SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર-સદ્ધસેનના એક ‘બત્રીસી ’ ગ્રંથ —શ્રી રસેસભાઈ જમોનદાર એટલે કે ન્યાયાવતારમાં બત્રીસેય શ્ર્લાક અનુષ્ટુપ છંદમાં છે. છે. એનું બંધારણ પદ્યનુ છે. આ ગ્રંથ સસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ આદિ તગ્રંથ એમ જિનવિજયજી નોંધે છે.9 બત્રીસી એટલે બત્રીસ લેાકપ્રમાણ અર્થાત્ જે કૃતિમાં ૩૨èાક હોય તેને બત્રીસી કહેવાય. આ પ્રકારની રચનામાં કાં તા એક સળંગ છંદ વપરાય છે, કાં તો આરંભ અને અંતમાં છઠ્ઠાભેદ હાય છે. ) સિદ્ધસેન દ્વિવાકરે આ પ્રકારની રચનાવાળી કૃતિ રચી છે. જે બત્રીસી' નામથી જ્ઞાત છે. એની ઉપલબ્ધ ‘બત્રીસીએ ’૨૨ છે. આમાંની બાવીસમી ( એટલે કે છેલ્લી ખત્રીસી ન્યાયાવતાર છે. સામાન્ય રીતે આ ખાવીસમી ખત્રીસી અલગ રચના તરીકે ગણાય છે. આ દૃષ્ટિએ સિદ્ધસેનની બત્રીસીએની કુલ સંખ્યા ૨૧ ગણાય. આ બાવીસે ચ ખત્રીસીએ દાનિક અને આલંકારિક પ્રતિભાસ પન્ન વિદ્વાનને છાજે એવી પ્રૌઢશૈલીએ સ`સ્કૃત પદ્યમાં રચાયેલી છે.ર ઉપલબ્ધ બત્રીસીએનાં બધા મળીને લગભગ ૧૭ છંદોના વિનિયાગ જોવા મળે છે : દા.ત. અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મદાકાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા વગેરે. લગભગ બધી જ દાર્શનિક બત્રીસીઓમાં અનુષ્ટુપ છંદ પ્રત્યેાજાયા છે, એમાં આરંભ અને અતના પદ્યમાં છદોભેદ નથી. અર્થાત્ એમાં સળંગ એક જ છંદ વપરાયા છે. જ્યારે સ્તુતિ, સમીક્ષા અને પ્રશંસાત્મક બત્રીસીઓમાંપ જુદા જુદા છંદા પ્રયેાજાયા છે તેમ જ પ્રત્યેક બત્રીસીના આર ંભ-અંતના છદોભેદ પણ છે. વિષયની દૃષ્ટિએ સ્થૂલ વર્ગીકરણ કરીએ તે ઉપલબ્ધ બત્રીસીએના મુખ્ય ત્રણ વર્ગ પાડી શકાય : ૧, સ્તુત્યાત્મક, ૨. સમીક્ષાત્મક અને ૩. દાનિક. પહેલી પાંચ અને ૧૧મી તથા ૨૧મી એમ સાત સ્તુત્યાત્મક છે, ૬ઠ્ઠી અને ૯ મી સમીક્ષાત્મક છે, તેા ૭મી વસ્તુ ચર્ચાત્મક અને શેષ બાર દાનિક છે. આ બધી જ કૃતિએ સિદ્ધસેને દીક્ષા લીધી તે પછીથી રચી હાય એમ કહી શકાય નહીં”. તેમાંની કેટલીક ખત્રીસીએ!, સંભવ છે કે એમણે પૂર્વાશ્રમમાં રચી હોય અને પાછળથી તેમણે અગર તેમના અનુગામી શષ્યાએ એના સ`ગ્રહ કર્યા હાય એમ સુખલાલજીનુ મંતવ્ય છે. F ‘ન્યાયાવતાર’ ઉપર્યુક્ત બત્રીસીએમાંની છેલ્લી કૃતિ છે. આમાં ૩૨ લેાકનું પ્રમાણ છે. એકવીસની સરખામણીમાં બાવીસમી ખત્રીસીનું મહત્ત્વ સવિશેષ છે અને તેથી તે અલગ કૃતિ તરીકેનું સ્થાન પામી શકી છે. આ બત્રીસીમાં Jain Education International આ કૃતિના મુખ્ય વિષય જૈન દૃષ્ટિએ પ્રમાણેાનુ નિરૂપણ કરવું એ છે. આમાં આગમાક્ત જ્ઞાનના પાંચ પ્રકારો કે પ્રમાણુના પ્રયક્ષ અનુમાનાદિ ચાર પ્રકારાનુ વર્ણન નથી. પરંતુ આગમામાં ઉલ્લિખિત અને તત્ત્વાર્થ સૂત્રમાં વિશિષ્ટ સ્થાન પામેલા પ્રત્યક્ષ અને પરાક્ષ એવા બે પ્રકારના પ્રમાણનું નિરૂપણ છે. ન્યાયાવતારમાં પ્રમાણુ સામાન્યની અને તેના ભેદોની વ્યાખ્યા એટલા બધા વિચારપૂર્વક વ્યક્ત થઈ છે કે પછીની અનેક સદીઓ સુધી જૈન ન્યાયશાસ્ત્રના પૂરતા વિકાસ થયા છતાં ય શ્વેતાંબર કે દિગબર સ`પ્રદાયના કોઈ આચાય ને ન્યાયાવતાર ’ની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક ફેરફાર સિવાય 'શુ' ઉમેરવું પડ્યું નથી. આ ગ્રંથની બીજી એક વિશેષતા છે. અહીં પરાક્ષ પ્રમાણને બે ભેદમાં વર્ણવ્યા છે; અનુમાન અને આગમ. આમ જોતાં ન્યાયાવતારમાં જૈન પ્રમાણની ચર્ચા પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એવા ત્રણ ભેદમાં કરી છે. અર્થાત્ સીધી રીતે એ પ્રમાણેાનું પણ વસ્તુતઃ ત્રણ પ્રમાણેાનું નિરૂપણ કર્યુ” છે. જૈન પ્રમાણના ગ્રંથમાં આવી રીતે ત્રત્રુ ભેદોનુ નિરૂપણુ માત્ર અહીં જ જોવા મળે છે, બીજે કયાંય નહી”. પ્રત્યક્ષને પરા કરી અનુમાન અને પ્રત્યક્ષ બંનેનું પરા પણું સ્થાપવાના પહેલા પ્રયત્ન અહી દેખાય છે. પ્રમાણ અને નયના જે વિષયભેદ ન્યાયાવતારમાં છે તે જૈનેતર ગ્રંથામાં હેાવાના સંભવ નથી; કેમકે જૈન સિવાય ખીજા કાઈ શાસ્ત્રમાં નયની મીમાંસા નથી. નયના વિષય, નયનું સ્વરૂપ, સ્યાદ્વાદનું લક્ષણ અને જૈન દૃષ્ટિએ પ્રમાણનું સ્વરૂપ ટૂંકામાં છતાં બહુ સ્પષ્ટ અને નિર્ણયાત્મક ઢબે રજૂ કરવાના સરસ પ્રયત્ન સિદ્ધસેને કર્યો છે અને એ રીતે ન્યાયાવતારને વિશિષ્ટ જૈન તર્ક પદ્ધતિના પ્રથમ ગ્રંથનુ બહુમાન અપાવ્યું છે. સિદ્ધસેનના ગ્રંથનુ' અવલેાકન સૂચવે છે કે એના માનસપટ ઉપર વેદ, ઉપાનેષદ, સાંખ્ય, વૈશેષિક, ઔદ્ધ આદિ જૈનેતર દશનાના અભ્યાસની ઊંડી અને વિશાળ અસર પડેલી જણાય છે. સિદ્ધસેન જબરા સ્પષ્ટભાસી અને રવતંત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy