SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૩૮ સૌરાષ્ટ્ર અને કચ્છના આપણે જૈન તીર્થસ્થળોની ભાવયાત્રા કર્યા બાદ હવે આપણે ગરવી ગુજરાતના પ્રાચીન–અર્વાચીન તીર્થોને પરિચય કરવા સાનંદ આગળ વધીએ. ભારતવર્ષમાં ગુજરાત આજે ધર્મ, સંસ્કૃતિ અને કળાની બાબતમાં પિતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અતિ પ્રાચીન કાળથી આ ભૂમિમાં જૈન ધર્મને પ્રસાર હતા એવી ને જૈન ગ્રંથમાંથી મળી આવી છે. જેનેએ અહીં પિતાની સમગ્ર શક્તિ એના ઉપાસના મંદિર પાછળ રેલાવી દઈ ગુર્જર ભૂમિને નંદનવન સમી બનાવી દીધી છે. કેટલાંક સ્થળો તે ધટા ભર્યા લતા-મંડપ જેવાં મંદિરોના ઝૂમખાંની સૃષ્ટિથી એમના કળા ભક્તિ અને અપૂર્વ ત્યાગનું ગૌરવ ધારી બેઠા છે. નાનું ગામડું પણ એવા એકાદ મંદિરની રચનાથી નગરની શોભા દાખવી રહ્યું હોઈ એમ જણાઈ આવે છે. ગુજરાતમાં શત્રુ જ્યની પ્રાચીનતા, ગિરિનારની ઉ¢ગતા, તારંગાની એજસ્વિતા અને કુંભારિયાજીની કળામયતાની વિશેષતાઓથી કલાપ્રેમીઓના હૃદય ભક્તિભીના બની જાય છે. આ સિવાય ઈડર, પાવાગઢ, તાલધ્વજગિરિ, કદમ્બગિરિની ટેકરી વગેરે પહાડીઓના શિખરો જૈનેને દેવ મહાલથી ઓપતા તીર્થધામ બન્યા છે. કહી શકાય એમ છે કે ગુજરાતના લગભગ બધા નાના મેટા પહાડ પર જેનેએ પિતાની સંસ્કૃતિને ઊર્વગામી ગૌરવ વજ ફરકતો રાખી વન્ય ભૂમિને સંસ્કારી ઉજાળી જંગલમાં મંગલમય સમૃદ્ધિ સજી દીધી છે. આટલી ઓછી નોંધ લીધા પછી હવે આપણે ગુજરાતના તીર્થો અને નગરના રમણીય મંદિર પ્રદેશ ઉપર નજર ફેરવીએ. શંખેશ્વર શંખેશ્વર પાસજી પુજીએ, નરભવને લહાવો લીજીએ, મન વાંછીત પૂરણ સુરતરૂ, જય રામા સુત અલસરૂં. શાશ્વતા શત્રુંજય તીર્થ પછી જેની મહત્તા અર્વાચીન કાળમાં અભુત લેખવામાં આવે છે એ શંખેશ્વર તીર્થ આજે અલૌકિક અને ચમત્કારી તીર્થ ગણાય છે. અહીં પ્રગટ, પ્રભાવી, અધિષ્ઠાયક દેવોથી સેવિત ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક અને અદ્દભુત પ્રતિમાના દર્શન કરતાં ભાવવિભોર બની જવાય છે. આ પ્રાચીન પ્રતિમાને ઈતિહાસ નેવું હજાર વર્ષ જેટલો જૂને હેવાનું કહેવાય છે. જૈન ગ્રંથના કથન મુજબ ગત ઉત્સર્પિણી કાળના નવમાં તીર્થકર શ્રી દામોદર સ્વામીના ભક્ત અષાઢી શ્રાવકે ચારૂપ, સ્તંભપુર અને શંખેશ્વરમાં આ પ્રતિમાઓ ભરાવી હતી. કેટલોક સમય ઉકત પ્રતિમા દેવલેકમાં પણ પુજાઈ છે. મહાભારતના યુદ્ધકાળ દરમિયાન આ ભૂમિ પર શ્રીકૃષ્ણ અને જરાસંધ વચ્ચે ભયંકર યુદ્ધ થયેલ. જરાસંધની જરા નામની વિદ્યાથી જ્યારે શ્રીકૃષ્ણનું સૈન્ય બેભાન બન્યું ત્યારે શ્રી અરિછનેમિ પ્રભુની સહાયથી શ્રીકૃષ્ણ શ્રી પદમાવતીદેવીનું અઠ્ઠમ તપ દ્વારા આરાધન કરી દેવલોકમાં રહેલી પેલી પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારી પ્રતિમા મેળવી તેનું ભાવપૂર્વક પૂજન કરી તેને હવેણ જળથી પિતાના સૈન્યને ચેતનવંતુ બનાવી જરાસંધ પર વિજ મેળવ્યું. આ વિજયની ખુશાલીમાં શ્રીકૃષ્ણ શંખને નાદ કર્યો તેથી આ ગામનું નામ શંખપુર પડયું. કાળક્રમે શંખપુર ઉપરથી શંખેશ્વર ” નામ થયું અને ઉકત પ્રતિમાનું નામ “શંખેશ્વર પાર્શ્વનાથ' કેમાં પ્રસિદ્ધિ પામ્યું. આ તીર્થને ઐતિહાસ કાળ વિ. સં. ૧૧૫૫ થી શરૂ થયો ગણાય. કેમકે આ તીર્થને પ્રથમ જીર્ણોદ્ધાર એ કાળમાં સિદ્ધરાજ જયસિંહના મંત્રી સજજન શેઠે કરાવ્યો. બીજે જીર્ણોદ્ધાર વિ. સં. ૧૨૮૬ ની આસપાસ મહામંત્રી વસ્તુપાળ – તેજપાળે કરાવ્યું. ત્રીજે જીદ્ધાર ઝીંઝુવાડાના રાણું દુર્જનશલ્ય સં. ૧૩૦૨ ની આસપાસ કરાવ્યો. એ પછી ચૌદમી સદીમાં અલાઉદ્દીનના ધાડાઓથી આ તીર્થને સંપૂર્ણ નાશ થયો. શ્રીસંઘે મૂળ નાયકજીની પ્રતિમા અગમચેતી વાપરીને જમીનમાં ભંડારી દીધી. આ પ્રાચીન જિનલયના અવશેષ હાલના શંખેશ્વર ગામની બહાર હોવાનું જણાય છે. શંખેશ્વરથી ચંદુરના રસ્તા પર લગભગ દોઢ કિ. મી. ના અંતરે જતાં દટાઈ ગયેલા મકાનની ટેકરી જોવાઈ છે. જેનું શંખેશ્વર ગામ પણ એ તરફ હતું. આ તીર્થનું હાલનું ગગનચુંબી વિશાળ જિનાલય વિ. સં. ૧૭૬૦ આસપાસ બન્યું હોવાનું અને તેની પ્રતિષ્ઠા વિજય પ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે થયાના ઉલ્લેખ મળે છે. કલિકાળમાં આ તીર્થના અનેક ચમત્કારે સાંભળવા મળે છે. અનેક ભાવિકે અહીં અઠ્ઠમ તપની આરાધના દ્વારા પિતાની કર્મમળને ખપાવે છે. તીર્થમંદિરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ૧.૮૨ મીટરની શ્વેતવણું પદ્માસનસ્થ મહિમાવંત પ્રતિમાના દર્શન કરતાં મન જાણે ધરાતું નથી. પ્રભુ પાસેથી ખસવાનું મન થતું નથી એવું અલૌકિક વાતાવરણ અહીં પ્રવર્તે છે. ગામને છેડે બસ સ્ટેશન પાસે હમણું જ બનેલા વિશાળ આગમ મંદિરમાં ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીની તેજોમય પ્રતિમા દર્શનીય છે. આગમ મંદિરના પ્રાંગણમાં જ વિશાળ ધર્મ શાળા અને ઉપાશ્રયના મકાને છે. અહીં ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. યાત્રિકોને ભાતું પણ અપાય છે. ઊતરવા-રહેવા માટે છ એક જેટલી સુવિધાયુકત ધર્મશાળાઓ છે. Jain Education Intemational For Private & Personal Use Only Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy