________________
૩૬ ૦
જૈનરત્નચિંતામણુિ
શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. મૂળનાયકની બાજુમાં મરુદેવી માતાની મૂર્તિ બિરાજમાન છે. ૮. એ જ વાસમાં શ્રી આદિનાથ ભગવાનના ઘર દેરાસરમાં મૂળનાયકની મૂર્તિ રમણીય અને ભવ્ય છે. ૯ એ જ વાસમાં શ્રી આદિનાથ ભગવાનના ઘર દેરાસરમાં પાષાણની ૬ અને ધાતુની ૧૯૬ પ્રતિમાઓ છે. ૧૦. એ જ વાસમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ઘર દેરાસર છે. ૧૧. શ્રી ગોરજીનું ધર દેરાસર છે.
આ સિવાય સંધવી શેરીમાં ઘર દેરાસર હતું, જેનું ખંડિયેર હજુ જોવાય છે.
આ જિનાલયની પાસે ડાબા હાથે ઝમકાવી દેવીનું મંદિર છે. શ્રી વિમલનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે. જેનું અસલ નામ વિજયાદેવી છે.
શેઠની શેરીમાં રહેતા શ્રાવક ઉત્તમચંદના મકાનની એક અલગ ઓરડીમાં નાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે.
સં. ૧૯૬૯માં અહીંના એક જેઠ નામના ઓડ જાતિનાં માણસને મકાનને પાયા ખોદતાં જમીનમાંથી શ્રી વાસુપૂજ્ય ભગવાનની પાષાણમયી ૧ અને ધાતુની વીશી, પંચતીથી વગેરે મળીને ૨૫ પ્રતિમાઓ મળી આવી હતી. આ બધી મૂર્તિઓ અહીંના શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરમાં પધરાવવામાં આવી છે.
વાવ ડીસાથી ૩૦ ગાઉ અને થરાદથી ૫ ગાઉના અંતરે વાવ નામનું પ્રાચીન ગામ છે. અહીં વેતાંબર જૈનોનાં ૧૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય અને ૧ જૈન ધર્મશાળા છે. અહીં ત્રણ જૈન મંદિર છે.
(૧) સૌથી મોટું બજારમાં આવેલું શિખરબંધી જિનાલય શ્રી અજિતનાથ ભગવાનનું છે. મૂળનાયકની ધાતુની પ્રતિમા સા ફૂટ ઊંચી ભવ્ય અને પ્રાચીન છે. થિરપાલ ધરુએ સં. ૧૦૧ માં થરાદ વસાવ્યું અને સં. ૧૩૬ માં આ પ્રતિમા ભરાવીને પોતે બંધાવેલા થરાદના મંદિરમાં પ્રતિષ્ઠિત કરી હતી. મુસલમાનોના હુમલા સમયે આ પ્રતિમાં થરાદથી અહીં લાવવામાં આવી હતી.
(૨) ગામ બહાર શિખરબંધી દેરાસર શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. (૩) ત્રીજુ મંદિર શ્રી ઋષભદેવ ભગવાનનું છે.
ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી અઢી માઈલ પર ચંદ્રાવતી ગામ આવેલું છે.
આબુ પરમારોની આ રાજધાની હતી. મહામંત્રી વિમળશાહ અને વસ્તુપાળ તેજપાળના વખતમાં આ નગરીની જાહેરજલાલી અપૂર્વ હતી. હજારો શ્રાવકોના ઘરો અને ૧૮૦૦ જીનમંદિર હેવાનો ઉલ્લેખ મળે છે. અલાઉદીન ખીલજીના અને બીજા મુસલમાન બાદશાહના હુમલામાં ચંદ્રાવતીને નાશ થ.
મહામંત્રી વસ્તુપાળના લઘુબંધુ તેજપાળની પત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના પોરવાડ ગાંગાને પુત્ર ધરણીગની પુત્રી હતી.
આજે તે ચંદ્રાવતીમાં ખંડિય અને કલાના નમૂનારૂપ મદિરે તથા મૂતિઓના અવશેષો માત્ર મળે છે. અતિ પ્રાચીન શ્રી ઈલદુર્ગ (ઈડરગઢ) તીર્થ.
ઈડર એક રળિયામણું શહેર છે, ગઢ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું જીનાલયવાળું તીર્થ સ્વરૂપયાત્રા કરવાલાયક ભવ્ય શ્રી જિનમંદિર છે, પ્રાચીન તીર્થમાળાઓમાં ઈલાદુગ (ઈડર) તીર્થનું નામ આવે છે, શહેરથી તળેટી એક કિલોમીટર દૂર છે, બાળા રોા પગથીયા બાંધેલા હેવાથી ચઢાવ સુગમ છે, અર્ધા કલાકમાં ગઢ ઉપર ચઢી શકાય છે, ગઢ ઉપર દહેરાસર પાસે પ્રાચીન વાવ તથા મોટા બગીચે છે, પાછળના ભાગમાં ગુફાઓ છે, આગળના ભાગમાં ધર્મશાળા છે, શેઠ આણંદજી મંગળજીની પેઢીના મુનીમજી તથા માણસો વિગેરે ત્યાં રહે છે. યાત્રાળુઓને પૂજા કરવા માટેની બધી સગવડ મળી રહે છે. ઈડર શહેરમાં વેતામ્બર જેનોનાં ૧૫૦ ધર છે. પાંચ દહેરાસરે છે, ત્રણ ઉપાશ્રય છે, હસ્ત લિખિત પ્રાચીન ભંડાર છે. તથા છાપેલા ગ્રન્થને ભંડાર પણ છે. યાત્રાળુઓને ઉતરવા માટે નવીન વિશાળ જૈન ધર્મશાળા છે, અદ્યતન બધી સગવડો તેમાં રહેલી છે, તે ધર્મશાળામાં જ કાયમી જૈન ભોજનશાળા ચાલુ છે. ઈડર નગરમાં યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુના જિન મંદિરમાં ઊંચા શિખર પરના રહેલા ધ્વજદંડને અગ્રભાગે, પવનની ઊર્મિઓથી ચલાયમાન થયેલી પતાકા લોકોને એવો બોધ કરતી હોય એમ લાગે છે કે “હે વિદ્વાને ડાહ્યાઓ ! મારી પેઠે લક્ષ્મી ચંચળ છે, માટે તેને દાન કરી આપી દો.
રણમલ ચોકીનું દહેરાસર પૂ. આચાર્ય શ્રી વિજય દેવસૂરીના ઉપદેશથી ઈડરના રાજા કયામલે રણમલ ચાકી નામના શિખર ઉપર એક ભવ્ય જિન મંદિર બંધાવ્યું હતું જે અદ્યાપિ વિદ્યમાન છે, પરંતુ કેટલાક વર્ષ પૂર્વે તેમાંથી મૂર્તિઓ ઉપાડી લેવામાં આવી છે, ઈડર ગઢ ઉપર શત્રુંજય તથા ગિરનાર તીર્થોની સ્થાપના હતી આવી જ સ્થપના વર્તમાન સમયમાં રાજસ્થાન, નાડલાઈ વિગેરે ગામે છે, અમીપુરના ઓશવાળ કુળના શ્રેષ્ઠી સોની ધનરાજના પુત્ર શ્રેષ્ટી ઈશ્વર અને પતા એ બે ભાઈઓએ કુમાર
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org