SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સમાધિ મરણ સુરમણિ કે કામઘટ સમાન છે. એવા શ્રી ચતુર્વિધ સંઘને વિશેષ તો કેટલી ઉપમા આપું? - સાધુ–સાવી–શ્રાવક-શ્રાવિકા રૂપ આ સંઘ આ ભવે તે ફળદાયી જ છે. પણ પરભવમાં પણ આ સંઘ જ તરવાનું સાધન છે. તેથી જ સંઘને ભવ સમુદ્રમાં તરવા માટે વહાણની ઉપમા અપાયેલી છે. સંસાર રૂપી અટવીને પાર ઉતારવામાં સંધ સાર્થવાહ સમાન છે. તેથી જગતના શરણરૂપ, હિતવત્સલ, એ આ સમસ્ત સંઘ મારા સઘળાંયે અપરાધોને ખમ. શલ્ય રહિત એવો હું પણ આવા મહાન ગુણેને આધારભૂત શ્રી સંઘને ખમાવું છું. મેં તન-મન-વચનથી શ્રી સંઘની કાંઈપણ વિરાધના ત્રણે કાળમાં આચરી હોય તે સર્વને મસ્તક વડે નમીને ખાવું છું. તેઓ પણ પ્રસન્નતાથી મને ખમાવે તેમ વિનવું છું. આચાર્ય–ઉપાધ્યાય –શિષ્ય–સાધર્મિક-કુલગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય તે સર્વેની હું મન-વચન-કાયાથી ક્ષમા માગું છું ખમાવું છું. મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ સંઘ [શ્રમણ છે પ્રધાન જેમાં તેવા શ્રમણ-શ્રમણ-શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘની ક્ષમા માગી-ખમાવીને હું પણ તે સર્વેને ખમુ છું-ક્ષમા કરું છું. સકલ શ્રી સંધના મહત્વને હૃદયમાં અવધારી મેં આ પ્રમાણે ખમત-ખામણું કર્યા છે શ્રી સંઘ મને ક્ષમા પ્રદાન કરે. સકલ શ્રી સંઘ સાથે મૈત્રી ભાવના ભાવો એ હું હવે જીવ રાશી ખામણું કરીશ. 0 સર્વ જીવરાશી સાથે ખામણાં–ક્ષમાપના ૦ खामेसु सव्वसत्ते खमेसु तेसु तुमे वि गयबोहो परिहरिय पुत्र्यवेरो सव्वे मित्तित्ति चिंतिसु જ માનવ તરીકે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની કરેલી વિરાધનાનું મિચ્છામિ દુક્કડમ્. “ગાના” અવિકારમાં આપ્યું છે તેથી અહીં તે વિરાધના ફરીથી લીધી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy