SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1293
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાસંપન્ન અને એક વિરાટ વ્યક્તિત્વ સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ધન-સંપત્તિને વિવેકપૂર્વકનો ઉપયોગ સમ્યગ જીવનની મર્યાદાઓ લેપ્યા વિના કઈ રીતે કરો અને કઈ વર્તન-તરાહ અપનાવી પ્રગતિ ભણી પ્રયાણ કરવું એ મૂળભૂત પદાર્થપાઠ જૈન શ્રેષ્ઠીવર્યોના જીવનમાંથી દરેક ધનપતિએ શીખવા જેવો છે. જૈન અગ્રણી શ્રેષ્ઠીવર્ય સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ આનું ઉત્તમ ઉદાહરણ છે. પુરુષાર્થ અને પુણ્યથી પ્રાપ્ત થયેલી દેવી સંપત્તિ વડે રાષ્ટ્ર અને સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓ આગળ રહ્યા હતા. ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેનો એમનો લગાવ જ એમની પવન વિનાના શાંત દિવા જેવી સ્થિરતાનું કારણ હતો. તેઓ ઉદ્યોગ આલમમાં પણ ખૂબ ઊંચા સ્થાને સ્થાપિત થયા હતા. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન અનેક પ્રસંગે અનેક સંસ્થાઓએ અને સરકારોએ તેઓશ્રીનું ઉચિત બહુમાન કર્યું હતું. તેમના સ્વર્ગવાસ પછી તાજેતરમાં ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટરમાં તેઓશ્રીની પ્રતિમાનું અનાવરણ થયું છે. તેમણે ઊભી કરેલી પગદંડી ઉપર શેઠશ્રી શ્રેણીકભાઈ એ વારસાને દીપાવી જાણે છે. જૈન સંઘને આજ તેમનું પ્રેરણાદાઈ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. ગુજરાતનું અહોભાગ્ય છે કે પ્રતાપી પિતાના આવાં પ્રતાપી પુત્રો ઉજવળ પરંપરાને જાળવી રહ્યાં છે. શ્રી જેસર જૈન એવા સમાજ (મુંબઈ) | C/ . મે. અશેક બ્રધર્સ, ગયા બીલ્ડીંગ, ત્રીજે માળે, ૧૦૯, મજીદ બંદર રોડ, મુંબઈ-૪૦૦૦૦૩. મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે અને તેને એક-બીજાના સંપર્કમાં રહેવું ગમે છે, અને નીત નવા સંબંધો વિકસાવવા આતુર રહે છે. | મુંબઈમાં જેસરના એક ઉપર કુટુંબે વસવાટ કરી રહેલ છે. મુંબઈમાં વસતાં જેસરના ભાઈઓનાં મનમાં એક પ્રશ્ન સતત ઘોળાતો રહેશે કે આપણે એક એવું સંગઠન ઊભું કરીએ કે જેના નેજા નીચે મુંબઈમાં વસતા જેસરના ભાઈ-બહેનોની સામાજિક, નૈતિક, આર્થિક અને ધાર્મિક ઉન્નતિ થઈ થકે. અને તે સાથે સાથે વર્ષમાં અમુક ચોક્કસ દિવસે સંમેલન વિ. ગોઠવવામાં આવે. જેના માધ્યમ દ્વારા સંપ, સંગઠન અને ભાતૃ-ભાવના જાગૃત થઈ શકે. આ શુભ ઉદ્દેશને મૂર્ત સ્વરૂપ આપવા “શ્રી જેસર જૈન સેવા સમાજ (મુંબઈ)”ની સંવત ૨૦૩૫ માં સ્થાપના કરવામાં આવી છે. આ પ્રમાણે સૌરાષ્ટ્ર-ગુજરાતના જે તે ગામના પ્રગતિશીલ મંડળો-સંગઠને મુંબઈમાં ઘણા વર્ષોથી સુંદર કાર્ય કરી રહેલ છે. આવા બધા જ મંડળોનો પરિચય ગ્રંથ-૩ માં આ પશું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy