SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २38 સમાધિ મરણ અથવા એ માંહેલા ગમે તે એક પદ વડે આરાધક થવાય છે. ૧૨૧ વળી જેને વેદના ઉત્પન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિંતવે, અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. ૧૨૨ વેદનાઓ ઉત્પન્ન થયે છતે આ તે શી વેદના! એમ જાણે અમે અથવા કાંઈક આલંબન કરીને તે દુખની વિચારણા કરે. ૧૨૩ પ્રમાદમાં વર્તતા મેં ઉત્કૃષ્ટ નરકેને વિષે ઉત્કૃષ્ટી વેદનાઓ અનંતી વાર પામી છે. ૧૨૪ અબાધિપણું પામીને મેં આ કર્મ કર્યું, આ જુનું કર્મ હું અનંતીવાર પામ્યો છું. ૧૨૫ તે તે દુઃખના વિપાકેવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિંત્ય જીવ પૂર્વે અજીવ કરાય નહિ. ૧૨૬ અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાન માણસેએ પ્રશંસેલું અને મહાપુરૂષે સેવેલું એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. ૧૨૭ જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપે એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરું છું. ૧૨૮ બત્રીસ ભેદે વેગ સંગ્રહના બલ વડે સંજમાં વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ સ્નેહપાને કરી. ૧૨૯ સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બલ અને ઉદ્યમ રૂપી સન્નાહ (બખતર) પહેરા સજજ થએલો તું મોહ રૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર. ૧૩૦ વળી સંથારામાં રહેલા સાધુ જનાં કર્મ અપાવે છે. નવાં કર્મ બાંધતા નથી અને કર્મ વ્યાકુળતા રૂપી વેલડીને છેદે છે. ૧૩૧ આરાધનાને વિષે સાવધાન એ સુવિહિત સાધુ સમ્યક્ પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટા ત્રણ ભવ અતિક્રમીને નિર્વાણ (મક્ષ) પામે. ૧૩૨ ઉત્તમ પુરૂએ કહેલું, સપુરૂષોએ સેવેલું, ઘણું જ આકરૂં અણસણ કરીને નિર્વિધ્રપણે જયપતાકા મેળવ. ૧૩૩ હે ધીર! જેમ તે દેશ કાલને વિષે સુટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતે અને સંતોષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજજ થએલો તું જયપતાકાનું હરણ કર. ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy