________________
૩૫૦
જૈન રત્ન ચિંતામણિ
પ્રભુએ ઉપરોક્ત ૧૧ પંડિતને ગણધર પદે સ્થાપી તેમજ અનેક ભવ્યાત્માઓને ધર્મ માર્ગમાં લાવી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ત્યારથી ૩૦ વર્ષ સુધી વિહાર કરી જગત ઉપર વિચરી મહાન ઉપકાર કર્યો
ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર પહેલાં પાર્શ્વનાથના સંતાનીય ચાર મહાવ્રતવાળા શ્રમણે વિદ્યમાન હતા, જેમાં આચાર્ય શ્રી કેશી ગણધર મુખ્ય હતા. ગણધર શ્રી ઈદ્રભૂતિ ગૌતમસ્વામી તેમને શ્રાવસ્તીમાં મળ્યા હતા અને તેમને એવી શંકા થઈ હતી કે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર સ્વામી એ બંને તીર્થ કરે છે અને તીર્થકરના માર્ગમાં ફેર ન હોવું જોઈએ. શ્રી ગૌતમસ્વામીએ તેનું સમાધાન કરતાં જણાવ્યું હતું કે બંનેના શ્રમણ સંઘમાં જે દેખાતે ફેર છે તે વાસ્વવિક નથી; ઇત્યાદિ ખુલાસાના પરિણામે શ્રીકેશીસ્વામી ભગવાન મહાવીર સ્વામીની પાસે તેમની આજ્ઞામાં આવી ગયા હતા. આ રીતે શ્રમણ સંઘનું મોટું સંગઠન થયું. | તીર્થકર ભગવાન મહાવીર ૧. મગધ (રાજગૃહી) ૨. અંગ (ચંપા) ૩. બંગ (બંગાળ-તામ્રલિપ્તી) ૪. કલિંગ (કાંચનપુર) ૫. કાશી (વારાણસી) ૬. કેશલ (અધ્યા ) ૭. કુરૂ (હસ્તિનાપુર) ૮. કુશા (સૌરીપુર) ૯. પાંચાલ (કાંપલા) ૧૦. જંગલ (અહિ છત્રા) ૧૧. સૌરાષ્ટ્ર (દ્વારિકા) ૧૨. વિદેહ (મિથિલા) ૧૩. વત્સ (કૌશામ્બી) ૧૪. શાંડિલ્ય (નંદિપુર) ૧૫. મલય (ભક્િલપુર) ૧૬. મત્ય (વૈરાટ) ૧૭, અસ્યઅચ્છ (વરૂણા) ૧૮. દર્શાણ-ખાનદેશ (મૃતીકાવતી) ૧૯. ચેદી (શક્તિમતી) ૨૦. સિંધુ-સૌવીર (વીતભય) ૨૧. સુરસેન (મથુરા) ૨૨. ભંગી (વિશાલા) ૨૩, વર્તા (માસપુરી) ૨૪. કુણાલ (શ્રાવથી) ૨૫, લાટ (કેટિવર્ષ) ૨૬. કેકય (અર્ધ દેશ)
વેતામ્બીકા આદિ સાડા પચીસ દેશમાં વિચરી ધર્મ પ્રચાર કરી સિંધુ સૌવીરના રાજા ઉદાયી, બનારસના રાજા અલખ, કપિલપુરના રાજા સંયતિ, દર્શાણપતિ દશણભદ્ર, સુગ્રીવનગરના રાજા બલભદ્ર, કુરૂ રાજા ઋષિશિવ, મહારાજા વીરાંગ, મહારાવીરજશ તથા વિશાલાની રાજકન્યાઓ, અંગ દેશની રાજકન્યા ચંદનબાલા, મહારાજા શ્રેણીકની ૨૩ રાણીએ, યુગબાહુની રાણી, મહારાજા શતાનીકની પટ્ટરાણી, રાજકુમારી જયન્તી, રાજગૃહીના રાજકુમાર મેઘ કુમાર વિ, સુદર્શનનો રાજકુમાર, પલાસપુરને રાજકુમાર, અર્ધમત્તો, આદ્રદેશને રાજકુમાર આદ્રક અને સુબાહુ વગેરે ૧૦ રાજકુમાર વિ.એ જૈન દીક્ષા સ્વીકારી શ્રમણ સંઘમાં દાખલ થયા.
