________________
૧૨૬
શૈત્યવંદનમાળા
ત્રણ ગઢ રચે તિહાં દેવતાઓ, રજત સ્વર્ણ મણીયા, બાર પર્ષદા બેસે તિહ, સવિ જીવ તે આનંદ ભયા, પ્રભૂ દેશના સુણતાં તહાં, સુર મનુજ ને તિર્યંચ જે, એક વચન માંહી અનેક જીવની, શંસા પ્રભુ ફેડત જે ૨ અષ્ટ પ્રાતિહાર્ય વલી, અગિયાર અતિશય ઉપજે, વાણી ગુણ પાંત્રીશ તિમ, તીર્થકરોને નીપજે, એણે પરે નાણ કલ્યાણક, અરિહંતનું ભાવે સ્તવું, ધર્મરત્ન પસાય પામી, સિદ્ધિગતિ મારે જવું...૩
નિર્વાણ (મેક્ષ) કલ્યાણકનું ચિત્યવંદન સમવસરણમાં બેસી જિનવર, દેશના દેતા સદા, ભવિક જીવ ઉપકાર કરતાં, નામ ગોત્ર ખપે તદા, શુકલ ધ્યાનની રઢ લાગી, શૈલેષી કરતા મુદા, અઘાતી ચઉનો ક્ષય કરી, સંસારથી થાતા જુદા...૧ નિર્વાણ કલ્યાણક પ્રભુનું, વિબુધ વર જાણે યદા, જગમાં બધે અંધકાર વ્યાપે, લેક ભય પામે તદા, શાશ્વતે આચાર જાણી, ઈન્દ્ર સહુ ભલા થતા, ચિતા રચે જિન દેહ કાજે, આનંદ દૂર વતાર અગ્નિ જાગે વાયુ વાજે, ધત મધુ તિહાં સિંચતા, આચારથી દાઢાદિ લેઈ, સ્વર્ગમાંહિ સિધાવતા, જિન દેહની દાઢા તણી, પૂજા કરી પધરાવતા, વલી આત્મશુદ્ધિ કાજે દે, જિન ગુણેને ગાવતા...૩
કલશ ઈમ જિન કલ્યાણક, ભાવથી જેહ ગાવે, અક્ષયપદ પાવે, ચઉગતિ દૂર થાવે, તપગચ્છ વર નાયક, ધર્મસૂરિ પ્રભાવે, કલ્યાણક થુણતા, રત્નવિજય સુહાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org