________________
જેનરત્નચિંતામણિ
જે પણ
શહેર છે.
13 માલણ નદીના તીરે વસે
ચની પંચ તીથીન
શ્રી તાલધ્વજગિરિ પાલિતાણુથી ૩૮ કિ.મિ.ના અંતરે તળાજા નામના ગામમાં ટેકરી પર આ તીર્થ આવેલું છે. આ તીર્થને પૂર્વકાળમાં શત્રુજય ગિરિરાજની ટ્રક માનવામાં આવતી હતી. આજે પણ આ તીર્થને શ્રી શત્રુંજયની પંચ તીથનું એક તીર્થ સ્થળ માનવામાં આવે છે.
તળાજા ગામથી એક ફર્લોગ દૂર તાલધ્વજગિરિ પહાડ આવેલ છે. ચઢાવ બહુ સરળ અને અર્ધો કિ.મિ. જેટલો છે. પર્વતની ઊંચાઈ ૩૨૦ ફીટ છે. ગિરિરાજ ચઢવા માટે પાકા પગથિયા બાંધેલા છે.
ગિરિરાજ ઉપર ત્રણ ભવ્ય જિનાલય છે. સૌ પ્રથમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ.નું જિનાલય દષ્ટિગોચર થાય છે, ત્યાંથી છેડે ઉપર જતા સાચાદેવ તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી સુમતિનાથ ભ.ની મૂળ ટ્રક આવે છે. ૭૯ સે.મી.ની શ્યામવર્ણ, પદમાસનસ્થ, સાચાદેવ સુમતીનાથ પ્રભુની પ્રતિમા અત્યંત તેજસ્વી અને મહિમાવંત જણાય છે. આ પ્રતિમા સંપ્રતિકાળની ગણાય છે. અહીં દીવાની અખંડ જયોત રહે છે, તેમાં મેશ કાળીને બદલે કેશરવણી બને છે. સૌથી ઉપરની ટ્રકમાં શ્રી મહાવીર સ્વામી ભીનું ભવ્ય મંદિર આવે છે. તેમાં ચૌમુખ પ્રતિમાના દર્શન કરતા આત્મા આનંદવિભોર બને છે.
મહુવા નૈસર્ગિક સૌંદર્યના ધામસમું અને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે. પ્રસિદ્ધિ પામેલું મહુવા માલણ નદીના તીરે વસેલ એક રમણીય શહેર છે, એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના સાગરકાંઠાનું એક અગત્યનું બંદર છે.
મહુવા ઘણું પ્રાચીન નગર છે. પ્રાચીન નામ “મધુપુરી” કે “મધુમતી” હેવાના શાસ્ત્રીય ઉલેખ મળે છે. દશ પૂર્વધર લબ્ધિસંપન ભગવાનશ્રી વજીસ્વામી મહારાજના પાદસ્પર્શથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. ખુદ ત્રિશલાનંદન નંદીવર્ધન રાજાએ શ્રી મહાવીર પ્રભુની હયાતીમાં ભરાવેલ અને તેથી જ જીવિતસ્વામી તરીકે પ્રસિદ્ધ થયેલ શાસનપતિ શ્રી વર્ધમાન સ્વામીના ગગનચુંબી આલીશાન જિનમંદિરથી આ નગર શોભી રહ્યું છે. શ્રી શત્રુંજય તીર્થના ૧૪માં ઉદ્ધારમાં અનર્ગલ લક્ષ્મીને સદવ્ય કરનાર શ્રેષ્ઠિવર્ય જાવડશાહ અને પરમહંત ગુર્જરેશ્વર કુમારપાળ મહારાજાની સામે ઉછામણીમાં સવા કરોડ સોનૈયાના ચઢાવાથી તીર્થમાળ પહેરી સવા કરોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હારનું પરમાત્માના કંઠમાં આરોપણ કરનાર ધર્મવીર જગડુશાહ જેવા નરરત્નના જન્મથી આ ભૂમિ ધન્ય બની છે. પૂ. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજ, પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી દશનસૂરિશ્વરજી મહારાજનો જન્મ પણ આ નગરમાં થયો હતો. અમેરિકામાં જનધર્મને જયજયકાર કરાવનાર બેરિસ્ટર શ્રી વીરચંદ રાધવજી ગાંધી, જાદુગર નથુભાઈ મચ્છીચંદ અને દાનવીર શેઠશ્રી કસળચંદ કમળશી આ નગરના ન૨૨ હતા.
શહેરમાં શ્રી જીવિતસ્વામીનું ભવ્ય જિનાલય છે. જિનાલયમાં ૯૧ સે.મી.ની તવણ, પદ્માસનસ્થ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય પ્રતિમાના દર્શન કરતા આત્મા આનંદવિભોર બને છે.
આ જિનાલયની પાસે જ સ્વ. આ. શ્રી નેમિસૂરિજી મ.ના જન્મ સ્થળે નેમિ-પાર્ધ વિહારનું ભવ્ય જિનાલય દર્શનીય છે.
ગામ બહાર શ્રી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ પાસે શ્રી શાંતિનાથ ભાનું દેરાસર દશકમાં અલાદ જન્માવે છે.
મહુવાના બાગ-બગીચા અને દરિયાકાંઠે ખાસ જોવાલાયક છે. લાકડાના રમકડાં માટે આ શહેર પ્રખ્યાત છે.
આ તીર્થમાં ધર્મશાળા તથા ભેજનશાળાની સગવડતા છે. સમુદ્ર કિનારે આવેલ આ શહેરનું પ્રાકૃતિક દશ્ય ખૂબ જ મનોરમ્ય છે. જયાં જુઓ ત્યાં નાળિયેરીના ઝુંડે, આસોપાલવની ઘટાઓ અને અન્ય વૃક્ષોની હારમાળાઓ જાણે મલયગિરિની યાદ અપાવે છે. તીર્થને વહીવટ સ્થાનિક જન સંધ કરે છે. અહીંથી પાલિતાણા ૬૫ કિ.મિ. અને ભાવનગર ૭૦ કિ.મિ.ના અંતરે આવેલ છે.
આ તીર્થ અતિ પ્રાચીન મનાય છે. શ્રી ઋષભદેવ ભ.ના પુત્ર શ્રી ભરત ચક્રવતી અહીં યાત્રાથે પધાર્યા ત્યારે અહીંયા એક સુંદર મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુયેન સંગે પણ પિતાની નોંધપોથીમાં આ તીર્થનું વર્ણન લખેલું છે. વર્તમાન મંદિર ૧૨મી સદીમાં મહારાજા કુમારપાળે બંધાવ્યું હેવાના ઉલેખ મળે છે. અહીંને છેલ્લે ઉદ્ધાર સં. ૧૮૭૨ માં વૈશાખ સુદ-૧૩ના દિવસે કરવામાં આવ્યો છે.
આ પર્વતના પાછળના ભાગમાં એભલ મંડપ તરીકે ઓળખાતી ગુફા ઉપરાંત અન્ય ગુફાઓ પાછળ રોમાંચક ઈતિહાસ છુપાયેલું છે.
તળાજા ગામ રેલવે તથા બસ માગે ગુજરાતના મોટા ભાગના શહેર સાથે જોડાયેલ છે. તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. ધર્મશાળાથી તાલધ્વજ પર્વતનું ચઢાણ ૬૦૦ મીટરનું છે, પરંતુ ચઢાણુ ખાસ મુશ્કેલ નથી. ધર્મશાળા સુધી પાકે રસ્તા છે. કાર તથા બસ ધર્મશાળા સુધી જઈ શકે છે. તીર્થનો વહીવટ શ્રી તાલવજ જૈન શ્વેતામ્બર તીર્થ કમિટીના નામથી થાય છે. ગામમાં શ્રી મલિનાથ ભીનું જિનાલય અને રેલવે સ્ટેશન પાસે શ્રી તાલધ્વજ વિદ્યાથીની ગૃહમાં શ્રી શાંતિનાથ ભ.નું દેરાસર દર્શનીય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org