SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સમાધિ મરણ પર લેહી, પીત, પરૂના પ્રવાહથી વહેતી નદી, કઈ જગ્યા માંસબળખાથી પૂર્ણ, કોઈ જગ્યા વાસરખી ચાંચ વાળા પક્ષીઓથી વ્યાપ્ત છે. કયાંક કુંભીપાકથી રંધાતા જંતુ છે, કયાંક ફરતા કાગડા-ઘેર સિંહ શિકારી તની વેદના, ફરતા ભયંકર કંક પક્ષી ચાંચ ભકે તેવી વૈદના, ઉપરથી પડતાં શસ્ત્રોને સમુદાયવાળી વેદના. કયાંક ઉકાળેલા સીસા કે તાંબાના પ્રવાહી રસ પીવડાવવાની વેદના, કેઈ જગ્યા પર દુર્ગધી સડેલા કલેવરની દુર્ગધે, કયાંક કરવતથી ચીરાતા શરીર એવી અનેક વિધ વેદના નરકમાં જોવા મળે છે. નરકાવાસમાં ઉત્પન્ન થઈ સાંકડા કુટિલ નિષ્ફટમાં દુઃખે કરી પ્રવેશ કરે છે. ત્યાં મૂત્ર જળે, લોહીવાળાં પરૂ, ચરબી, વિષ્ટા, બળખાં, એવી અનેક અશુચિ હોય છે. દુઃખે કરી દેખી શકાય તે અંધકાર અને બીભત્સ વાતાવરણ હોય છે. અંતમુહુર્તમાં ત્યાં જ શરીર ગ્રહણ કરે છે. આ શરીર પણ કેવું ? અતિ ભયંકર કાળા રંગ વાળું, આંખ– હાથ-કાન-નાસિકા રહિત જેની કેઈપણ પ્રકારે ઇંદ્રિયે ન ઓળખી શકાય તેવું અને નપુંસક સ્વરૂપે હોય છે. શરીર જેમ જેમ પુટ થાય તેમ તેમ તે જીવ કુંભમાં સમાતો નથી. જેમ જેમ સમાય નહીં તેમ તેમ વધુ વેદનાતુર બને છે. ચિત્કાર કરો તે જીવ કુભીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ત્યાં પરમાધામીઓ અતિ હર્ષ પામતાં તે તરફ દડે છે. પરમાધામીઓ કોલાહલ કરતાં મારે-છેલો-કાઢે–ભેદપકડો પકડે–પાપીને–પગમાં ફનાખો. એમ બોલતાં કઈ ભાલાથી વધે છે, કોઈ બાણથી મારે છે; કઈ ખડ્રગથી છેદે છે. આ પ્રમાણે ખેંચાતાં વાશિલાતલમાં પડતાં તે નારકી જીવના સ ટુકડાં થઈ જાય છે. લોઢાની તીક્ષણ શૂળીઓ પર પડ ભેદાય છે. કઈ પાપી ઘોર અગ્નિમાં પડે છે. કેઈક તીક્ષણ તલવાર વડે છેદાચ છે. પણ તેને વાથી ભાંગે છે, કેઈકે ચૂરે છે, –બીજા પરમાધામી— કેઈક તે જીવને ગોફણ-પત્થથી મરણતોલ ઘા મારે છે. કોઈ પરમધામી યંત્રમાં પીલે છે, કેઈ કરવતથી છેદે છે, કેઈ કુંભીપાકમાં છમ છમ કરતાં રાંધે છે. કોઈ ચડડ કરી ચામડી ઉતરડે છે, કે નદીમાં બુડાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy