________________
રમૈત્યવંદનમાળા
૧૭૫
[૨૧] નમિનાથનું આસે શુદિ પુનમે દિને, પ્રાણતથી આયા, શ્રાવણ વદિ આઠમ દિને, નમિ જિનવર જાયા...૧... વદિ નવમી આષાઢની, થયા તિહાં અણગાર, મૃગશિર શુદિ ઈગ્યારશે. વર કેવલ ધાર...... વદિ દશમી વૈશાખની, અખય અનંત સુખ, નય કહે શ્રી જિન નામથી, નાસે દોહગ દુ:ખ૩.
[૨] નેમિનાથનું અપરાજિતથી આવિયા, કાતિ વદિ બારશ, શ્રાવણ શુદિ પંચમી જગ્યા, યાદવ અવસ...૧... શ્રાવણ શુદિ છઠે સંજમી, આ અમાવસ નાણ, શુદિ આષાઢની આઠમે, શિવ સુખ લહે રસાલ...૨..... અરિષ્ઠ નેમિ અણુ પરણિયા, રાજિમતીના કત, જ્ઞાનવિમલ ગુણ એહના, કેત્તર વૃત્તાંત....૩
[૨૩] પારર્વનાથનું કૃષ્ણ ચોથ શિવ તણી, પ્રાણતથી આયા, પષ વદિ દશમી જનમ, ત્રિભુવન સુખ પાયા...૧... પોષ વદિ અગ્યારસે, લહે મુનિવર પંથ, કમઠાસુર ઉપસર્ગ, ટાઢ્યો પલીમથ ૨.... ચિત્ર કૃષ્ણ ચોથહ દિને, જ્ઞાનવિમલ ગુણ દૂર, શ્રાવણ શુદિ આઠમે લહ્યા, અક્ષય સુખ ભરપુર...૩
[૨૪] મહાવીર સ્વામીનું શુદિ આષાઢ છઠ દિવસે, પ્રાણતથી ચવિયા, તેરશ ચિત્ર શુદિ દિને, ત્રિશલાએ જણિયા...૧... મૃગશિર વદિ દશમી દિને, આપે સંયમ આરાધે, શુદિ દશમી વૈશાખની, વર કેવલ સાધે...૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org