SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનકથા સાહિત્યસ્વરૂ૫ -એક દાષ્ટપાત સંસ્કૃતમાં સ્વરૂપની દૃષ્ટિએ સાહિત્યના વિભિન્ન સ્વરૂપે પર ઘણી ચર્ચા થયેલી છે : કાવ્ય પ્રકાર નિર્ણય કાવ્ય આલેાચનાનુ એક આવશ્યક અંગ છે. તેની પરિભાષા Terminology-અને પ્રકાર નિશ્ચય-Classificationકોઈ પણ વિષયના વિવેચન માટે અને તેના વૈજ્ઞાાનિક અનુસંધાન માટે અપેક્ષિત છે. તેથી તેમાં કાવ્યેના પ્રકાર પર પણ વિવિધ દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવ્યા છે. કાવ્યના પ્રકારાને વિચાર કરતાં સંસ્કૃત અલ કારશાસ્ત્રમાં, શૈલી, ભાષા, ઇન્દ્રિયગમ્યતા આવા અનેક માધ્યમા દ્વારા કાવ્ય પ્રભેદોનુ આયેાજન થયેલું છે. અલંકારશાસ્ત્રના આ કાવ્ય પ્રભેદોનું સૂક્ષ્મ અવલેાકન કરતાં સ્પષ્ટ જણાય છે કે તેના મૂળમાં અલંકાર સ`પ્રદાય, રીતિ સ.પ્રદ્યાય જેવા સ'પ્રદાયેા છે; પરં'તુ ધ્વનિ સ`પ્રદાયની સ્થાપના પછી ભાષા, શૈલી વગેરે ભેદો ગૌણુ બની ગયા. છતાં પણ ધ્વન્યોચાય આનદવને કાવ્યાના ભેદો પૂર વિચાર કર્યાં જ છે. તેની દૃષ્ટિએ – (૧) સસ્કૃત – પ્રાકૃત અપભ્રંશ ભાષા નિબદ્ધ મુક્તક (૨) સન્દ્રાનિતક (૩) વિશેષક (૪) કલાપક (૫) કુલક (૬) પર્યાયબંધ (૭) પરિકથા (૮) ખ’ડકથા (૯) સકલકથા (૧૦) સબદ્ધ (૧૧) નાટક (૧૨) અખ્યાયિકા(૧૩) કથા વગે૨ે છે. અહીં માત્ર કથાસ્વરૂપની વિચારણા અભપ્રેત હાવાથી અન્ય પ્રભેદોના ઊંડાણમાં જવું નિરક છે. હવે કથાની બાબતમાં જૈન દૃષ્ટિકાણુ વિચારીએ. જૈનાએ કથાનું વર્ગીકરણ કરવામાં આગવું દૃષ્ટિ’દુ અપનાવ્યું છે. હેમચંદ્રાચાર્ય સ`સ્કૃત પ્રાકૃત – અપભ્રં’શઆ તમામ ભાષાઓમાં કથાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. પરંતુ કથા માટે ગદ્ય-પદ્યના ભેદ સ્વીકાર્યા નથી. ભામહે અન્ય ખાખતામાં ન પડતાં ભાષાભેદને જ કાવ્યભેદ ગણ્યા છે. આમ જો ભાષાભેદના વિચાર ન કરવામાં આવે તે। અને સંસ્કૃત – પ્રાકૃતકથા સાહિત્યનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે તો ભારતીય કથા સાહિત્ય લગભગ બે હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. બીજી રીતે જોઈ એ તા સંસ્કૃતમાં અલંકારશાસ્ત્ર જેવા લક્ષણાત્રથા જોવા મળે છે. તેવા પ્રાકૃત સાહિત્યમાં જોવા મળતા નથી. પરિણામે પ્રાકૃત કથા સાહિત્યના સ્વરૂપ વિશે ચાક્કસ ખ્યાલ આવતા નથી; પર`તુ જૈન ધર્મ સાહિત્ય અને જૈન કથાઓમાં રવરૂપની Jain Education Intemational ડા. પ્રહ્લાદ ગ. પટેલ. દૃષ્ટિએ નહીં પણ તેના આંતરિક વિષય-વસ્તુ પર આધારિત કથાભેદો જોવા મળે છે. વિાદના મુખ્ય પાંચ વિભાગામાં “ અનુયાગ” એક મુખ્ય વિભાગ છે. એના પ્રથમાનુયાગ, કરણાનુયાગ, દ્રવ્યા નુયાગ—આ ચાર પ્રકારામાં પ્રથમાનુયાગ ( અથવા ધર્મ કથાનુયાગ )ને મુખ્ય માનવામાં આવે છે. પ્રથમાનુયાગમાં ધર્મ - કથાનુયાગમાં સદાચારી એવા વીર પુરુષાના જીવનચરિત્રો હાય છે, એટલા માટે જૈન સાહિત્યમાં આ જ પ્રકાર મહત્ત્વપૂર્ણ છે. ‘ દશવૈકાલિક નિયુક્તિ ’માં કથાના ભેદોમાં અકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા અને પુરુષાનિરૂપણના ભેદથી ચાર ભેદ પાડયા છે. આ કથા ભેદોને હરિભદ્રાચાર્યે પણ “ સમરાચ્ચિકહા ’માં સ્વીકાર્યા છે; પરંતુ ઉદ્યોતનસૂરિએ અકથા અને કામકથાની પહેલાં ધર્મ કથાના ઉલ્લેખ કરીને ધમ કથાને પ્રાધાન્ય આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગ્રંથારંભે જ “ કુવલયમાલા ” છે.—જેવા કે સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસ ને “ સ’કીણુ કથા ” કહી ને કથાના પાંચ પ્રભેદો નોંધ્યા કથા અને સ`કી કથા. હેમચ`દ્રાચાર્ય કથાઓમાં સકલ કથાના ઉલ્લેખ કર્યો છે અને અન્ય કથાઓ કરતાં સકલ કથાનુ ગૌરવ સ્વીકાર્યું છે”. ઉદ્યોતનસૂરિની બીજી કથાવિશેષતા એ છે કે તેમણે સ'કીર્ણ કથાનું મહત્ત્વ સ્વીકારીને “ કુવલયમાલા ”ને સંકી ણુકથા ગણાવી છે. ઉપરાંત ધર્મ કથા, અર્થીકથા અને કામકથાને સંકીણુ કથાના ભેદ માન્યા છે. 11 પરંતુ ‘દશવૈકાલિક જેવા ગ્રંથામાં પુરુષાર્થ -ચતુષ્ટયીને આધારે તેમને સીણું કથાના નહીં; પરંતુ કથાના ભેદ તરીકે સ્વીકાર્યા છે. આ ઉપરાંત સિદ્ધા એ ઉપમિતિભવપ્રપ`ચાકથા 'માં કથાના ભેદ-પ્રભેદોના ઉલ્લેખ કરતાં ધર્મ, અર્થ, કામ અને આ ત્રણેના મિશ્રણરૂપવાળી સંકીગુ કથાના પ્રકારો ગણાવ્યા છે.૧૨ અને તેમાંયે અનેક રસયુક્ત અને ત્રિત્ર પ્રાપ્તિના સાધનરૂપ હોવાથી તેને વિશેષ મહત્ત્વ આપ્યુ છે. આમ કથાના પ્રકારાની ચર્ચા જૈન પ્રાકૃત – સ`સ્કૃત કથાઓ ઉપરાંત આગમગ્રંથામાં પણ જોવા મળે છે; પરંતુ જૈનકથા ગ્રંથોમાં મોટે ભાગે સરસમયા અને ત્રણે પુરુષાર્થનુ નિરૂપણુ કરનારી કથાનું–સંકીર્ણ કથાનું વિશેષ ગૌરવ છે, તેમ આગમ ગ્રંથામાં ધર્મકથાનું મહત્ત્વ સ્વીકારીને તેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy