SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ જૈનનચિંતામણિ બધી ભવ્ય બંધાવેલી, અને લગભગ એમ કહેવાય છે. મૂળનાયકની પ્રતિમા દોઢ હાથ પ્રમાણુની સંપરિકર બિરાજમાન છે. મૂર્તિની અંજનશલાકા સંવત ૧૧૩ ૮ના વૈશાખ સુદી ૧૦ને દિવસે શ્રી હેમસૂરિએ કરી છે. આ સંબંધી પરિકર લેખ વિદ્યમાન છે. મૂળનાયકની જમણી બાજુએ રહેલી એક ફૂટ ઊંચી પ્રતિમા ઉપર સં. ૧૬૫૩ના વૈશાખ સુદી ૧૧ને લેખ છે. જેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરેલ છે. પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ રાા હાથ પ્રમાણની એક પ્રાચીન અને સુંદર કાઉસ્સગ્ગિયા પ્રતિમા બિરાજમાન છે. ગામ બહારના બગીચામાં શ્રી આદિનાથ ભગવાનનું શિખબંધી મંદિર વિદ્યમાન છે. સં. ૧૯૨૦ માં ખીમેલ નિવાસી શ્રાવિકા બાઈ નગિનાબાઈએ ગામ ગામને સંઘ પાસેથી પૈસા ઉઘરાવીને આ મંદિર બંધાવ્યું છે. તેની અંજનશલાકા સં. ૧૯૨૦માં થયેલી છે. અને દેવકુલિકાઓમાં બિરાજમાન ૫૫ મૂર્તિ એ સંવત ૧૯૬૧ મહાસુદી ૧૫ ને બુધવારના રોજ પ્રતિષ્ઠિત થયેલી છે. છે. જેને “નાકેડા” નામે લેકે ઓળખે છે. એનું પ્રાચીનકાળનું નામ વીરમપુર અથવા મેવાનગર હતું. વીરમપુરના ઉલ્લેખ શિલાલેખો અને ગ્રંથ પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. ચારે બાજુની પહાડીઓની કુદરતી કિલ્લેબંધીથી આ ગામ ઘેરાયેલું છે. આજે અહીં શિખરબંધી ભવ્ય કોતરણીવાળાં ત્રણ જિનમંદિર અને લગભગ ૨૯૦ ઓરડીઓવાળી સં. ૧૯૬૭માં બંધાવેલી એક જૈન ધર્મશાળા સિવાય કે જેનની વસ્તી નથી. ભાંડવપુર ભિનમાલથી ૨૦ માઈલ દૂર ભાંડવપુર અથવા ભાંડવા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ ભાંડવપુર હતું એમ કહે છે. પ્રાચીનકાળે આ ગામ મેટું નગર હશે એમ લાગે છે. આજે અહીં પણ વિશાળ જૈન ધર્મશાળા, ઉપાશ્રય અને પ્રાચીન જૈન મંદિર છે જેના કારણે આ સ્થળ તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. ઘાંઘાણી અસારાનાડા સ્ટેશનથી ૧૦ માઈલ દૂર અને જોધપુરથી ૩-૪ માઈલ દૂર ઘાંધાણી નામે ગામ છે. જે જેનેનું તીર્થધામ મનાય છે. આજે અહીં ૧ જિનમંદિર, ૧ ઉપાશ્રય અને ધર્મશાળા સિવાય જેનોની વસ્તી નથી. સં. ૧૮૫૬માં અહીં જૈનોના ૪૦ ધર હતાં. પ્રાચીન કાળમાં આ નગર ભારે જાહેરજલાલીવાળું હતું, એમ અહીંના ખંડિચેરાથી પ્રતીત થાય છે. એક મંદિર ખંડિયેરરૂપે આ ભૂમિ પર જ પડયું છે, જ્યારે બીજું શ્રી ધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર તળાવની પાસે શાનદાર ભવ્યતા પાથરતું ઊભું છે. મંદિરની આગળ કુવે છે, તેનાથી આગળ ૫-૬ વિશાળ છત્રીઓ-દેરીઓ બહુજ સુંદર બનેલી છે. ગામમાં જાગીરદારને ગઢ અને મહેલ વિદ્યમાન છે. એક બીજું નાનું મંદિર જે ખંડિયેરરૂપે ઊભું છે, તેનું દ્વાર બંધ રહે છે. ખીમેલ અડાલા ફાલને સ્ટેશનથી પૂર્વમાં પાંચ ફર્લોગ દૂર ખુડાલા નામનું ગામ છે. અહીંનું જિનમંદિર સં. ૧૨ ૪૬માં બન્યું એવા શિલાલેખીય પુરાવાથી આ ગામ એથીયે પ્રાચીન હોય એમ માની શકાય છે. અહીં વિશા ઓશવાળના ૨૫૦ ધર વિદ્યમાન છે. અહીંના કેટલાક ઉત્સાહી યુવકોએ જૈન મિત્રમંડળ, ધમસભા, જૈન વાંચનાલય વગેરે સંસ્થાઓ સ્થાપી છે. વળી આત્મવલ્લભ જૈન પાઠશાળા, ૩ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળા અને ૧ જિનાલય છે. અહીં શ્રી ધર્મનાથ ભગવાનનું વિશાળ મંદિર છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગાર ચકી અને શિખરબંધી રચનાવાળું છે. પિરવાડ શ્રેષ્ઠી રામદેવના પુત્ર સુચશાહે આ મંદિર બંધાવ્યું અને બીજા નલધરે મૂળનાયક ભગવાનની સ્થાપના કરી. આજે પણ એ જ પ્રાચીન પ્રતિમા વિદ્યમાન છે. છેલા જીર્ણોધાર વખતે આ મંદિરમાં મિનાકારી, ચીની અને મહારાણી પચરંગી લાદીઓ લગાડી મંદિરને સુરોભિત બનાવ્યું છે. બાલી રાણી સ્ટેશનથી ૩ માઈલ દૂર ખીમેલ નામે ગામ છે. અહીં પ્રાચીન જૈન મંદિર દંપરથી આ ગામ બારમા સૈકાથીયે અધીક પ્રાચીન જણાય છે. આજે અહીં ૮૦૦ જેનોની વસતિ છે. ૧૦ ઉપાશ્રય, ૧ બે માળની જૈન ધર્મશાળા છે. અહીં ૧ જુનું ને ૧ નવું જૈનમંદિર છે. ગામના પૂર્વ કિનારે શ્રી શાન્તિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિશાળ અને પ્રાચીન છે. સં. ૧૧૪૯માં શેઠ લીલા શાહ એ સવાલે આ મંદિર બંધાવ્યું હતું. ફાલના સ્ટેશનથી ૪ માઈલ દૂર બાલી નામે મોટું ગામ છે. ઉદયપુર મહારાણની પટરાણી બાલીકું વરના નામે આ ગામ વસાવેલું છે. બાલી નામની ચોધરાણીએ અહીં પ્રથમ વાસ કર્યો તેથી તેનું નામ બાલી પડયું. અહીંયાં વેતાંબર જૈનેના ૫૪૦ ધરે છે. વસતિ આશરે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy