SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ જેનરત્નચિંતામણ અષ્ટાપદજી વગેરેના સુંદર પડે છે. શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર છે. અજારી પીંડવાડાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી વિરપ્રભુની સુંદર પ્રતિમા છે. મૂળ ગભારા બહાર નાણુકીય ગચ્છને આચાર્ય શ્રી મહેન્દ્રસુર અને શ્રી શાન્તિસૂરિની પ્રતિમા છે. પ્રદક્ષિણાના પાછળના ભાગમાં સરસ્વતી દેવીની મૂર્તિ પ્રાચીન અને સુંદર છે. મંદિરથી ૧૨ માઈલ દૂર એક પહાડમાં સરસ્વતીની દેરી છે. પ્ર િમાજી પ્રાચીન છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી સરસ્વતીની સાધના કરવા અહીં આવ્યા હતાં. બારમી શતાબ્દીપૂર્વથી આ સ્થાન સરસ્વતીના તીર્થરૂપે પ્રાચીન પ્રસિદ્ધ છે. નાણા પીંડવાડાથી નાણું છ કેસ-ગાઉ દૂર છે. નાણુ સ્ટેશનથી નાણા ગામ એક માઈલ દૂર છે. રસ્તો જંગલેને પહાડી છે. ભોમિયો લઈને જવું જોઈએ. ઉપાશ્રય-ધર્મશાળા તથા શ્રાવકોના ઘર ડાં છે. સુપ્રસિદ્ધ નાગકીય ગરછની ઉત્પત્તિ આ નાણું ગામથી થયેલી છે. તે અહીં એક મંદિરની પળ હતી. હાલ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મંદિર પ્રાચીન પણ અધૂરું છે. ઓસવાળ તથા બ્રાહ્મણેમાં વિખવાદ થવાથી ઓસવાળા ગામ ખાલી કરી ગયા. એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું કે કોઈ ઓસવાળ ન રહે. બ્રાહ્મણોએ મંદિર કબજે કરી શિવાલય બંધાવ્યું. જેનોએ જોધપુર રાજ્યમાં કાયદેસર લડત ચલાવી અને મંદિરને કબજે મેળવ્યું. આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની ના હાથની મોટી સુંદર પ્રતિમા છે. પ્રતિમાજીની ચારેતરફ સુંદર પરિકર સહિત તોરણ બન્યું છે. તેમાં સુંદર કારીગરી છે. નાણુ એકવાર મેટું સમૃદ્ધશાળી પ્રસિદ્ધ શહેર હતું. ' . સુરણગિરિ. પહાડ છે. જાલોર સુવર્ણગિરિની તલાટીમાં વસેલું કિલ્લેબંધ સુંદર શહેર છે. જારમાં કુલ ૧૧ ભવ્ય જનમંદિર છે. શ્રી આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી આ ચાર મંદિરે તથા વાસમાં આવેલા છે. ખરતર વાસમાં પાર્શ્વનાથજીનું, ખાનપુરા વાસમાં મુનિસુવ્રત સ્વામીનું ફેલાવાસમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું, કાંકરીવાસમાં શ્રી પાર્શ્વનાથજીનું અને માણેકચોક પાસેથી લધુ પેશાબમાં જીરાવાલા પાર્શ્વનાથનું એમ કુલ નવ મંદિર શહેરમાં છે. એક સૂરજ પળની બહાર શ્રી ઋષભદેવનું અને શહેરથી પશ્ચિમ તરફ પિણ માઈલ ઉપર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું એક મંદિર છે. બધા મળી ૧૧ જિનમંદિર છે. અસલી નામ જવાલીપુર હતું. - સુવર્ણગિરિને સોનગઢ અને જાલારનો ગઢ કહે છે. આ સુવર્ણગિરિ ઉપર વિકમાદિત્યની ચોથી પેઢીએ થયેલ નાહડ રાજાના સમયમાં શ્રી મહાવીર સ્વામીનું મનોહર મંદિર બન્યું હતું. તેને “યક્ષવસહિ” કહેતા હતા. કહેવાય છે કે અહીં કરેડપતિ સિવાય કોઈ શ્રેષ્ઠી રહી શકતા નહીં. બધા કરોડપતિઓ જ હતા. - વળી મહારાજા કુમારપાળે કુમાર વિહાર યા પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય બાવન જિનાલય બંધાવ્યું હતું. તેની પાસે અષ્ટાપંદનું મંદિર હતું પણ મુસલમાનોના વખતમાં સુવર્ણગિરિના મંદિરો ખંડિત કર્યા છેવટે જોધપુરના રહેવાસી જાલોર રાજ્યના મહામંત્રી શ્રી જયમલજી મોત સં. ૧૯૮૧માં અંજનશલાકાઓ કરાવી સુવર્ણગિરિ ઉપર પ્રતિષ્ઠા કરાવી. નૈઋત્ય તરફના છેડાથી ગઢ ઉપર જવાનો રસ્તો છે. ચાર મોટા દરવાજાની અંદર પગ મૂકતાં ચીઠ્ઠી આપવી પડે છે તે ચીઠ્ઠી નીચેથી મળે છે. આગળ જતાં જમણી તરફ ગગનચુંબી શિખરવાળું ભગવાન મહાવીર સ્વામીનું ભવ્ય મંદિર દેખાય છે. ડાબી તરફ અષ્ટાપદાવતાર ચૌમુખજીનું અપૂર્વ મંદિર છે. ચૌમુખજીથી પૂર્વમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય નજરે પડે છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર બે માળનું અને વિશાળ છે. તારંગાના ભવ્ય ઉચ્ચ મંદિરનું સ્મરણ કરાવે છે. ચૌમુખજીનું મંદિર કોતરણીમાં સુંદર છે. પાર્શ્વનાથજીનું મંદિર પ્રાચીનતાનું ભાન કરાવે છે. ગઢમાં જૈન મંદિર ઉપરાંત રાજમહેલ, કેટલાક સરકારી મકાન, શિવમંદિર, બે ધર્મશાળાઓ, બે વાવડીઓ, ટાંકા વીરમદેવની ચેકી, મસીદ વગેરે છે. જોધપુર જોધપુર મારવાડ જંકશનથી પાલી થઈને જતી રેલવે લાઈનમાં જોધપુર જવાય છે. - બેડા નાણાથી ત્રણેક ગાઉ દૂર છે. અહીંના લોકે ભાવિક અને ધર્મપ્રેમી છે. સુંદર બાવન જિનાલય છે. ધર્મશાળા, ઉપાશ્રિય અને લાઈબ્રેરી પણ છે. સુવર્ણગિરિ એરણપુરા સ્ટેશનથી ૩૮ માઈલ દૂર જાલોર પાસે જ dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy