SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ જનરત્નચિંતામણી 392. શાના ભરાવેલા હેય અતિ પ્રાચીન છે. સદર જીનાલય પ્રથમ કાષ્ટમય હતું, જે જીર્ણ થવાથી સંવત ૧૯૯૮માં તેના જીર્ણોદધારને પ્રારંભ કરી શ્રી શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ નિર્માણ કરી, સંવત ૨૦૦૮ માં મુખ્ય પ્રાસાદમાં શ્રી આદિનાથ પ્રભુ વિગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે. સમુખ શ્રી પુંડરિક ગણધર વિહારમાં શ્રી પુંડરિક સ્વામી, શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામી તેમજ મુખ્ય પ્રાસાદની ડાબી બાજુ બાગમાં શ્રી આદિનાથપ્રભુનું પાદુકા મંદિર ( રાયણ પગલાં) ની પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે. સદર પ્રાસાદ રૂપિયા બે લાખ ઈ કાતર હજાર જેવી રકમ ખર્ચીને ત્રણ મજલી શ્રી સંઘે તૈયાર કરાવ્યો છે. સદર પ્રાસાદની પુનઃ પ્રતિષ્ઠા સ્વ. પૂ. આ. ભગવંત શ્રી વિજ્યવલ્લભસૂરિશ્વરજી મહારાજના હસ્તે થયેલી છે. સદર પ્રાસાદ એકસને આઠ ફૂટ પહેળા તથા ઊંચાઇમાં ચેપન ફૂટ છે. પ્રાસાદનાં મુખ્ય રંગમંડપમાં શ્રી શત્રુ જ્ય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશીખર તીર્થોનાં પ્રતિકસમા દર્શનીય આરસ પટો: પાવાપરી, વૈભારગિરિ (રાજગૃહી,) તારંગાઇ, રાણપુર, ચંપાપુરી, અબુંદગિરિ તીર્થોના રમણીય કાચકામની કારીગરીવાળાં પટા-વાજીંત્ર, સાથે નૃત્યકળા કરતી અષ્ટ દેવાંગનાઓ અને શ્રી પંડરીક પ્રાસાદની દિવાલમાંના ભરત, બાહુબલી વિગેરેનાં દળે દર્શનીય છે. પ્રસાદના ઉપરના મજલે પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને ત્રીજે મજલે શિખરમાં ચૌમુખજી બિરાજમાન છે. ત્રણ શિખરથી શોભતો અનુપમ પ્રાસાદ વડોદરામાં આ એક જ છે. વિશ્વ વિખ્યાત સ્વ. શ્રી આત્મારામજી ઉફે શ્રી વિજ્યનંદ સૂરિશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સ્વ. પટ્ટધર યુગવીર આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિશ્વરજી મહારાજની મૂર્તિઓ સદર પ્રાસાદમાં બિરાજમાન કરવામાં આવેલી છે. આ રીતે સદર પ્રાસાદ પ્રાચીન નથી અર્વાચીન કલાને સુંદર નમુને છે. શ્રી દાદાપાશ્વનાથ જિનાલય (નરસીંહજીની પાળ ) -શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અતિ પ્રાચીન પ્રગટ પ્રભાવી છે. પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ, ખંભાતમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ, એ પ્રમાણે વડોદરામાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુને મહિમા છે. સત્તરમાં સૈકામાં થએલ મહોપાધ્યાય ધમસાગર પ્રશિષ્ય શ્રી રાજસાગરજીએ શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ નવીન ભકતામર સ્તોત્રમાં કરેલી છે. મૂળ દહેરાસર કાષ્ટમય હતું, જેનો મંત્રી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. પ્રાચીન જીનાલય છણ થવાથી તેને પુનઃ જીર્ણોદ્ધાર કરાવી રમણીય આરસને પ્રસાદ શ્રી સંઘે બનાવી સંવત ૧૯૭૩માં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે. પાવાગઢ-ચાંપાનેરમાં જનની વસ્તી ન રહેવાથી લાવવામાં આવેલ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા તે જ પ્રસંગે સદર પ્રાસાદના મુખ્ય ગભારામાં ફરાવવામાં આવેલ છે. ઉપરના મજલે શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા સંવત ૧૯૪૭ માં કરાવવામાં આવી છે. બાજુમાં શ્રો અષ્ટાપદ તીર્થ તથા મુખજીના બે ગભારા આવેલ છે. ડાક વર્ષો પહેલા બાજુમાં ગુરૂમંદિરમાં પૂ. આ.શ્રી વલ્લભસૂરિશ્વરજી, પ્રવર્તક શ્રી કાતીવિજ્યજી તથા શાંતિમતિ શ્રી હંસવિજયજી મહારાજની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે. શહેરમાં આ મંદિર મેટામાં મોટું છે. શ્રી ચંદ્રપ્રભુ પ્રાસાદ (ઘડીયાળીપળ, જાનીશેરી):–આ શિખરબંધી થરવાલી પ્રાસાદ લગભગ સંવત ૧૯૦૦માં કલાસવાસી શ્રીમંત મહારાજ ખંડેરાવ ગાયકવાડના શાસનકાળમાં વૈદ્ય મોતીચંદ ધર્મચંદના સુપુત્રે રાજવૈદ્ય દલપતભાઈ, ભીખાભાઈ અને હરીભાઈએ બંધાવેલ છે. શિખરબંધી થરવાલી પ્રાસાદ વડોદરા શહેરમાં કલ્યાણ પાર્શ્વનાથ પછી બીજે હતિ. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુની બાજુમાં જમણે હાથે શ્રી ચંદ્રપ્રભુ તથા શ્રી અજીતનાથ પ્રભુ અને ડાબા હાથે શ્રી વાસુપૂજ્ય સ્વામી અને શ્રી સુમતિનાથ પ્રભુ છે. બહાર ગોખમાં શ્રી શિતળનાથ પ્રભુ તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. ત્રીજા ગોખમાં પરિકરમાંથી છૂટા પડેલ યાનસ્થ ઊભી પ્રતિમા છે. ધાતુ પ્રતિમાઓની સંખ્યા ૧૬ છે જેમાં હાલમાં એક ૧૧ ઈચના શ્રી શાંતિનાથ પ્રભુની ખુબજ સુંદર પ્રતિમા છે જે શ્રી મોતીલાલ વીરચંદના પૌત્ર શ્રી કાંતીલાલ લાલચંદે પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સંવત ૨૦૦૫ મહા સુદ ૧૧ ના રોજ પધરાવી છે. આ પ્રતિમા શહેરના વરઘોડા ઓછામાં દર્શન, પૂજનાથે પધરાવવામાં આવે છે. આવી મોટી બીજી એક ધાતુ પ્રતિમા શ્રી મહાવીર સ્વામીની ડા સમયમાં અત્રે પધરાવવામાં આવશે. બંને જોડેલી પ્રતિમાઓ દીલના દર્દ ભુલાવી વેરને ક્ષમા આપી શાંતિ આપશે. શ્રી આદિનાથપ્રભુ પ્રાસાદ (ઘડીયાળીપળ, જાનીશેરી) :-આ મંદિર અગીયાર પ્રાચીન જિનાલયોમાંનું સાગરસંધનું એક મુખ્ય દેરાસર છે. પ્રથમ તે કાષ્ટમય હતું. તેને જીર્ણોદ્ધાર વેદ છોટાલાલ હીરાભાઈએ શ્રી સંધ દ્રવ્યથી કરાવી લગભગ સંવત ૧૯૫૦માં ધાબાબંધી પ્રાસાદ બનાવેલ છે. મૂતિ પ્રાચીન અને ભવ્ય છે. બાજુમાં પ્રભુના જમણે હાથે શ્રી નેમિનાથ પ્રભુ અને ડાબા હાથે શ્રી સુમતિનાથ પ્રભુને લગભગ સંવત ૧૯૭૫માં વૈદ્ય છેટાલાલ હીરાભાઈએ ખંભાતથી લાવી પધરાવ્યા છે. કુલ ૯ આરસબિંબ તથા ૩૦ ધાતુ બિંબ છે. શ્રી કુંથુનાથ જિનાલય (ધડીયાળી પોળ) -આ મંદિર પોળના મુખ્ય રાજમાર્ગ પર આવેલું છે. શેઠ લીલાભાઈ ઝવેરીના પિતાશ્રી રાયચંદભાઈએ બંધાવેલ છે. મૂળનાયક શ્રી કુંથુનાથ પ્રભુની પંચધાતુની સુવર્ણ જેવી પ્રતિમા છે. તેની બાજુમાં એક તેવી જ પંચધાતુની પ્રતિમા છે. આમાંની ત્રીજી પ્રતિમા ડુંગરપુરમાં છે, જે ત્યાં મૂળનાયક તરીકે બિરાજમાન છે. સદર બને પ્રતિમાઓ ડુંગરપુરથી અત્રે લાવવામાં આવી હતી. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy