SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સમાધિ મરણ જીવ સમૂહની સાથે બંધુભાવથી–નિઃશલ્ય રીતે ખમાવું છું. અને હું પણ સર્વને ખમું છું.” ૧૦૪–૧૦–૧૦૬ આમ અતિચારને ખમનાર, અને અનુત્તર તપ તથા અપૂર્વ સમાધિને પ્રાપ્ત કરનાર ક્ષેપક આમા બહુવિધ બાધા સંતાપ વગેરેના મૂળ કારણ કર્મ સમૂહને ખપાવતે સમભાવમાં વિહરે છે. અસંખેચ લાખ કાટ અશુભ ભવની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધ્યું હોય, તે સર્વ કર્મસમૂહને સંથારા પર આરૂઢ થયેલા ક્ષેપક આમા, શુભ અધ્યવસાયેના વેગે એક સમયમાં ખપાવે છે. ૧૦૭–૧૦૮ આ અવસરે સંથારાપર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના ચેગે, સમાધિભાવમાં વિદન કરનારી વેદના ઉદયમાં આવે, તે તેને શમાવવાને માટે ગીતાર્થ એવા નિર્યામ સાધુઓ બાવનાચંદન જેવી શીતલ ધર્મશિક્ષા આપે. ૧૦૯ “હે પુણ્ય પુરૂષ! આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળું અર્પિત કર્યું છે, એવા પૂર્વકાલીન મુનિવરો; જ્યારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ, અનેક જંગલી જાનવરોથી રોમેર ઘેરાએલા ભયંકર પર્વતની ટોચ પર કાર્યોત્સર્ગ ધ્યાને રહેતા હતા. “વળી અત્યન્ત ધીર વૃત્તિને ઘરનાશ આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરૂષ, જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાં સમાધિભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અને સાધે છે.” ૧૧૦–૧૧૧ હે સુવિહિત ! ધીર તથા સ્વસ્થ અને વૃત્તિવાળા નિર્યામકસાધુઓ, જ્યારે સદા સહાય કરનારા છે એવી સ્થિતિમાં સમાધિભાવને પામીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય? અર્થાત્ તારે સહેલાઈથી આ સંથારાના પાને પાને જોઈએ. કારણ કે જીવ એ શરીરથી અન્ય છે, તેમ શરીર એ પણ જીવથી ભિન્ન છે. આથી શરીરના મમત્વને મૂકી દેનારા સુવિહિત પુરૂષ શ્રીજિનકથિત ધર્મની આરાધનાની ખાતર અવસરે શરીરને પણ ત્યજી દે છે.” ૧૧૨–૧૧૩ સંથારાપર આરૂઢ થયેલ ક્ષેપક, પૂર્વકાલીન અશુભના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાઓને સમભાવપૂર્વક સહન કરીને, કમરૂપ અશુભ કલંકની પરંપરાને વેલડીની જેમ મૂળથી હલાવી નાખે છે. આથી તારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy