SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ પચ્ચક્રૃખાણ' એ જૈન પારિભાષિક શબ્દ છે. સ`સ્કૃત ‘ પ્રત્યાખ્યાન' શબ્દ ઉપરથી આ પ્રાકૃત શબ્દ આવેલા છે. ‘ પ્રત્યાખ્યાન ” શબ્દ વિશિષ્ટ રીતે યેાજાયેલા છે. એમાં ‘પ્રતિ’ અને ‘આ’ એ છે બે ઉપસર્ગો અને ‘ખ્યા’ ધાતુ છે અને તેને ‘અન’ પ્રત્યય લાગેલા છે. ‘પ્રતિ’ એટલે પ્રતિકળ, અર્થાત્ આત્માને જે પ્રતિકૂળ હેાય એવી આવિરતિરૂપ પ્રવૃત્તિ. ‘આ’ એટલે મર્યાદા. અને ‘ખ્યા’ એટલે કથન કરવુ. આમ પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરુસાક્ષીએ કરવું તે. એટલા માટે રિહરણીય વસ્તુ પ્રતિ આખ્યાનમ્ તિ પ્રત્યાખ્યાનમ્ એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે. પચ્ચક્ખાણ એટલે એક પ્રકારની સ્વેચ્છાએ લીધેલી પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા-ખાટા વિચારા ઊઠે છે અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધા જ મનુષ્યે! જો પેાતાના ચિત્તમાં ઊઠતા બધા જ વિચારીને તરત અભિવ્યક્ત કરે અને પેાતાના ચિત્તમાં ઊડતી બધીજ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે તા સંઘર્ષ અને કલહ એટલેા બધા વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ઇચ્છાએ એવી ગાંડીઘેલી હાય છે કે તે ખીજા આગળ વ્યક્ત કરવા જેવી હાતી નથી. કેટલાક દુષ્ટ વિચારાને માણસ પેાતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવા અનિષ્ટ પરિણામ આવશે ? તે એ જાણે છે. મનુષ્યમાં સાધારણ સમજશક્તિ અને વિવેકશક્તિ રહેલી હેાય છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓના તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જો સયમમાં રહેતુ હાય તા નિયમા કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને કારણે કેટલીક ન કરવા યેાગ્ય પ્રવૃત્તિએ માણસ કરે છે. કથારેક કરતી વખતે અને કર્યો પછી પણ માણસ તેમાં રાચે છે. તે કયારેક તેવી પ્રવૃત્તિ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાના એ સકલ્પ કરે છે અથવા એ પ્રતિજ્ઞા લે છે. ન કરવા ચેાગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા એટલે પશુ Jain Education International ડો. રમણલાલ ચી. શાહ કૃખાણ. પચ્ચક્ખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાના મન, વચન અને કાયાથી નિષેધ કરવા. એટલા માટે પચ્ચક્રૃખાણ કરનારે મન અને ઇન્દ્રિયાને કબજામાં રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચક્ખાણ લેવાને યેાગ્ય બને છે. જીવનમાં પચ્ચક્રૃખાણની આવશ્યક્તા શી ? એવા પ્રશ્ન કોઈકને થાય. માનવચિત્ત એટલુ બધું ચંચલ છે કે કયારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહી. માણસે જો કાઈકની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હેાય તે તેવી પ્રવૃત્તિ કરવાના પ્રસંગ ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જાય છે. પચ્ચક્ખાણ ચિત્તને દૃઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચક્ખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લા છે કે જેના વડે અંદર રહેલુ ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ, ગધેડા વગેરે દ્વાર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે; જેમ પાણી વહી ન જાય અથવા ગંદું પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચક્ખાણુથી મન અને ઇન્દ્રિયાને વશ રાખવાની દૃઢતા આવે છે. જેમ ઘરમાં ચાર, કૂતરું' વગેરે પેસી ન જાય તે માટે ઘરનું ખારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણા ચિત્તમાં પાપરૂપી ચાર કે ધૃતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણુરૂપી બારણું આપણે 'ધ રાખીએ છીએ. માણસ ઘેાડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જો ઘેાડાની લગામ ન હેાય તેા ઘેાડા અંકુશરહિત બની ફાવે તેમ દોડે અને કદાચ પેાતાના ઉપર બેઠેલા સવારને પણ ફૂગાવી દે. પરંતુ લગામ હાથમાં હોય તો ઘેાડાને આવશ્યક નિયંત્રણુમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘેાડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચક્ખાણરૂપી લગામની રાખવાને માટે અને ઇતર પ્રલાભનામાંથી બચાવવાને માટે આવશ્યકતા છે. આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર પ્રચક્ખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારા એટલા માટે કહે છે કે પ્રચક્ખાણ વિના સુગતિ નથી. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા હતા : હે ભગવાન! પચ્ચક્ખાણનું ફળ શું?' ભગવાને કહ્યું, • હે ગૌતમ! પચ્ચક્ખાણનું ફળ સંયમ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યાખ્યાનથી આશ્રવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy