SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સમાધિ મરણ જન્મેલાને અવશ્ય મરણ છે જ એમ સમજી શરીર ટકે ત્યાં સુધી ધર્મનું સાધન બને તે હેતુથી શરીરને પોષણ આપવું જોઈએ. - શરીરને વધુ પડતું પિષણ આપીએ તે અંતઃકાળે જીવને સમાધિ દુષ્કર બને છે. શરીરના પ્રદેશો સાથે લોહ–અગ્નિ ન્યાયે અગર દૂધપણ ન્યાયે એકમેક બનેલા આત્મપ્રદેશોને છૂટા થવામાં બહુ કષ્ટ પડે છે. માટે સમાધિથી મરણ થાય તે ઉદ્દેશથી શરીરને પ્રથમ કૃશ કરવું જરૂરી છે. જે વધુ પડતું પોષણ થાય તે અસમાધિ થવાને અને જે વધુ શોષાય તે આયુ વચ્ચે તૂટવાનો સંભવ છે. માટે બાર વરસની સંલેખનામાં તપ કમ યુક્તિયુક્ત કહ્યો છે. બાર વર્ષ સુધી સંલેખના કરી શકાય તેવું સંઘયણ ન હોય તો મધ્યમથી નાર મહિને નાની સંખના કરવી તેટલું પણ ન થાય તે જઘન્યથી બાર પખવાડીયાની સંખના કહી. આમાં શરીરની રક્ષા અને ધર્મસાધના બંનેમાં હાનિ ન આવે તેવી વિશિષ્ટ યોજના છે. આમ છતાં શરીર અને આયુષ્યનો જ મેળ મેળવવાથી સં લેખના પૂર્ણ થતી નથી. કક્ષાની અત્યંતર સંલેખના મુખ્ય સાધ્ય છે. જિનાગમથી ભાવિત મતિવાળા જ્ઞાની કે જ્ઞાનની નિશ્રામાં રહેલા આત્મા જિનવચનના બળે જડ-ચેતનનો વિવેક કરીને જડની શગને ઘટાડતો જાય, કષાયો-વિષય વાસનાનું જોર ઘટી જાય, જીવન-મરણ બંને તરફ ઉપેક્ષા થાય, આત્મગુણેમાં રમણતા કેળવી સાપ જેમ કાંચળી ઉતારે તેમ નિમમત્વભાવે દેહને છેડે તે ભાવ સંલેખના પ્રાપ્ત કરી શકે. આ સંલેખના જ મનુષ્ય જીવનને સાર-સાધ્ય છે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૨) અન્તિમ આરાધના શ્રીજિનકથિત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની આરાધનામાં તત્પર મારો અન્તરાત્મા એક જ છે, એ જ મારો છે, આ સિવાય અન્ય સર્વને મેં ત્યજી દીધાં છે. રાગ, દ્વેષ, મહામહ અને કષાયરૂપ કારમાં મળને ધોઈને, હું અત્યારે નિર્મળ બન્યો છું. આ કારણે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy