધન બનશે. * માત્ર બે બુક કરતાં વિશેષ જાણકારી મળે - સંદિગ્ધતા નિવારણ :- લઘુવૃત્તિ અભ્યાસમાં પણ ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓનું અહીં બ્રહવૃત્તિ ન્યાસ, કેશ જેવા સંદર્ભોમાંથી થયેલ ગુજરાતી અવતરણ સંદિધતા નિવારવા મદદરૂપ બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy