SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૭૯ દુષ્કૃત ગહ અંતર્ગત—“વિષય છે કે અધિકાર ઈન્દ્રિયના વિષયોને ત્યાગ કરવો જોઈએ. આ વાત અતિચાર કે દુષ્કૃત સ્વરૂપે આવી જ જતી હોવા છતાં “પ્રાચીન આરાધના” સંવત-૧૫૯૨માં “વિક્ય છેડે” અધિકાર અલગ આપેલ છે. તેથી અને અલગ નોંધ્યો છે. (૧) મેહના ફંદામાં ફસાયેલા મૂઢ જીવ ભૂતકાળમાં શબ્દ– રૂપ-ર-ગપશે એ પાંચે ઈદ્રિના વિષયથી સંતોષ પામ્યા નથી અને ભાવિમાં સંતોષ પામવાને નથી છતાં મેં પાંચે ઈનિદ્રયના વિષયમાં લોલુપતા દાખવી. - જો ગંધથી ભમર, રસથી મીન, સ્પર્શથી હાથી, શબ્દથી મૃગ, રૂપથી પતંગીયું તને શરણે જતું હોય તે પાંચે ઈન્દ્રિયના વિષયમાં ફસાયેલા મારી શી ગતિ થશે? તેમ વિચારી હવે આ વિષને ત્યાગ કરું છું. (૨) સુકા ઘાસ અને લાકડાથી અગ્નિ કોઈ કાળે તૃપ્ત ન થાય. હજારો નદીના પાણીથી સમુદ્ર સંતોષ ન પામે તેમ આ જીવ કદી વિષય–ભોગથી તૃપ્ત ન થાય માટે હવે હું સમજીને વિષય–ત્યાગ કરું છું. (૩) માનવ ભવમાં સર્વશ્રેષ્ઠ સુખ આપનારા દેવ કુરૂ ઉત્તર કુરૂ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાંના કલ્પવૃક્ષનાં સુખ અનુભવ્યાં દેવગતિમાં દેવ જીવનના દિવ્ય ભેગે પ્રાપ્ત થયાં રાજા–વિદ્યાઘરના સુખને રસ પણ મેં ચાખે છતાં આ જીવને તુષ્ટી ન થઈ તેથી હવે હું સ્વેચ્છાએ વિષયોને ત્યાગ કરું છું. (૪) મન-વચન-કાયાને આનંદ પમાડતાં, સર્વ ઈદ્રિયોને આહલાદ આપતા અતિ ઊંચા પૌગલિક સુખનાં સાધનોમાં ઘણીવાર મહા પણ ભવ સુખની મારી ભૂખ ન ટળી તેથી હવે આ વિષયેન હું ત્યાગ કરું છું. ઈદ્રિના વિષયમાં મન-વચન-કાયા થકી આ ભવ–પરભવમાં જે હું પ્રવૃત્ત થશે તે મારા દુકૃતની નિંદા કરુ છું. હવે સમજપૂર્વક સ્વેચ્છાએ આ વિષને હું છાંપુ છું. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોમાંથી મારા મનવચન-કાયાને પાછા ખેંચું છું. ભાવિમાં તેમ ન કરવા કટિબદ્ધ થાઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy