________________
ચૈત્યવંદનમાળા
રીત્ર શદિ તેરસ નિશિ, જમ્યા જગ સુખકાર, તીન લેક ઉદ્યોત કરે, સકલ જીવ હિતકાર..૨ તીન નરક લગે વેદના, દેવે પરમાધામી, કર્યા કર્મ સહુ અનુભવે, કોઈ નહીં વિશરામી....૩ સર્વે નરકના નારકી, માંહો માંહ લડે ધાય, ભેદન છેદન દુઃખ ઘણ, દુષ્ટ કરમ સુખદાય...... વીજ ઝબુકાની પરે, સાતે નરક મઝાર, તે સમયે ઉદ્યોતથી, સહુને હેય વિચાર..... નારક જીવ સુખીયા થયા એ, અંતર મુહરત એક, દિપવિજય કવિ ઈમ કહે, વીર જન્મ સુવિવેક૬...
વીર પ્રભુના દીક્ષા કલ્યાણકનું ચીત્યવંદન (૧૫) ભોગ કરમ ક્ષીણ જાણને, દીક્ષા સમય પિછાણી, લેકાંતિક આવી કહે, જય જય જય જય વાણી...૧ સ્વર્ગ પંચમ શુભ ઠાણમાં, ત્રસ નાડીને અંત, વસે તિહાં તે કારણે, લેકાંતિક કહત...૨ એ ભવથી બીજે ભવે, પાવે પદ નિરવાણ, તેહથી કાંતિક કહે, ગુણ નિષ્પન્ન પ્રમાણુ...૩ લેકાંતિક વયણ સુણી, વીર જગત ગુરુ ધીર, વરસે વરસી દાનને, સવા પહર દિન તીર...૪ સેનૈયા એશી રતિ, માત-પિતા નિજ નામ, સીકો ત્રણે નામને, જા કંચન દામ...૫ એક કોડ ને આઠ લાખ, દેવે દાન પ્રભાત, વરહ વરહ વાણુ સદા, ગુપ્ત શબ્દ સંભળાત...૬ તીસ સેનેયે એક શેર, બાર મણ જાણે, નવ હજાર મણ એક દિન, સેનું દાન પ્રમાણે...૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org