મગધરાજ શ્રેણિક, મગધપતિ કેણિક, મગધેશ ઉદાયી, વિશલપતિ મહારાજા ચેટક, ગણરાજા શંખ, અવતીરાજ ચંડપ્રદ્યોત, અંગપતિ દધિવાહન, સુદર્શન, નગરરાજ યુગબાહ,
પલાસપુરને રાજા વિજયસેન, કુંડગ્રામપતિ ગણરાજા નંદિવર્ધન, વત્સરાજ શતાનિક, આમલકમ્પાને શાસક સેત, કેકયપતિ મહારાજા પ્રદેશી, પાવાપુરી શાસક ગણરાજા હરિત પાલ, કુરૂરાજા આદિતશત્રુ, ઋષભપુરપતિ ધનબાહ, વીરપુરને રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરપતિ વાસવદત્ત, બલ, સૌગલ્પિકાપતિ અક્ષતિહત, કનકપુરપતિ પ્રિયચંદ્ર, મહાપુરનરેશ, સુઘોષ નગરપતિ અર્જુન, ચપેશદત્ત અને કૌશલરાજ, મિત્રનન્દિ વગેરે સપરિવાર ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક થયા.
આ સિવાય શેઠ સુદર્શન, ધન્યકુમાર, કરોડપતિ શાલિભદ્ર, કસું દક, વિપ્ર ઋષભદત્ત, સાર્થવાહ સુજાત, ચંપાને મંત્રી ધર્મઘોષ, અવન્તીને રાજકુમાર ગોપાલ વગેરે કંદિલ પરિવ્રાજક વિગેરે પરિવાજ કે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને શેઠશાહુકારે વિ. પણ ભગવાનની પાસે આવી દીક્ષિત થયા હતા.
પ્રભુ મહાવીરના શાસનમાં એકંદરે ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૯,૦૦૦ વ્રતધારી શ્રાવકો અને ૭,૧૮,૦૦૦ વ્રતધારિણી શ્રાવિકાઓ હતી.
ક્ષમાશ્રમણ મહાવીરના શાસનની નીચે મુજબની ૮ વ્યક્તિએ આવતી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થંકર થનાર છે. (૧) મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા પદ્મનાભ
નામે તીર્થંકર થશે. (૨) ભગવાનના કાકા સુપાશ્વ આવતી ચોવીશીમાં બીજા
સુરદેવ નામે તીર્થકર થશે. (૩) મહારાજા ઉદાયી આવતી ચોવીશીમાં ત્રીજા સુપાર્શ્વ
નામે તીર્થકર થશે (૪) પિટ્ટિલ અણગાર આવતી ચોવીશીમાં ચોથા સ્વયંપ્રભ
નામે તીર્થ કર થશે (૫) દઢાયુ શ્રાવક આવતી વીશીમાં પાંચમા સર્વાનુભૂતિ
નામે તીર્થંકર થશે. ( ૬ ) શંખ શ્રાવક આવતી ચોવીશીમાં સાતમાં ઉદયપ્રભ
' નામે તીર્થકર થશે. ( ૭) શતક શ્રાવક આવતી ચોવીશીમાં દશમાં શતકીતિ
નામે તીર્થકર થશે. (૮) શ્રાવિકા સુલસા આવતી વીશીમાં પંદરમાં નિમમ
નામે તીર્થંકર થશે. (૯) શ્રાવિકા રેવતી આવતી ચોવીશીમાં સત્તરમાં સમાધિ
નામે તીર્થંકર થશે.
ક્ષમાશ્રમથ મહાવીરે અસ્થિક ગામે ૧, ચંપામાં ૩, વિશાલીમાં ૧૨, રાજગૃહીની બહાર નાલંદામાં ૧૪, મિથિલા નગરીમાં ૬, ભદ્રિકા નગરીમાં ૨, અલભિકા નગરીમાં ૧, શ્રાવસ્તીમાં ૧, વજીભૂમિ નામના અનાર્ય દેશમાં ૧, અને મધ્યમ પાપા નગરી (પાવાપુરી) ને વિશે હસ્તિપાલ રાજાના કારકુનેની જીર્ણ સભામાં છેલ્લું માસું કર્યું. પાપા નગરીનું
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only