SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર નિયમ સંચમ યુક્ત થઈ આવા દુઃખમાંથી બચી ગયા. પણ મેં વિષય-કષાયમાં આસક્ત થઈ ભગવાને બતાવેલા માર્ગ ન સ્વીકાર્યો તેથી અત્યારે અને ભવિષ્યમાં પણ હું ઘેર દુઃખોને સહન કરીશ.” “હે જિનેશ્વર! હવે મને તારું જ શરણ છે. તારા સિવાય આ ભયંકર ભવ સમુદ્રમાંથી કોઈ મને તારી શકનાર નથી” આવી અદભુત અંતિમ સાધના કરી રહેલા કૃષ્ણ મહારાજાને અંત અવસ્થાએ (પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલ હોવાથી) નરકને ચોગ્ય લેયા આવીને ઉભી રહી, સમાધિ મરણની સુંદર આરાધનામાંથી વિરાધક ભાવે શરૂ થયાં. એક તરફ ભૂખ અને તરસ, ઉપર મધ્યાહને તાપ, એકલા, પગમાં બાણની વેદના અસહ્ય, દ્વારિકાદિનું સાક્ષાત્ નાશ પામવું. માતા-પિતા– પુત્ર-પુત્રી–પ્રિયાએ ખેદજનક વિયોગ આદિ કાચિક માનસિક વેદના ભોગવી રહ્યા હતા. દ્વારિકાને બાળનાર પાચન પ્રતિ ભયંકર ક્રોધ ચડે. “એક હજાર વર્ષમાં મારે કઈ દિવસ પરાજ્ય થયો નથી, આજે આ એક લંગોટીયા તાપસથી મારો ઘેર પરાજય! આ ભયંકર પરાજ્યમારું બધું જ છીનવાઈ ગયું. હવે કઈ સ્થળે તેને જોઈશ તો પાતાળમાંથી બહાર ખેંચી કાઢીને તેના નગરી-કુળરિદ્ધિને નાશ કરી દઈશ. ક્ષણવારની અશુભ લેશ્યા અંતિમ સમાધિને બગાડી ગઈ અને શ્રી કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામી ત્રીજી નરકે ગયા. આટલી લાંબી ભૂમિકામાં એક જ વાત વિચારો— કૃષ્ણની હાજરીમાં હજારો દેવતા સેવામાં રહેતા હતા, ત્રણ ખંડને સ્વામી છે, અનેક સ્ત્રી, પુત્ર-પુત્રી–પ્રિયાના પરિવારવાળા છે, દેવતાથી અધિષ્ઠીત રત્નોનાં સ્વામી છે, પરાક્રમી છે, વળી નેમિનાથ પરમાત્માનાં અદ્વિતીય ભક્ત છે, તેમજ ભગવંતની તે વખત હાજરી પણ છે. છતાં અંત અવસ્થા કેવી થઈ ? બિલકુલ એકલા–જંગલમાં–અપમૃત્યુ અને ભુખ-તરસની વેદના સહિત, નજર સમક્ષ જ નગરીને બળતી ઈ- માબાપ-પત્ની વગેરે ને મૃત્યુના મુખમાં હેમાતા જોયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy