________________
૩૪૦
જૈનરત્નચિંતામણિ
કાં.માં આફ્રિકા સાથેનું કામકાજ ૧૫ વર્ષ સંભાળ્યું. ત્યાર પછી ભૂપતરાય હીરાચંદના નામથી સ્વતંત્ર કમિશન એજન્ટનું કામ શરૂ કર્યું. તેમના પુત્ર ભાઈશ્રી ભૂપતરાયે જવાબદારી ઉપાડી લીધી અને શ્રી હીરાચંદભાઈને નિશ્ચિંત કર્યા. આજે તો તેમનું કમિશન એજન્ટ તરીકેનું નામ પ્રખ્યાત છે.
શ્રી હીરાચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક સ્કોલરના રૂા. ૧૨૫૦- આપ્યા છે. તેમણે પાલીતાણામાં બ-બયામાં. અને ચાતુર્માસનું અને સાધુ-સાધ્વીઓની ભક્તિને સારો લાભ લીધો હતો. ભમોદરામાં પણ સારી રકમ આપીને શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. પૂ. યુગ દિવાકર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી સંઘાણી એસ્ટેટના શ્રી પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંધને બહેનને ઉપાશ્રય માટે રૂ. ૧૦૦૦/આપવા ઉદારતા દર્શાવી છે. અને તે શ્રી હરકેટ હીરાચંદ પીતાબર આરાધના ભવનનું ઉદ્ઘાટન કાર્તિકી પૂર્ણિમા તા-૪-૧૧- ૯૭૨ ના રોજ કરવામાં આવ્યું ત્યારે ભાઈશ્રી ભૂપતભાઈએ બીજ રૂ. ૫૦૦૦/- ની જાહેરાત કરી ત્યારે સંધમાં આનંદ આનંદ થઈ ગયે.
શ્રી હીરાચંદભાઈના ધર્મપત્ની શ્રી હરકોરબહેન પણ ધર્મનિટ અને તપસ્વી છે. ભાઈ ભૂપતભાઈ અને ઈન્દુબહેન એ તેમનાં સંતાને છે. ભાઈ ભૂપતભાઈ પણ સેવાપ્રિય, કુટુંબ વસલ અને કાર્યકુશલ છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મળાબહેન પણ ધર્મપ્રેમી છે. શ્રી હીરાચંદભાઈને આત્મા જયાં હશે ત્યાંથી આશીર્વાદ વરસાવતા રહેશે.
શ્રી હરીચંદ મીઠાભાઈ સૌરાષ્ટ્રના અગ્રણી જૈન શ્રેષ્ઠી વર્ષોમાં જેમનું સ્થાન અગત્યનું ગણી શકાય તે શ્રી હરીચંદ મીઠાભાઈ નિખાલસ અંતઃકરણ, સ્નિગ્ધ સ્વભાવ, માયાળુ માનસ તથા વાતવાતમાં સમદશી વર્તન ધરાવતા તેઓ ભાવનગરના વતની છે. મુંબઈના વ્યાપારી જગતમાં તેમની ગણતા થતી. શન્યમાંથી સર્જન કરીને બતાવી આપ્યું હતું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ઉત્સાહપૂર્વક શુદ્ધ સત્વજ ઉપગી તત્વ છે. શિક્ષણ ક્ષેત્રે સહાય આપવાને સિદ્ધાંત એમણે સહજભાવે સાથે હતા. સંપ અને સુલેહને હંમેશાં સત્કારતા. તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂક્યો અને તુરતજ આણંદજી ઝવેરીની તેમના કોકોના નામની દુકાને અનુભવ મળવા લાગ્યો અને સમય જતાં પિતાના નામની એ જ દુકાન શરૂ રાખી. ૧૯૮૨ની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી. મુંબઈની ઘધારી જ્ઞાતિમાં મોટો વહીવટ સંભાળતા હતા.
શ્રી હરખચંદ વીરચંદ ગાંધી પ્રભાવક નગરી મહુવા શહેરમાં ઝવેરી શ્રીયુત હરખચંદભાઈ વરચંદ ગાંધીને ઈ. સ. ૧૯ના એપ્રીલ માસમાં શેઠ શ્રી વીરચંદ વશરામને ત્યાં માતુશ્રી મોતીબાઇની કૂફીમાં જન્મ થયો હતો.
શ્રી હરખચંદભાઈએ મુંબઈ આવી ઝવેરાતના ધંધામાં નિષ્ણુત થઈ ઝુકાવ્યું. તેઓશ્રી સરળ, સ્વભાવે માયાળુ હવા સાથે અનેક ચડતી પડતીના ચક્રોમાંથી પસાર થતા ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવનાવડે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષમી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા લાગ્યા. તેઓએ સાતે ક્ષેત્રમાં પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લેમીને ઘણું જ
ઉપયોગ કર્યો છે. 1. મધુપુરી નગરીને આંગણે તઓએ સં ૨૦૦૬ માં આચાર્ય
દેવ વિજય નેમિસૂરિશ્વરજી મહારાજને જન્મ સ્થળ ઉપર ગુરુમંદિર પ્રતિષ્ઠા વખતે એક દેરીમાં ભગવાનશ્રી મહાવીર
સ્વામીના પ્રતિમાજી પ્રતિષ્ઠિા કર્યા. ૨, મહુવા બાળાશ્રમને બ્લેક બંધાવી આપે છે. ૩. મહુવામાં ટેકનીકલ હાઇસ્કુલ બંધાવેલ છે. જેમાં આજે હજાર
વિદ્યાથીએ તેનો લાભ લઈ રહ્યા છે. ૪. મહુવા હેસ્પિટલમાં ઑપરેશન થિયેટર બંધાવેલ છે. ૫. તળાજા ચૌમુખજીની ટ્રકમાં શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા
સં. ૨૦૧૧માં કરાવી. ૬. મુંબઈ જેવી અલબેલી નગરીમાં અગાસી જૈન તીર્થમાં
સેનેટરીયમ યાત્રાળુઓના વપરાશ માટે દરેક સાધન
સામગ્રી સાથે બંધાવેલ છે. ૭. ભેચણીજી તીર્થમાં યાત્રાળુઓ માટે રૂમ બંધાવેલ છે. ૮. શ્રી વિજય નેમીસારેશ્વરજી મહારાજને ઓનસંસ્કાર
કરવામાં આવ્યા છે, તે ભૂમિ ઉપર સં. ૨૦૧પમાં મહુવા યશવૃદ્ધિ જૈન બાળશ્રમની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. દેરાસરનું નામ “નેમિ
વિહાર” છે. ૯. પાલિતાણુ કેસરિયાજી જૈન દેરાસરમાં પહેલાં માળે છે
શિતલનાથ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવ્યા તે વખતે ગાંધી
કુટુંબ સંધ પાલિતાણું લઈ ગયા હતા. ૧૦ મુંબઈ તથા ભાવનગર આત્માનંદ જૈન સભાના પેન
થયા. શ્રી. ગોડીજી જૈન દેરાસરને અપાસરે બંધાવવામાં
ફાળો આપેલ છે. 11. અઢાર અભિષેક અગાસી તીર્થ માં મુનિ સુરત મહારાજની
પ્રતિમાજીને લેપ કર્યો તે સમયે કર્યા. ૧૨. અખિલ ભારત જૈન છે. કેન્ફરન્સ વિમમાં અધિવેશનના
સ્વાગત પ્રમુખ હતા. ને હાલ અગાસી જૈન તીર્થના
ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહેલ છે. ૧૩. શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન હાઈસ્કૂલમાં ટ્રસ્ટી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org