SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૦ દર્શન-જ્ઞાન–ચાત્રિ રૂપી રત્નના ગુણેની ખાણ સમાન એવા અરિહંત પરમાત્મા, મુક્તિ પામેલા સિદ્ધ ભગવંતે, સંપદા પ્રધાન એવા ગરછ નાયક, સંસાર પાર ઉતારતા આચાર્ય, સૂત્રના પાઠક ઉપાધ્યાય ભગવંત, વાચક વર જ્ઞાન વીર, ગ્લાન,શક્ષ, ગચ્છ પ્રવર્તક, સતાવીસ ગુણધારી સાધુ, સમાનધર્મવાળા સાથમિક, પ્રવચન પદ વગેરે વિશે. જે કાંઈ વિનય–વૈયાવરચ-વર્ણવાદ–પ્રશંસા આદિ કરવા વડે બહુમાન કર્યું હોય તે મારા સુકૃતની હું અનુમોદના કરું છું. ૦ સુપાત્ર, અનુકંપા વડે પોપકાર બુદ્ધિએ કે અભય રૂપ જે કાંઈ દાન કર્યું હોય. શીલવ્રતનું પૂર્ણ પાલન કર્યું અને સ્વ-દારામાં પણ સંતોષ રાખ્યો હોય. આયંબિલ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ માસક્ષમણ આદિ અનશન તપ અને અન્ય બાહ્ય-અભ્યતર કંઈ તપ ક્ય છે. શુદ્ધ ભાવનાઓ ભાવી હોય. તે મારા દાન-શીલ-તપ-ભાવ રૂ૫ ચારે પ્રકારના ધર્મ આરાધના ના સુકૃતની હું અનુમોદના કરું છું. ૦ શ્રી શત્રુંજય ગિરનારજી, સમેત શિખરજી આબુ, તારંગાજી, શંખેશ્વરજી આદિ અનેક તીર્થો કે પરમાત્માની કલ્યાણક ભૂમિની મેં યાત્રા–સ્પર્શના કીધી. –જે જે જિનપ્રતિમા જુહારી–તે મારા સુકૃતને હું અનુદુ છું, ૦ પરમેષ્ઠિનું સ્મરણ, જિનપૂજા, સાધુવંદન, પવિત્ર પ્રવચનનું શ્રવણ, શ્રાવકધર્મ–સાધુધર્મ, શુદ્ધ-દર્શન-જ્ઞાન–ચારિત્રની પરિપાલના સમક્તિ મતિની આદરણા મૂળગુણ-ઉત્તરગુણ આરાધના, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ–જયણાનું પાલન. દેશવિતિકે સર્વવિરતિ સામાયિકનું ગ્રહણ, વાયણા લેવા પૂર્વક શ્રુત અભ્યાસ, ગુસમુખે અર્થ શ્રવણ અંગબાહિર-અંગપ્રવિષ્ટ–કાલિક-ઉત્કાલિક કૃતનું અધ્યયન-શ્રવણ, પડિલેહણ-પ્રમાર્જના વગેરે જે-જે શુદ્ધ આચારેને સેવ્યા હોય તે મારા સર્વ સુકૃતને હું અનુદુ છું. ૦ દેશવિરતિ–સર્વવિરતિ રૂ૫ સામાયિક આવશ્યક, વીશ જિન સ્તવના રૂપ ચઉવિસલ્ય બીજું આવશ્યક, ગુરુવંદન, પ્રતિકમણ કાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy