SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ એક સ્તુત્ય પ્રયાસ : અંગુલિ નિર્દેશ પૂ. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિશ્વરજી મ. - શિષ્યાળુ મુનિશ્રી શિવસાગરજી મ. વિશ્વના લેટફોર્મ ઉપર આજે અનેક મત, સંપ્રદાય, પંથ, માન્યતાઓ અને વિવિધ વિચારધારાઓ અસ્તિત્વ ધરાવે છે. કાંઈક નવું જાણવા, સમજવા અને વિચારવાની અનાદિકાલીન આત્માની એક આદત છે. જ્ઞાન અને તેમાં પણ વૈચારિક જ્ઞાનનું ક્ષેત્ર એટલું અગાધ છે કે માનવમન તેના તળિયા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેનો તરવરાટ ચાલુ જ રહેશે...આવો જ ઉષ્માભર્યો તરવરાટ એક યુવાન હૈયાને જાગ્યા અને તેમાંથી જે ચિંતન, મંથન, દેડધામ, પ્રવાસયાત્રા, સંશોધન અને પરિભ્રમણ થયું તેના પરિપાકરૂપે વાચકોના કરકમળમાં આ એક સમૃદ્ધ – દળદાર નિબંધ સંગ્રહ હાથમાં આવ્યો. જૈનાચાર્યાની દેણ આર્યોનું એકનું એક પરમ આત્યંતિક ધ્યેય છે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષપ્રાપ્તિનું મૂળભૂત કારણુ પરમપિતામહથી આદીશ્વર જિનેન્દ્ર પરમાત્મત પરમોચ્ચત્તમે બતાવેલ તવરૂપ ધર્મ...ધર્મના પ્રાણસમાં પરસ્પર અવિબાધક છે. ચાર પુરુષાર્થમય બતાવેલ પરમ અહિંસક આર્ય સંસ્કૃતિ. સંસારનું કોઈ એવું ક્ષેત્ર નહીં ? હોય જેમાં જૈનાચાર્યોએ તલસ્પર્શી સહજ પ્રવેશ નહિ કર્યો હોય! પછી તે ધમ, રાજકારણ, સંધિ, સંસ્કાર, $ વ્યાકરણ, સાહિત્ય, તર્ક કે વિશ્વનું કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં સર્વક્ષેત્રે ઉપર્યુક્ત વ્યાખ્યાવાળા જૈનાચાર્યોનું રે ચિંતન સદાને માટે અલૌકિક અને અજોડ હોય છે. ઉપર્યુક્ત અનેક ચિંતન ક્ષેત્રનું સંકલન એક જ ગ્રંથમાં કરવું એ સર્વથા અશક્ય તો નથી જ પણ જેટલું સરળ માનીએ તેટલું સરળ પણ નથી! પણ જ્ઞાનપિપાસુ યુવાન હદય ભાઈ દેવકે આ ક્ષેત્રમાં હામ ભીડીને યાદગાર કહી શકાય એ દળદાર સંગ્રહ આપણને આપ્યો. જગતના દર્શનમાં, સાહિત્ય કે તત્વજ્ઞાનમાં જૈનદર્શનનું સ્થાન સદાસવંદા મેખરે અને આગવું જ રે રહ્યું છે. તેનું કારણ છે ગળથૂથીમાંથી સહજભાવે મળતું રહેલું શ્રી સર્વજ્ઞભગવાન શ્રી જિનેન્દ્ર પરમાત્મા પ્રરુપિત તેમજ શ્રી ગણધર મહારાજા સંદર્ભિત પરમતત્ત્વનું જ્ઞાન..આ જ્ઞાનની આધુનિક વિદ્ધદુ પરિષદ ૫ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ની છણાવટ એટલથી ચાય, તર્ક લગ, નવતત્વ રસ્વતંત્ર અભુત સંપત્તિ જૈન મહર્ષિઓની છણાવટ એટલી વિશદ અને અભત રહી છે કે તમે કોઈ પણ વિષય ત્યા પછી તેમાં આગમોની ટીકા લ્યો કે વિવેચન , ન્યાય, તર્ક, દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણુકરણનુગ, કથાનુયોગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રમાણુ, નય, ષડદ્રવ્ય સપ્તભંગી, નવતત્વ, લાકસ્થિતિ, આવશ્યક ક્રિયા ઈત્યાદિ મુખ્ય વિષયના વિશાળ સ્વરૂપદર્શનને આવરી લઈ સરળ અને પ્રસન્ન રોચક શૈલીપૂર્વક સાહિત્યસામગ્રીના રસથાળ પીરસાયા છે. એ બધામાંથી થોડી થોડી વાનગી ઊંચકી અનેક વંદનીય શ્રમણુભગવંત અને સાક્ષરોનો સહયોગ મેળવી ભાઈ દેવકે આ ગ્રંથ પ્રકાશન કરેલ છે. જેનું અધ્યયન સૌ કોઈને સુલભ અને તે આ આયોજનનો આશય છે. સંગ્રહમાં અન્નત મહાતારક શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈ લખાયું હોય તો તદર્થ “મિચ્છામી દુક્કડમ ' (વિસ્તૃત નેધમાંથી ટૂંકાવીને) જ લીપૂર્વક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy