________________
૩૧૬
જૈનરત્નચિંતામણિ
છે. સ્વચ્છ રાજમાર્ગો અને રસ્તાની બંને બાજુ ઊંચા ઊંચા મકાને શહેરની પ્રાચીન બાંધણીને ખ્યાલ આપે છે. શ્રી ગિરનારજી તીર્થને શ્રી રૈવતગિરિ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ ગિરિરાજની ભવ્યતા જોઇ રૂવાટાં ખડા થઈ જાય છે. શત્રુંજયની પાંચમી ટ્રક તરીકે પ્રસિદ્ધ આ પવિત્ર ગિરિરાજ ઉપર આ અવસર્પિણી કાળમાં થયેલ બાલબ્રહ્મચારી બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવંતના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણક થયા છે. તેમ જ આગામી ચોવીશીના ચોવીશે તીર્થકરો. આ ગિરિરાજ પર મેક્ષ પામવાના છે તેવો પ્રઘોષ સંભળાય છે.
શ્રી ગિરનાર પર્વત પર ચઢતા સર્વ પ્રથમ શ્રી નેમિનાથ ભગવાનની ટૂક આવે છે. તેમાં ૧૪૦ સે. મિ. ની શ્રી નેમિનાથ પ્રભુની શ્યામવર્ણી, લેપ્યમયી, પદમાસનસ્થ ભવ્ય પ્રતિમાને જોતા મન પ્રસન્નતા અનુભવે છે. પ્રતિમા અતિ પ્રાચીન છે. આ ટ્રકના મૂળ ગભારાને ફરતી ભમતી છે. ભમતીમાં ૮૪ દેરીઓ છે. ભમતીમાં અને રંગમંડપમાં ઘણાં દર્શનીય પ્રતિમા જીઓ છે. ગભારાની સામે ૧૪૫ર ગણધરની પ્રાચીન બે વિભાગમાં વહેચાયેલી પાદુકાઓ છે. પશ્ચિમ દિશામાં નંદીશ્વર પિને આરસપટ્ટો તથા પદ્માવતીજી છે. ઉત્તર દિશામાં સમેતશિખરે સિદ્ધ થયેલ વીશ જિન ભગવંતોને આરસપદ્દો છે. પૂર્વ દિશામાં શ્રી સિદ્ધાલજીને સુંદર, કલાત્મક પટ છે અને દક્ષિણ દિશામાં શ્રી મહાવીર સ્વામી ભગવંતની શ્યામવણી પ્રતિમા તથા બાજુમાં લેપ કરાયેલ સિંહ લાંછનવાળા શ્યામ પ્રતિમાજી કે જે રથનેમિ હોવાનું કહેવાય છે તે દર્શનીય છે.
પ્રથમ ટ્રકમાં શ્રી નેમિનાથ ભ. ની ટ્રક ઉપરાંત જગમાલજીનું મંદિર, મેરક વસીની ટ્રક, સંગ્રામ સેનીની ટ્રક, કુમારપાલની ટ્રક, શ્રી ચંદ્રપ્રભુજીની ટૂક, વસ્તુપાલ તેજપાલની ટૂક, ગુમાસ્તાની ટૂક, સંપ્રતિ મહારાજની ટ્રક આદિ અનેક જિનમંદિરે અતિ ભવ્ય અને દર્શનીય છે. આ તીર્થની અધિષ્ઠાત્રી શ્રી અંબિકાદેવીની ટ્રક પણ દર્શનીય છે. શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા અને કેવળજ્ઞાન ક૯યાણ કે જ્યાં થયા છે તે ભૂમિ સહસામ્રવને (સહસાવન) દર્શનીય છે. હાલ ત્યાં પૂ. આ. શ્રી હીમાંશુસૂરિજી મ. ના સદુપદેશથી એક ભવ્ય બાવન જિનાલયનું નિર્માણ કાર્ય પૂર ઝડપથી થઈ રહ્યું છે. આ પર્વત પર આવેલ રામતીની ગુફા અને ચોવીશ જિનના પગલાં પણ છે. એક દિગમ્બર જૈન મંદિર તેમ જ હિન્દુઓના ઘણું ધર્મસ્થાનકે અહીં આવેલા છે.
ગિરનાર પર્વત ઉપરની ટ્રકોને ક્રમ આ પ્રમાણે છે: (૧) પહેલી ટ્રક શ્રી નેમિનાથ ભ. ની (૨) બીજી ટ્રક શ્રી અંબાજીની (૩) ત્રીજી ટ્રક ધડ શિખર (૪) ચોથી ટ્રક
ઓધડ શિખર આગળ ૪૦૦ ફીટ નીચે ઊતરતા ત્યાં એક મોટી શ્યામ શિલામાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજી અને બીજી શિલામાં પગલાં છે. (૫) થી ટ્રેકથી નીચે ઊતરી પાંચમી ટ્રકે અવાય છે. આ રસ્તો અતિ કઠીન છે. અહીં શ્રી નેમિનાથ ભ. ના શ્રી વરદત્ત ગણધરના પગલાં છે. શ્રી નેમિનાથ ભ. અહીં આ સ્થળે નિર્વાણ પામ્યા છે. આ પાંચમી ટ્રેકથી આગળ જતાં છઠ્ઠી અને સાતમી ટૂકે આવે છે. ત્યાં જવાનો. માગ ઘણે વિકટ અને પ્રદેશ અતિ ભયંકર છે. સાહસિક માણસે ત્યાં જઈ શકે છે.
જૂનાગઢ શહેરમાં ઉપરકોટ પાસે શ્રી મહાવીર સ્વામીનું અને જગમાલ ચોકમાં ગોરજીના ડેલા પાસે આવેલ શ્રી આદિશ્વર, ભાનું દેરાસર દર્શનીય છે.
અહીં ઊતરવા માટે ઉપરકોટ પાસે શ્રી બાબુની જૈન ધર્મશાળા અને શ્રી હેમાભાઈની ધર્મશાળા આવેલી છે. તેમાં તમામ સુવિધાઓ મળે છે. તીર્થને વહીવટ શેઠ દેવચંદ લમીચંદના નામથી શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ કરે છે.
શહેરના જોવાલાયક સ્થળમાં ઉપરકેટને કિટલે, સમ્રાટ અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરે, દામોદર કુંડ, આયના મહેલ, વિલિંગ્ડન ડેમ, મ્યુઝિયમ, સકકરબાગ (પ્રાણી સંગ્રહાલય) વગેરે ગણી શકાય.
જૂનાગઢ સૌરાષ્ટ્રનું મોટું શહેર અને જિલ્લાનું મથક છે. રેલવે અને બસ વ્યવહારથી ગુજરાતના મોટા ભાગના શહેરે સાથે જોડાયેલ છે. રેલવે સ્ટેશન અને એસ. ટી. સ્ટેશનથી ધર્મશાળા દેઢ કિ. મી.ના અંતરે છે. ધર્મશાળા સુધી કાર તથા બસ જઈ શકે છે. ધર્મશાળાથી તળેટી સાત કિ. મી.ના અંતરે છે અને ત્યાં જવા રિક્ષા-ઘેડાગાડી તેમ જ સિટી બસ સર્વિસ મળે છે. તળેટીથી ગિરનાર પર્વતનું ચઢાણ શરૂ થાય છે. તળેટીમાં એક સુંદર જિનમંદિર તથા ઊતરવા માટે ધર્મશાળા ૫ણ છે. અહીં યાત્રિકોને ભાતું પણ અપાય છે. તળેટીમાં ભોજનશાળાની વ્યવસ્થા હોવાથી યાત્રા કરનાર યાત્રિકોને જમવાની સારી સુવિધા મળે છે. તીર્થને વહીવટ કરનાર શ્રી દેવચંદ લમીચંદની પેઢી ગામમાં શ્રી બાબુની ધર્મશાળામાં પહેલા ભેજનશાળા ચલાવતી હતી. કોઈ કારણોસર આ ભેજનશાળા બંધ કરી દેવાઈ છે તેથી યાત્રિકોને જમવા માટે ભારે મુશ્કેલી પડે છે. તીર્થની વહીવટી પેઢી ગામની આ ભેજનશાળા વહેલી તકે શરૂ કરે તેવી અપેક્ષા છે.
*
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org