________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૧૦૭
જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રચાર–તપાચાર-વર્યાચાર એ પાંચે આચારને પાળનારા–પળાવનારા, સુધીર-ગંભીરાદિ ગુણવાળા, જિનવચન પ્રકાશિત કરનારા, શક્તિ અનુસાર જૈન શાસનની પ્રભાવના કરતા, પ્રવચનના સારને ગૂઢ મર્મ સમજાવતા એવા સર્વે આચાર્યોને મારા નમસ્કાર થાઓ.
કેઈપણ ક્ષેત્ર-કાળ-ભાવમાં ભૂતકાળમાં થયેલા–ભાવિમાં થનારા સેવે આચાર્યોને મારા નમસ્કાર થાઓ. સર્વ આશ્ચરથી સર્વ સૂરિજનોને મારે નમસ્કાર થાઓ.
૦ નામો ઉવજ્ઝાયાણું આચારાંગાદિ બાર અંગઉપાંગ સાથે શ્રુત જ્ઞાનને ધારણ કરનારા, શિષ્ય સમુદાયના હિતને માટે શ્રુતજ્ઞાનના ઝરાને નિરંતર વહાવતાં, કર્મક્ષય માટે શુદ્ધ લશ્યાવાળા ઉપાધ્યાયભગવંતોને મારે નમસ્કાર થાઓ.
શ્રતને ભણાવવામાં શ્રમની દરકાર નહીં કરતાં, જ્ઞાન સાથે દર્શનની પણ સમૃદ્ધિવાળા, ઘણાં ભવિ જીવને બોઘને ઉત્પન્ન કરનારા એવા ઉપાધ્યાયે ને પ્રણામ કરું છું. સર્વ આદરથી સર્વ ઉપાધ્યાયને મારા નમસ્કાર થાઓ.
૦ નો લોએ સવ્વ સાહૂણું ત્રિકરણ ચગે સર્વ સાધુઓને હું વંદન કરું છું.
ત્રણગુપ્તિ એ ગુસ-પાંચ સમિતિને વિશે જ્યણાવત–મિથ્યાત્વના લેપક–મોક્ષમાર્ગમાં સહાયક–કષાયોથી પરિવર્જિત-કાચના રક્ષણહાર. એવા સર્વે મુનિ ભગવંતને નમસ્કાર છે.
વ્રતમાં દઢતાવાળા–ત્રત ગુણોથી યુક્ત–ઉત્તમ સત્વવાળા–સર્વકાળે અપ્રમત્ત-સ્વહિતના સાધક શ્રમણ ભગવંતને હું પ્રણામ કરું છું.
સવ આદરથી હું લાકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને નમસ્કાર
જગતમાં શ્રેષ્ઠ એવા આ પંચ પરમેષ્ઠિને મારા નમસ્કાર સદા-સર્વદા થાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org