SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૦૭ દીઠી. આ તીર્થ તળાજાથી ૨૦ કિ.મિ.ના અંતરે અને પાલિતાણાથી ૫૫ કિ. મિ. ના અંતરે આવેલ છે. આ નાનકડી છતાં રમણીય ગામમાં સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ચાંદીની કટારીએથી કાચની કલાકારીગરી દ્વારા સુંદર ચિત્રપટ દહેરાસરના પ્રત્યેક ભાગમાં અંકિત કરવામાં આવ્યા છે. મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુની તેજસ્વી પ્રતિમાં નજરે પડતા આત્મા આનંદવિભોર બને છે. જિનાલયમાં બીજા અનેક સુંદર જિનબિંબના દર્શન કરતા અલૌકિક આનંદની આભા પ્રાપ્ત થાય છે. કાચની આવી અદ્ભુત કલાકારીગરીવાળું નાનકડું છતાં નયનરમ્ય જિનાલય ભાવિકોના હૃદયમાં આલાદ ભરી દે છે, તે કલાપ્રેમીને અપૂર્વ આનંદ આપે છે. અહીં ઊતરવા માટે ધર્મશાળાની તેમજ જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા છે. આ તીર્થને વહીવટ સ્થાનિક જૈન સંધ કરે છે. ભાવનગરથી ૫૦ કિ. મિ. અને મહુવાથી ૩૫ કિ. મિ. ના અંતરે આવેલ આ તીર્થની સ્પશન કરવા જેવી છે. તણસા – (શ્રી પાર્શ્વનાથ ભગવાન): તણસા ગામ ભાવનગરથી મહુવા રોડ ઉપર ત્રીશ કિ.મિ. દૂર આવેલું સેન્ટરનું ગામ છે. ભાવનગર, તળાજા, ઘેધા અને પાલિતાણા તીર્થની મધ્યમાં રોડ અને સતત વાહનવ્યવહારની સુવિધાથી સંકળાયેલું છે. તણસા ગામમાં મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલ છે. પાલિતાણા શ્રી શેત્રુજ્ય ગિરિરાજ ઉપર મૂળનાયક આદીશ્વર ભગવાનના રંગ મંડપમાં જમણી તરફનાં ગોખલમાં સંવત ૧૯૨૨ની સાલમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને અંજન શલાકા કરી બિરાજમાન કરેલ હતા, ત્યાર બાદ તણસા મુકામે સંવત ૧૮૪૩ના મહાસુદી બીજના દિવસે પ્રખર વિખ્યાત અતિ મુનિશ્રી દલીચંદજી મહારાજ સાહેબે પ્રતિષ્ઠા કરાવી મૂળનાયક તરીકે બિરાજમાન કરેલ છે. આ ભગવાન સાથે શ્રી પદ્મપ્રભુશ્રી સુવિધીનાથ, શ્રી સંભવનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વિમલનાથ અને શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનને પરિવાર બિરાજમાન છે. સંવત ૧૯૯૨ની સાલમાં પૂ. મિત્રવિજયજી મહારાજ સાહેબના ઉપદેશથી આ દહેરાસરજીને જીર્ણોધ્ધાર થયેલ હતા. ત્યારબાદ સં ૨૦૧૧ની સાલમાં શાસક સમ્રાટ ૫ પૂ. શ્રી દર્શન સુરિશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં ધ્વજદંડ પ્રતિષ્ઠા થયેલ છે. આ દેરાસરમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનને અમી ઝરે છે. તેમજ અખંડ દિપકની જયોત લાલ કેશરવરણી થાય છે. તે દર્શનનો લાભ લેવા વિનંતી છે. આ મંદિરના વિકાસમાં કનાડિયા પરિવારનો ધણે જ બહુમૂલ્ય ફાળો રહ્યો છે. જેસર પાલીતાણુ પાસેનું જેસર ગામનું જૈન દેરાસર મહત્ત્વનું સ્થળ છે. આ ગામના શ્રી બેચરદાસ રામજીભાઈ, જેચંદભાઈ રાઘવજી, શ્રી જુઠા નેમા, તેમજ શ્રી ત્રિભવન કાળાની સૂચનાથી ૧૯૭૭માં ખંભાતથી પ્રતિમાજી લાવવામાં આવ્યા અને એક વર્ષ દેરાસરમાં પણ રાખીને ૧૯૭૮માં જેઠ સુદ પાંચમના રોજ પર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દશનસૂરિશ્વરજી મ. સા. ને સાનિધ્યમાં મહુવાવાળા શેઠશ્રી કસળચંદ કમળશી તરફથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી. ત્યારે ગામ ધુમાડો બંધ કરાવેલ. આ દેરાસરનું ચણતર કામ ૧૯૬૪થી શરૂ કરી ૧૯૭૮ સુધીમાં શિખરબંધી પૂર્ણ કરાવેલ. કહેવાય છે કે અહીં જ્યારે શ્રી પ્રધાન વિજયજી મ. સા. વિદ્યમાન હતા ત્યારે વિરોક વર્ષ પહેલાં દરેક પ્રતિમાજીએમાંથી અમી ઝર્યા હતા. અહીં ૫૦૦ જેનોની વસ્તી છે અને કાયમી વર્ધમાન તપ રડું શરૂ છે. ભાઈઓ તથા બહેનના અલગ અલગ ઉપાશ્રયો છે. અત્રેના દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી સહિત બીજા ૧૩ પ્રતિમાજીઓ મળી કુલ ૧૪ પ્રતિમાઓ છે. કામદાર અમરચંદભાઈ પાનાચંદભાઈએ સખત પરિશ્રમ લઈ અહીં ઉપાશ્રયે તૈયાર કરાવ્યા. આપણુ જેન ભાઈઓએ સ્વયં શ્રમદાનથી પાયામાં પથ્થર વગેરે નાખી જાતમહેનતથી દેરાસર તૈયાર કરવામાં ફાળો આપેલ છે. ঢুিরে ট্রেেেেেেেQ TE જો દરત s કે માસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy