SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ જેનરત્નચિંતામણિ છે. બીજા બે નૂતન જિનાલયે પણ હમણાં બનેલાં છે તે પણ દશનીય છે. ગિરિરાજ પરનું શ્રી આદિશ્વર ભ.નું મુખ્ય જિનાલય સમગ્ર યાત્રાના આકર્ષણનું મધ્યબિંદુ છે. આ ભવ્ય જિનાલયમાં શ્રી આદિશ્વર ભ.ની પદ્માસનસ્થ ૨.૧૬ મિટરની તેજસ્વી પ્રતિમા ભાવિકોમાં આહલાદ ઉત્પન્ન કરે છે. તે કલાપ્રેમીના ચિત્ત હરી લે છે. પાલિતાણા ગામથી લગભગ ૫ કિ. મિ. ના અંતરે આ ગિરિરાજ આવેલ છે. પર્વત પરનું ચઢાણ લગભગ ચાર કિ. મિ. છે. આ તીર્થમાં કાર્તિક પૂર્ણિમા, ફાગણ સુદ-૧૩ ( છ ગાઉની પ્રદક્ષિણ), ચેત્રી પૂનમ, અક્ષય તૃતિયા અને અષાઢી ચૌદશના મોટા મેળા ભરાય છે. દેશભરમાંથી લાખો ભાવિકે અહીં યાત્રાથે આવે છે. અહીં ઊતરવા માટે ૧૦૦ જેટલી વિશાળ ધર્મશાળાઓ છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. જમવા માટે ત્રણથી ચાર ભજનશાળાઓ ચાલે છે. શ્રી શત્રુંજ્ય મહાતીર્થ શેત્રુજા સમો તીરથ નહીં, ઋષભ સમો નહીં દેવ; ગૌતમ સરીખા ગુરુ નહીં, વળી વળી વંદુ તેહ ! અનંત યુગોથી અનેક આત્માઓને તારનારા આ શાશ્વતા. તીર્થને જોતાં કોનું હૈયું નાચી ન ઊઠે ? સમગ્ર આર્યાવર્તના શણગાર સ્વરૂપ આ તીર્થને સઘળા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે અને જે ભૂમિની તસુએ તસુ જમીન અતિ પવિત્રત્તમ ગણાય છે એવા આ મહાન તીર્થમાં યુગાદિ જિનેશ્વર શ્રી ઋષભદેવ ભગવાને નવાણું પૂર્વ પર્યન્ત વિચરીને ધર્મની ઘોષ ગજાવ્યા છે. ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામી પાંચ કરોડ મુનિ સાથે અહીં ચિત્રી પૂનમના દિવસે નિર્વાણપદને પામ્યા છે. વર્તમાન ચોવીશીના શ્રી નેમિનાથ ભ. સિવાય બધા જ તીર્થ. કરેના પાદસ્પર્શથી આ ભૂમિ વિભૂષિત બની ચૂકી છે. જૈન સાહિત્યમાં આ તીર્થનો મહિમા વિષે અનેક અદ્દભુત ઉલલેખે, દંતકથાઓ અને વર્ણને ઉપલબ્ધ છે. આ અવસર્પિણુકાળમાં આ તીર્થના સોળ ઉદ્ધાર થયા છે. ૧૬મો ઉદ્ધાર ચિત્તોડના શ્રી કરમાશાહ વિ. સં. ૧૫૮૭માં કરાવ્યાના ઉલ્લેખ મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ શેઠ જાવડશા, કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મંત્રી પુત્ર બાહેડ, પેથડશાહ વગેરે મહાનુભાવોએ આ તીર્થની યાત્રા કરીને અહીં ઘણું ધર્મકાર્યો કર્યા છે. આ તીર્થમાં સૂરજ કુંડમાં સ્નાન કરવાથી કૂકડો થયેલા શ્રી ચંદરાજાએ ફરી અસલ સ્વરૂપ મેળવ્યું હતું. અહીં નંદિપેણ મુનિએ અજિત શાંતિસ્તવન ગાવાથી છીપાવશી ટૂંકમાં સામસામે આવેલી અજિતનાથ પ્રભુની અને શાંતિનાથ ભ.ની દેરીઓ બાજુબાજુમાં થઈ ગઈ હતી. જગપ્રસિદ્ધ મોતીશા શેઠે અહીં સીસાની પાટો અને સાકરના કોથળા ભરી દઈ અશક્ય ગણી શકાય એવી ખાઈ પૂરી અને નલિની ગુમ વિમાનના આકારની મોતીશાની ટૂંક બનાવી છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભિત આ તીર્થ સૌરાષ્ટ્રના અલંકારરૂપ ગણાય છે. તેની પાછળ ચોકીદાર સમાન કદમ્બગિરિની ગિરિમાળા છે. એના વામભાગે ભાડે ડુંગર છે. જમણા હાથે પવિત્ર શેત્રુજી નદી અને તાલધ્વજગિરિ છે. તેની તળેટીમાં પાલિતાણું નગર છે. યાત્રિકોથી મઘમઘી રહેલી આ નગરી અને પર્વતને દેખાવ અતિશય સુંદર લાગે છે. રેલવે તથા બસ વ્યવહારથી ગુજરાતના લગભગ સધળા શહેર સાથે જોડાયેલા આ શહેરમાં જૈનોની કેન્દ્ર વસતિ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી ધર્મશાળા પર આવવા ટાંગા ( ઘોડાગાડી)ની વ્યવસ્થા છે. તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થાય છે. ગામમાં શેઠ આ. કે. પેઢી સંચાલિત શ્રી આદિશ્વર ભીનું, શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભીનું અને ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથ ભાનું દેરાસર દર્શનીય છે. શ્રી શેત્રુંજી ડેમ પાલિતાણુથી ૮ કિ. મિ. ના અંતર શેત્રુંજી નદીના કિનારે પ્રાકૃતિક સૌંદર્યની હારમાળાઓમાં આવેલ આ તીર્થમાં આવતા જ અલૌકિક આનંદની આભા પ્રાપ્ત થાય છે. તીર્થના વિશાળ ગગનચુંબી જિનાલયમાં શ્રી શત્રુંજય પાર્શ્વનાથ ભ.ની કાળા આરસપહાણની પદ્માસનસ્થ ભવ્ય પ્રતિમા દષ્ટિગોચર થતા મસ્તક આપોઆપ નમી પડે છે. તીર્થમાં ધર્મશાળા તથા ભેજનશાળાની વ્યવસ્થા છે. અહીં શેત્રુંજી નદી ઉપર એક વિશાળ કાયી જળાશય બનાવવામાં આવેલ છે જે “Shetrunjee Danm” તરીકે હાલ પ્રસિદ્ધ છે. આ ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ માટે તેમ જ પીવા માટે પાલિતાણું શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. તીર્થને વહીવટ શેડ જિનદાસ ધર્મદાસની પેઢીના નામથી થાય છે. પાલિતાણાથી અહીં આવવા માટે બસ તથા ટાંગાની વ્યવસ્થા છે. ૧૦૮ જેટલા પાવન નામ ધરાવતા આ તીર્થમાં નવક દશનીય છે. આ પર્વતની પાછળની બાજુએ નીચે ઊતરતા “ઘેટીની પાગ” આવે છે. ત્યાં શ્રી આદિશ્વર ભ.ની ચરણપાદુકાની દેરી dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy