________________
૩૧૪
જેનરત્નચિંતામણિ.
છે. હાલ શ્રાવકની વસ્તિ ખાસ નથી. ગામ બહાર સડક છે. હરખભુવન નામની જૈન સેનેટરી છે, જે વેરાવળના શેઠ માણેકચંદ હરખચંદની બંધાવેલ છે,
વેરાવળ
(૯) શ્રી મહાવીર સ્વામી ભ. ના નવે જિનમંદિરને ઝૂમખો દેવવિમાનની ઝાંખી કરાવે છે. જેમાં પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય જિનેન્દ્ર પ્રસાદની પ્રતિષ્ઠા સં. ૨૦૦૮ના મહા સુદ-૬ને પૂ. આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ના વરદ હસ્તે થઈ છે. જિનાલયમાં નવ ગભારાથી સુશોભિત વિશાળ સભામંડપ ભાવિકોમાં અલાદ જગાવે છે, તે કલાપ્રેમીને આકર્ષે છે. તીર્થપતિ શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૧૧૫ સે. મી. ની ભવ્ય શ્વેતવર્ણ, પદમાસનસ્થ, પ્રભાવક પ્રતિમાના દર્શન કરતા આનંદવિભોર બની જવાય છે.
કુમારપાળ મહારાજાએ બંધાવેલ અષ્ટાપદજી મંદિર પણ અહીં મેજૂદ છે. મુખ્ય જિનાલય પાસે ચકેશ્વરી માતાની નાનકડી દહેરી દર્શનીય છે. પાસે જ ડોકરિયા પાર્શ્વનાથજી છે. જેઓના હાથમાં એક કેરી ટેલી જણાય છે. આ પ્રતિમા પ્રાચીન અને ચમત્કારિક ગણાય છે. આ પ્રતિમાના હાથમાંથી રોજ એક કેરી નીકળતી. અહીં બારમા સૈકાના સભામંડપ, શિલાલેખો અને ભોંયરાં વિદ્યમાન છે. ગામમાં કોઠારીમાં શ્રી નેમિનાથ ભ. ના મંદિરમાં ચંદ્રપ્રભસ્વામી સહિત ૯ પ્રતિમા છે. અહીંની મોટા ભાગની પ્રતિમાઓ સંપ્રતિકાળની અને એનાથી પણ વધારે પ્રાચીન હોવાનું કહેવાય છે. અહીં શ્રી ચંદ્રપ્રભસ્વામીજીના દેરાસરની નીચે ભોંયરામાં તામ્રપત્ર પર વિશિષ્ટ રીતે અંકિત કરેલ આગમમંદિર દર્શનીય છે.
સરસ્વતી નદીના તટ પર વસેલ આ નગરનું દૃશ્ય મનહર લાગે છે. અહીં સોમનાથના સાગર કિનારે આકાશ સાથે વાત કરતું સોમનાથ મહાદેવનું વિશાળ દેવાલય શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂના સમું છે. બિંદુ પુરાણમાં પ્રભાસપાટણના વર્ણન સાથે તેના મહિમાની વાત આવે છે.
અહી આપણા મંદિરના પ્રાંગણમાં જ ધર્મશાળા તથા ઉપાશ્રયના વિશાળ મકાને છે. અહીં ભેજનાલયની સગવડ નથી. પરંતુ અગાઉ પેઢી પર જણાવવામાં આવે તે ભેજનની વ્યવસ્થા થઈ શકે છે. જિન મંદિર સુધી કાર, ઘેડાગાડી વગેરે જઈ શકે છે. સાંકડા રસ્તાના કારણે બસ જઈ શકતી નથી.
આ પ્રાચીન તીર્થની એકવાર અવશ્ય યાત્રા કરવા જેવી છે.
પ્રભાસપાટણ તીર્થથી માત્ર સાત કિ. મી.ના અંતરે આવેલા આ પ્રાચીન નગર અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બંદરમાં આવતા આત્મા પ્રસન્નતા અનુભવે છે.
ત્રણ પ્રાચીન ભવ્ય જિનમંદિરથી આ નગરની શોભા વધી રહી છે. તેમાં (૧) માયલાકોટમાં શ્રી સુમતિનાથ ભગવંતનું (૨) બહારકોટમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું અને (૩) શ્રી મહાવીર સ્વામીનું નયનરમ્ય જિનાલય જોતાં જ આનંદવિભોર બની જવાય છે.
વેરાવળના ઇતિહાસમાં ધ્યાન ખેંચનારી હકીક્ત તે એ છે સકલ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર ભગવાન શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણને જ-મથી આ ભૂમિ વિભુષિત બની છે. આ શહેરનું પ્રાચીન નામ “વેલાકુલ' હતું, અહીં દરેક ક્ષેત્રે જૈનોનું પ્રભુત્વ છે. બહારગામ વસતા જેને પણ અહીં ઉદાર સખાવત કરે છે. શહેરની વસતિ ૮૦,૦૦૦ આસપાસની છે. તેમાં દેરાવાસીના ૪૦૦ અને સ્થાનકવાસીના ૩૫૦ ધર છે. અહીંનું ધીખતું બંદર વ્યાપારનું જબરું મથક છે.
અહીં ઊતરવા માટે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંધની એક ધર્મશાળા શહેરની મધ્યમાં આવેલ છે. ધર્મશાળા સુધી બસ કે કાર જઈ શકે છે. પાકિંગની વ્યવસ્થા છે.
જેની સાથે હિન્દુઓનું પણ આ શહેર પવિત્ર સ્થળ મનાય છે. શ્રીકૃષ્ણના અંતિમ પ્રસંગે સાથે આ નગર સંકળાયેલ છે. શહેરની છેવાડે આવેલા ગીતા મંદિર તેમ જ હિરણ. કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનું સ્થાન અહીં દર્શનીય છે. આ તીર્થની સ્પશના કરવાને લહાવો લેવા જેવો છે.
માંગરોળ વેરાવળથી ૬૦ કિ. મી. અને જૂનાગઢથી ૭૨ કિ. મી.ના અંતરે આવેલ માંગરોળ શહેર અનેક રોમાંચક ઘટનાએ ધરાવે છે. આ નગર પ્રાચીનકાળમાં ‘મંગલપુર' તરીકે ઓળખાતું હતું. અહીં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય દેરાસર છે. મૂળનાયક શ્રી નવપલવે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાં ભવ્ય અને તેજસ્વી છે. ચોકમાં બે ઉપાશ્રય છે. દેરાસરમાં શ્રી સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજય આદિ પાંચ તીર્થોની સુંદર રંગબેરંગી રચનાઓ છે જે દર્શનીય અને આકર્ષક છે. ગામ બહાર વાડીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મનોહર દેરાસર, વિશાળ ધર્મશાળા અને એક છે. સ્થાન રમણીય છે.
રવાડ સૌરાષ્ટ્રને નાઘેર પ્રદેશ બહુ જ ફળદ્રુપ ગણાય છે. ચોરવાડ એ નાઘેરને મધ્ય ભાગ છે. એની ચોમેર પાન, કેળાં, નારિયેળી, પપૈયા, કેરી આદિની સંખ્યાબંધ વાડીએ આપણને જોવા મળે છે. ગામમાં ચારે બાજુ કોટ છે, કેટની અંદર મધ્ય ભાગમાં જૈન મંદિર છે. મંદિર નાનું પણ પ્રાચીન છે. મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. દેરાસરની બાજુ માં ઉપાશ્રય તથા ધર્મશાળા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org