________________
સમાધિ મરણ
-
-
(૭) સુકૃત અનુમોદના अर्हत् सिद्ध गणीन्द्र पाठक मुनि श्राद्धा व्रत श्राविका - यहत्वादिक भावतद्गत गुणान् मार्गानुसारीन् गुणान् श्री अर्हद्वचनानुसारि सुकृता- नुष्ठान सद् दर्शना
दीननुमोदयामि सुहितैः योगैः प्रशंसाम्यहम् અન્યમાં પણ દયાદિક ગુણે જેહ જિનવચન અનુસાર રે સવ તે રિાત અનુમોદીએ. સમકિત બીજ નિરધાર રે
ચેતન જ્ઞાન અજવાળીએ
ભૂમિકા સુકૃત (સારા કાર્યો)ની અનુમોદના (પ્રશંસા) કરવી જોઈએ. તે વાત સાતમાં અધિકાર જણાવી.
આ માટે અહીં ત્રણ વિભાગ કર્યા છે. ૦ પિતાના (સ્વ) સુકૃત અનુમોદના. છે બીજાના (પર) સુકૃત અનુમોદના. 0 ઋષિ ગુણ અધિકાર.
ઋષિ ગુણ પ્રશંસા એ દશ અધિકાર સિવાયના અલગ અધિકાર છે. પણ તે સુકૃત અનુમોદના રૂપ હોવાથી અહીં સમાવેલ છે. ૦ સ્વ સુકૃત અનમેદના
હે ભગવંત! જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ત્રણ રત્નો સંબંધી મેં અલ્પમાત્ર પણ મોક્ષ માર્ગને અનુસરીને જે કાંઈ સારુ કામ કર્યું હોય તે મારા સર્વે સુકૃતની હું આ રીતે અનુમોદના કરું છું.
0 જિનભવન કર્યું કે કરાવ્યું હોય, જિન પ્રતિમા મેં ભરાવી હોય, જિન આગમ-પુસ્તક કે સિદ્ધાંત ઉપકરણ લખ્યા કે લખાવ્યા હોય, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કે વસ્ત્ર–આહાર–પાત્રાદિ વડે કઈ ભક્તિ કરી હોય. શ્રાવક-શ્રાવિકાને દ્રવ્ય-ભાવથી સાધમિક સહાય કરી હોય.
એ રીતે સાતે ક્ષેત્રમાં ધર્મવૃદ્ધિના હેતુભૂત જે કાંઈ ડું–વધું દ્રવ્ય વાપર્યું હોય-ભાવથી બીજરૂપે વાવ્યું હોય તે સર્વેની હું અનમેદના કરું છું. પ્રશંસા વડે મારા તે સુકૃતની વૃદ્ધિ પમાડું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org