________________
३४६
જૈન રત્ન ચિતામણી
સર્વદર્શિતાને સૂર્ય પ્રકાશમાન બને છે.. પછી એ આત્મભૂમિ પર અંધારપટનું નામોનિશાન નહીં રહે.
ત્યાં પ્રકાશ... પ્રકાશ... અને પ્રકાશ જ આવાસ કરતે રહેશે.
પછી જગતનાં એક એક પદાર્થને એ આત્મા હસ્તકમલવત્ નિહાળી શકે છે. જ્ઞાનને એક પણ વિષય એ સર્વજ્ઞતાથી પર છૂપાઈ કે સંતાઈ નથી શકતે...
અને આ રીતે સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ જ્યારે ઝાકમઝલ હોય ત્યારે રાગદ્વેષના ઘુવડોને તે સ્વયં પિતાનું સંતાવાનું સ્થાન ગતી લેવું પડે છે. પ્રકાશ્યમાન ધરતી પર રહેવું એમના માટે જાણે અનધિકારપ્રવૃતિ સમાન બન્યું રહે છે.
યસ્મિન વિજ્ઞાનમાનન્દ ”, જેઓના આત્મપટલ પર આ રીતને સર્વજ્ઞતાનો સ્વર્ણ કળશ દીપ હોય છે તેવા એ કરૂણાલુ પુણ્યપુરૂ જગતની સમક્ષ વિજ્ઞાનની દેન કરતાં હોય છે..
પિતાને પ્રાપ્ત સંપૂર્ણ શુદ્ધિના સ્વર્ણકલશથી વિજ્ઞાનનું વારિ જગતને સિંચતા હોય છે. અને જગતમાં ચાલતા ધર્મનાં ધવલ ધેરીમાર્ગને નિષ્કટક અને સ્વચ્છ બનાવતા હોય છે.
આ રીતે વિજ્ઞાનનાં માધ્યમમાંથી મળતો ધર્મને માર્ગ સર્વ આત્માને વિકાસન્મુખી બનાવે છે..
આત્મવિકાસનાં જ અસાધારણ કારણભૂત તરીકે પંકાએલા વિજ્ઞાન” શબ્દની આજે કયી હદની દુર્દશા ડોકાઈ છે?
ધર્મના જ એક સગાભાઈ તરીકે નવાજાએલા વિજ્ઞાનનું આજે કેવું વિકૃત ચિત્રણ રજૂ કરાઈ રહ્યું છે ?”
વિશિષ્ટ ” ચ ત૬ જ્ઞાન ચ ઇતિ વિજ્ઞાન” કર્મધારય સમાસનાં માધ્યમે વિશિષ્ટ જ્ઞાનને એવોર્ડ એનાયત કરતે “વિજ્ઞાન” શબ્દ આજે સમાસમાં જ સમાઈ ચૂક્યા છે....
બહાર જણાતે વિજ્ઞાન શબ્દ તે આજે નવા જ લેબાશમાં લેપાલે જણાય છે.”
આજના વિજ્ઞાન શબ્દને અર્થ તો એ જ ફુટ થાય છે કે “વિપરીત ચ ત૬ જ્ઞાન ચ ઈતિ વિજ્ઞાનમ્'.
જે વિપરીત જ્ઞાન કરાવે તે વિજ્ઞાન...
અર્થાત આત્મ-વિકાસના ધર્મ–માર્ગથી જે વિપરીત દિશા દર્શાવે અર્થાત્ આત્મ-વિનાશની દિશા તરફ ચિંધણ કરતું જ્ઞાન તે વિજ્ઞાન...
આવે જ તદ્દન વિરોધી અર્થ આજના વિજ્ઞાન શબ્દ દ્વારા પ્રગટ થાય છે.
વિજ્ઞાન શબ્દની ઉચ્ચ પરિભાષાને નિમ્નસ્તર પર લાવી મૂકનાર કેઈપણ તત્વ હોય છે તે છે સ્વાર્થોધતા....!
માત્ર ભૌતિક અને ઐહિક ભેગસુખમાં જ રચ્યાપચ્યા રહેવામાં જ જીવનની ઈતિશ્રી માનનારાઓને ધર્મતત્વ કષ્ટદાયી લાગવા માંડયું....
પિતાની ભેગ-સુખની ખ્વાહને બર લાવવામાં ધર્મતત્વ વિહ્વકારી ભાસ્યું.... અંતરાયભૂત ભાસ્યું
આથી તેઓને ધર્મ સાથેનો પિતાનો છેડો ફાડી નાંખવાની ફરજ પડી.
પરંતુ વિજ્ઞાનને તેઓએ મજબૂત પકડ આપી... ધર્મની જેમ વિજ્ઞાનને તેઓએ ન છોડયું કારણ કે
તેઓને અભીસિત સુખને મેળવવામાં ગતિવિધિની જાણકારી હેતુ-વિજ્ઞાન તે તેઓને મહત્વનું ભાસ્યું
આથી તેઓના દૃષ્ટિબિંદુમાં વિજ્ઞાનનું સ્થાન વિશેષતા સ્થાપિત થયું...
વિજ્ઞાન-ચિંધ્યા ધર્મ માર્ગ પર ચાલતે આત્મા ક્રમશઃ સ્વયંને પરિચય મેળવે છે અને અંતે સ્વયંના સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
ત્યારે લાગે છે કે વિજ્ઞાન સાચે જ વિજ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાન છે. આત્મવિકાસને સાધનારું જ્ઞાન છે. બેશક, પિતાનાં નામને સાર્થક બનાવનારું છે.
આત્મધમ–સ્વરૂપ સાધ્યના સાધન તરીકે વિલસતું વિજ્ઞાન આ રીતે પિતાનું કેવું આદર્શ અને આલંબનીય સૌન્દર્ય છતું કરે છે....? કેવી સુંદર એની આ પરિભાષા છે?
વિજ્ઞાન” શબ્દનું આ રીતે દર્શન કર્યા બાદ નજર આ જ તરફ લંબાય છે, ત્યારે વિચારોનું વેળુ-પટ પર વિમયની વિચિત્ર રેખાઓ અંકિત થાય છે...
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org