SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ અંતિમ આરાધના વિધિ સાચે સ્નાતક થયો છું. વળી સર્વજ, મને ક્ષમા આપે. કારણ કે હું સર્વ જીવોને ખમાવું છું. મારો આત્મા હાલ શાન્ત છે. મારે કેઈની પ્રત્યે વૈરવિરોધ નથી. જે કોઈકાલે વાસ્તવિક રીતે મારા ચેતનસ્વરૂપ આત્માની સાથે સંબંધ રાખી શકે તેમ નથી એવી પરવસ્તુઓને મેં અત્યાર સુધી મારી નજીકની માની લીધી; પિતાપણાની બુદ્ધિથી મેં એ વસ્તુઓને જાણ હતી. તે પૌગલિક પરવસ્તુઓને હું સરાવું છું. ૧૯૩૪ - ત્રિલોકનાથ મહાત્મા શ્રી તીર્થકરદે પાપમલથી સર્વથા રહિત શ્રી સિદ્ધભગવન્ત, તથા શ્રી જિનેશ્વર પ્રત ધર્મ અને શ્રી સાધુપુરૂષ મને મંગલપ બને. ત્રણેય લોકમાં આજ ચાર વસ્તુઓ શ્રેષ્ઠતમ છે. આ ચાર તો જ શરણસ્થાન છે. આથી ભવના ભ્રમણીથી ડરેલે હું આના શરણને સ્વીકારું છું. ૫: ૬ હું અત્યારે સર્વ લાલસામાંથી નિવૃત્ત છું. મનમાં દુષ્ટ વિકલ્પોને મેં તદ્દન રેકી લીધાં છે. હાલ હું જગતના સર્વ પ્રાણીવર્ગને બંધુરુપ ગણુ છું, સર્વ સ્ત્રીઓ મારે મન માતા સમાન છે, હું તેઓને પુત્ર છું. સર્વ પ્રકારના ગે નિરોધ કરનાર હું શુદ્ધ સામાયિકમાં હાલ રહું છું. વળી સર્વ ચેષ્ટાઓને ત્યજી દેનારા મને, સિદ્ધભગવતે કરૂણાદૃષ્ટિથી નિહાળે. ૭:૮ આ ભવમાં કે અન્ય ભવમાં, મેં જે કાંઈ દુષ્કૃતને, આચર્યું હોય તે સર્વ દુષ્કતને, સંવેગભાવથી ભાવિત એ હું. આ અવસરે વારંવાર નિન્દુ છું. સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્ય છું. મારી મનોવૃત્તિ અત્યારે આ છે. મારી વર્તમાન સ્થિતિના તત્વને શ્રી કેવલજ્ઞાનીભગવર્નો સાક્ષાત્ જાણી શકે છે. ૯૧૦ કેવળ મોક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધોથી અળગો બન્યો છું. જન્મ મરણરુપ મહાદુઃખોને નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવના શરણે મેં મારા આત્માને સેંપી દીધો છે. આ કારણે તે કરૂણાસાગર મહામાપુરૂ, સદ્દભાવપૂર્વક અર્પિત થયેલા મારાં સઘળા કર્મોને નાશ પોતાની શક્તિથી આ વેળાયે કરે. ૧૧: ૧૨ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy