SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સમાધિ મરણ ન આવી શકયે હોય. સ્વાદ વૃત્તિને કારણે વિવિધ પ્રકારના આહારપીણું વગેરે ખાધા-પીધાં હોય. (૫) કાયકલેશઃ-લેચ કરાવ, વિહારાદિકમાં કાયાને થતા પરિષહ સહન કરવા વગેરે રૂપ કાયકલેશ તપ મેં ન કર્યો હોય. (૬) સંલીનતા – ઈન્દ્રિયો અને કષાયો પર જય મેળવવા માટે શરીરના અંગઉપાંગે ને તેમજ પ્રવૃત્તિને સંકેચી રાખવા રૂપ સંલીનતા તપ ન કર્યો હોય. ૦ અત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત :- મન શુદ્ધ કરી, શલ્ય રહિત પણે ગુરુ પાસે આલોચનાદિક કર્યા નહીં. ગુરુ ભગવંતે આપેલ પ્રાયશ્ચિત તપ કર્યું ન હોય (૨) વિનય - દેવ-ગુરુ–સંઘ-સાધર્મિક પ્રત્યે વિનય સાચવ્યા નહીં, દશન–જ્ઞાન–ચરિત્ર–તપ અને ઔપચારિક એ પાંચરૂપ મેક્ષવિનય ન સાચવ્યા હોય. (૩) વૈયાવચ્ચ :- બાલ-વૃદ્ધ-ગલાન–તપસ્વી શૈક્ષ આદિની વૈયાવચ્ચ ભક્તિ ન કરી હોય. (૪) સ્વાધ્યાય – વાચના–પૃચ્છના–પરાવર્તન–અનુપ્રેક્ષા-ધર્મકથા એ પંવિધ સ્વાધ્યાય મેં કર્યો ન હોય. (શાસ્ત્ર વાંચનમનન કર્યા ન હોય.) (૫) ધ્યાન :- શુભ શન કર્યું નહીં અને અશુભ ધ્યાનમાં મારો સમય વીતાવેલ હચ. (૬) ઉત્સર્ગ:- સામાન્યથી વિચારું તે મેં કર્મના ક્ષયને માટે કાર્યોત્સર્ગ ન કર્યો હોય. વિશેષથી વિચારતા દ્રવ્યથી– મેં લોક સમૂહને, શરીરને, ઉપાધિને અને આહાર–પાણીને વ્યુત્સર્ગ ત્યાગ ન કર્યો હોય. તેમજ ભાવથી– ચાર પ્રકારના કષાય, ચારગતિ રૂપ સંસાર અને આઠ પ્રકારના કર્મોને વ્યુત્સર્ગ ન કર્યો હોય. પનો યોગ હોવા છતાં, પોતાની શક્તિ હોવા છતાં શ્રી જિનેશ્વર પરમાત્માએ ભાખેલ આ બાર પ્રકારના તપની મેં આરાધના કરી ન હોય અથવા જિનાજ્ઞા મુજબ આ તપ ન કર્યો હોય. ક્યારેક શરીરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy