________________
૫૪૬
જિનદાસગણુએ કાઉસગ્ગના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે : દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ દ્રવ્ય કાઉસગ્ગમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનુ હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગ્ગમાં સ્થિર થઈ ને ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનમાં મગ્ન બને છે
ત્યારે એના કાઉસગ્ગ ભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્ગમાં સાંસારિક વાસનાના ત્યાગ ઉપર, આત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયાના ત્યાગ ઉપર તથા અશુભ કર્મ બ ધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યા છે.
ઉત્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્ગમાં ઉત્થિત કાઉસગ્ગ સ શ્રેષ્ઠ મનાયા છે. આ પ્રકારના કાઉસગ્ગ કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈ એ. એ પગ સરખા અને ખ'ને પગ ઉપર સરખા ભાર રહેવા જોઈ એ. બ'ને એડી પાછળથી જોડેલી અને બંને પંજા વચ્ચે ચાર આંગળનુ અંતર હેવુ જોઈ એ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હાવા જોઇ એ. દિષ્ટ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર
હાવી જોઈ એ. લશ્કરી તાલીમમાં Attention Position ( સાવધાન ) કરાવાય છે તેવા કાઉસગ્ગ હાવા જોઈએ. આવા પ્રકારના કાઉસગ્ગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહ્યો છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યુ છે :
વાસિરિયખાહુજ્જુગલે, ચઉર’લે તરણ સમાદો । સવ્વ’ગચલણરહિ, કાઉસગ્ગા વિરુદ્ધો ૬૫ ૧૫૧ ભાવાર્થ : તે કાર્યાત્સગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ અને હાથ લાંબા કરીને, સમપાદ ઊભેા રહે છે અને એ પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરના કાઈ પણ ભાગ હલાવતા નથી.
આસિત કાઉસગ્ગમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં એસી, કરાડરજ્જુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ મને ઢીંચણુ ઉપર ખુલ્લી હથેળી સાથે ગેાઠવી (અથવા બંને હથેળી ચરણુ ઉપર નાભિ પાસે એકની ઉપર એક એમ ગાઢવી), દૃષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસાગ્ર ઉપર સ્થિર કરવી જોઈ એ. શાયિત કાઉસગ્ગમાં શવાસનમાં હાઈએ તેવી રીતે સૂતાં સૂતાં, હાથ – પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલુ* રાખી દૃષ્ટિને સ્થિર કરવાની હાય છે.
શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષ્યમાં રાખી નીચે પ્રમાણે ચાર પ્રકારના કાઉસગ્ગ બતાવવામાં આવ્યા છે. (૧) ઉત્થિત – ઉત્થિત
(૨) ઉત્થિત – નિવિષ્ટ
(૩) ઉપવિષ્ટ – ઉત્થિત
(૪) ઉપવિષ્ટ – નિવિષ્ટ
કાર્યાત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઊભા હેાય છે. અને અનુ' ચિત્ત પણ જાગ્રત હાય છે તથા અશુભ ધ્યાનના
Jain Education Intemational
જૈનરત્નચિંતા મિણુ
ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હૈાય છે ત્યારે સ્થિતઊદ્યુત પ્રકારના કાઉસગ્ગ થાય છે.
એનુ
મન સાંસારિક વિષયામાં રાકાયેલુ હોય છે અર્થાત્ સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હોય છે, પર`તુ કે રીદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતુ હોય છે ત્યારે ઉત્થિત – નિવિષ્ટ પ્રકારના કાઉસગ્ગ
આ
ખને છે.
કેટલીકવાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊસેા રહી શકતા નથી. ત્યારે પદ્માસન કે સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગૃત અપ્રમત્ત ચિત્ત જે ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં લીન બન્યું હાય તા ઉપવિષ્ટ – ઉત્થિત પ્રકારના કાઉસગ્ગ થાય છે.
સાધક તંદુરસ્ત અને સશક્ત હાય છતાં પ્રમાદ અને આળસને કારણે બેઠાં બેડાં કાઉસગ્ગ કરે. વળી કાઉસગ્ગમાં તે અશુભ વિષયાનું ચિંતન કરે. અર્થાત્ એની ચિત્તશક્તિ પણ ઉર્ધ્વ બનવાને બઠ્ઠલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટ – નિવિષ્ટ પ્રકારના કાઉસગ્ગ થાય છે.
ભદ્રબાહુસ્વામીએ શરીરની સ્થિતિ તથા મનના ભાવ એ બંને અનુસાર વધુ પ્રકાર પાડી કાઉસગ્ગના નવ પ્રકાર બતાવ્યા છે. કાઉસગ્ગ ઊભા ઊભા, બેઠાં બેઠાં ને સૂતાં સૂતાં કરી શકાય છે. એ ત્રણેય સ્થિતિના ત્રણ ત્રણ એમ નવ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે :
(૧) ઉત્સત – ઉત્કૃત (૨) ઉત્સત (૩) ઉત્સત – નિષણુ નિષઙ્ગ – ઉત્ક્રુત (પ) નિષણુ (૬) નિષર્ણો – નિષણ્ (૭) નિષણું – ઉત્સત (૮) નિષણ (૯) નિષન્ત – નિષન્ન.
(૪)
ધ્યાનના ચાર પ્રકાર છે : આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન ને શુકલ ધ્યાન. આ ને રૌદ્રધ્યાન અશુભ છે. ધર્મધ્યાન ને શુકલધ્યાન શુભધ્યાન છે. કયારેક શુભ કે અશુભ એવુ` કેાઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દશા પ્રવર્તતી હૈાય એવું પણુ ખને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારો ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે.
ભદ્રબાહુસ્વામીએ પ્રયેાજનની દૃષ્ટિએ કાર્યાત્સના એ પ્રકાર દર્શાવ્યા છે: (૧) ચેષ્ટા કાર્યાત્સગ અને (૨) અભિભવ કાર્યાત્સ.
ચેષ્ટા કાર્યાત્સ` સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શોચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયા કરવામાં જે કઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થ" દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ગ કરવામાં આવે છે. તે નિયત શ્વાસેાવાસ – પ્રમાણ હોય છે. અભિભવ કાર્યાત્સગ આત્મચિંતન માટે, આત્મિક
–
For Private & Personal Use Only
www.jainelibrary.org