SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ થઈ ગઈ છે અને ધમધમતું સ્થાન આજે શાંત બનીને ઊભું છે. સમયની એ બલિહારી છે ને ! અજીમગંજ - અજીમગંજ રેલવે સ્ટેશન છે. ગંગામાં બેસી હોડી દ્વારા સામા કિનારે બોલુચર જવાય છે. અજીમગંજ અને બાલચમાં મુશદાબાદની પડતી થતાં શ્રીમંત અહીં આવી વસ્યાં હતા. અહીંના જૈને લક્ષમીનંદને છે અને તેઓની ગણત્રી જાગીરદારોમાં ગણાય છે. તેમની સાધમી ભક્તિ અજોડ છે. અને સ્વયં લક્ષી છે. અહીં આ ૧૦ જીન મંદિરે, ૨ ધર્મશાળાઓ અને 1 ઉપાશ્રય છે. અહીંના બાબુ કુટુંબે રાવ બહાદુરે છે અને તેઓ શ્રી ધનપતસિંહજી, સીતા પંચદજી, નાહર, સિંધી નવલખા વાળા મુખ્યત્વે છે. શ્રી નિર્મળકુમાર નવલખાએ પ્રાચીન અવશેષો મળી આવતાં પિતાના બગીચાના બંગલામાં સંગ્રહસ્થાન બનાવ્યું છે. બાબુઓએ મહાજન પટ્ટીમાં છ શિખરબંધી જીનમંદિર પિતાની ભક્તિ અથે બંધાવ્યા છે. મંદિરમાં સ્ફટિકની, શનિ રત્નની અને અન્ય આરસધાતુ મૂતિઓ છે. ગુરુમૂતિઓને તેઓ ભૂલ્યા નથી અને તેથી તેઓની ભક્તિ ધન્ય છે. બીજા ચાર મંદિરો રેલપાટા સ્ટેશન સામે રાજવાડી અને રાજાબાગમાં છે. અહીં મંદિરમાં સ્ફટિકની, યુકુલની અને સંગેઈપની મૂર્તિ એ ભવ્ય દર્શનીય છે. આજે પણ આ શ્રેણીઓ જૈન યાત્રાળુઓને ભક્તિ ભાવમાં તરબોળ કરે છે. ઐશ્વર્યાનું કેઈ અભિમાન દષ્ટિગોચર થતું નથી. આવા પુણ્યશાળી લમીનંદનેને આત્મા કેટલા ભવ્ય છે! ભુરી ભુરી નમસ્કાર. ક્ષત્રિયકુંડ-લછવાડ - દર વર્ષે પર્યુષણ પર્વમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં “ક્ષત્રિયકુંડ' ના અપાર વર્ણનથી કોઈ જૈન બચ્ચો અજાણ નથી. હાલના મુનિ શ્રી દશનવિજયજી (ત્રિપુટી) ભગવાનનું જન્મસ્થાળ ક્ષત્રિયકુંડજ સાબિત કરે છે. અહીં પ્રભુના ચાર-ચવના જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક થયાં છે. લિર છવી રાજઓને ગણતંત્ર રાજ્યો ઉપરથી લછવાડ નામ આધારયુક્ત છે. લખીસરાઇથી ૨૭ કિલોમીટર લછવાડ ગામ છે. નવાદા અને કંડલપુરથી મેટર માગે પણ આવી શકાય છે. લછવાડ ગામમાં શ્રી મહાવીર પ્રભુનું શિખરબંધી દહેરાસર અને વિશાળ ધર્મશાળા છે. મૂતિએ ૧ પાષાણ અને ૩ ધાતુની છે. પહાડ તરફ જતાં સૃષ્ટિ સૌંદર્ય નજરને શાંતિ આપે છે. નાની નદી ફરીને જવું પડે છે. પાછું મીઠું અને પાચક છે. માતા-ત્રિશલા વિદેહના પિયરવાળાં હતાં જે પરથી ભગવાન વદેહિદત્ત અને પ્રભુ વૈશાલીમાં વધુ વિચરવાથી શાલિક પણ કહેવાયા છે. લછવાડ આદેશમાં છે, પાસે જ્ઞાતખંડ વન, બટુ શાલ ચિત્ય વિગેરે પ્રાચીન નેધ છે. કુડેધાટ પહાડી વટાવ્યા પછી છ અંતર ૪ કિલોમીટર જેટલું છે. તળેટીમાં ૨ નાનકડા મંદિરે યવન અને દીક્ષા મંદિર છે. સંવંત ૧૫૦૯ને લેખ મૂળનાયક ઉપર સુવાચ્ય છે. પહાડને ચઢાવ વિકટ અને કઠણ છે. ૩ કિલોમીટર ચઢયા પછી મહાવીર ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ પહાડ ઉપર “જ્ઞાતખંડવન” વિશાળ વન છે. આ વનમાં ભગવાન મહાવીરે દીક્ષા લીધેલી. જ્ઞાતૃવંશ વંશનું નામ હેઈ આ નામ સાર્થક છે. ભગવાનના વ્યવન, જમ અને દીક્ષા કલ્યાણ કે અત્રે થયેલ. આવા પવિત્ર રમણીય, શીતળ, અને શાંત સ્થળ-પરમભૂમિ આત્માને કલ્યાણ માર્ગે સધ્યાને, શુકલ ધ્યાને ચઢાવી પરમ પદને અંતે અપાવે એમાં આશ્વર્ય શું? કાકદી - લખીસરાઈથી ૨૦ કિ. મી. છે. અને અહીંથી લછવાડ જવાય છે. કાકંદી જવાને માગ વિકટ હોવાથી પ્રાથમિક તપાસ કરી લેવી. આ સ્થળે શ્રી સુવિધિનાથ પ્રભુના ચાર કલ્યાણકે થએલ. આ નગરને કેટલાક “ધને શાલિભદ્યા ની નગરી માને છે. કદાચ બીજા એ નામના કોઈ શેઠ હોઈ શકે. શાસ્ત્ર ધન્ના અણુમારની કાકંદી માને છે બાકી તપાસ જરૂરી છે. હાલમાં કાકંદીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી મંદિર છે. માત્ર એક જ મૂળનાયકની અપ્રતિષ્ઠિત મૂતિ છે. મંદિર જીણું છે અને ઉદ્ધાર માગે છે. અહીં ધર્મશાળા છે. પૂર્વ ભારતનાં પ્રાચીન તીર્થો કેટલાંક વિચ્છેદ થયાં અને કેટલાંક માત્ર નામ ધરાવતા નગરીના બદલે ગામડાં બની ગયાં. સમયની સાથે સમૃદ્ધિ અને જાહેરજલાલી ક્યારે વિનાશ પામી હશે તે કેવલી ગમ્ય. કલકત્તા :- ભારતનું એક મહાન – વિશાળ નગર છે. પ્રાચીન સમયમાં રાજધાનીનું સ્થળ હતું. આજે વ્યવહાર અને અને સાધનથી શોભી રહ્યું છે. ઉદ્યોગોનું મથક છે. અહીં વિવિધ તીર્થસ્થાનમાં કિલોમીટર અંતર અમદાવાદથી શંખેશ્વર ૧૨૧, શંખેશ્વરથી રાધનપુર ૫૦, રાધનપુરથી ગાંધીધામ ૨૧૪, ગાંધીધામથી ભદ્રેશ્વર ૩૧, અંજારથી ગાંધીધામ ૨૦, ભૂજથી ભદ્રેશ્વર હ૭, ભૂજથી અમદાવાદ ૪૪૭, જખૌથી જામનગર ૪૬ ૭, જખૌથી ભાવનગર ૫૪, જખથી વડોદરા ૬૪૪, જર્મોથી મુંબઈ ૯૮૦. ( [ સેમચંદ ડી. શાહના સૌજન્યથી] કરનાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy