SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1282
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈનનચિંતામણિ બંને ભાઈઓ વચ્ચે ચાલેલી આ હેડનો ચેપ મનુભાઈના પત્ની જસુબહેનને લાગ્યું. એમણે પિતાની જાતને મુંબઈ જેન મહિલા સમાજ સાથે સાંકળી દીધી એ પણ એટલી જ લગનીથી જૈન મહિલા સમાજના ઉત્કર્ષમાં તન-મન અને ધનથી મદદ કરવા લાગ્યા. એ રીતે એમની મેટી સખાવત રૂ. ૫૧૦૦૦ ની થઈ જેમાંથી જસુબહેન કાપડિયા ભવન મરીનડ્રાઈવ પર ખુલેલું થયું અને આજે પણ સક્રિય કામ કરે છે. મહિલા જેન ઉદ્યોગગૃહનું નામ આપણે ક્યાં નથી સાંભળ્યું છે એ સંસ્થાના કાર્યમાં જસુબહેનને ફાળો નાનો નથી. જયારે આ બાજુ મનુભાઈ અને જસુબહેનનું કામ સામાજિક ક્ષેત્રે દેખાવા માંડયું ત્યારે શાંતિભાઈ અને તારાબહેને ઘર અને વ્યાપારને ખૂબ જ સારા તબક મૂકી દીધા. મનુભાઈને દેહ ૧૯૮ ગ્ના ફેબુ.માં પડયો. શાંતિભાઈ એકાએક એકલા થઈ ગયા. ભાઈને આઘાત, બહારથી તેને લાગ્યું કે મને અને શરીરે ઝીલી લીધો પણ એમ ન બન્યું. ચાલુ વર્ષે એટલે ૧૯૯૨ ને ફેબુ.માં શાંતિભાઈ પણ મનુભાઈને સંગાથ શોધતા નીકળી પડયા આવા નિરાડંબરી અને કાર્યરત ભાઈઓની છત્રછાયામાં મેટા થયેલા નલીનીબહેન તે શાંતિભાઈના દીકરી અને તેમના પતિ મહેન્દ્રભાઈ આજે એમના કામને પૂરા કરવા પોતાનું કામ પડતું મૂકી નીકળી પડ્યા છે. આ પરિવાર તરફથી નીચેની સંસ્થાઓને સારી ૨કમના દાન આપ્યા છે. આનંદ વાટિકા ભગિની મંડળ-ભાવનગર. બહેરા મૂંગાની શાળા-ભાવનગર. ચીમનભાઈ ચકુભાઈ દ્રસ્ટ. ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર, ઝાલાવાડ ગ્રામ વિકાસ ટ્રસ્ટ. યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા. શ્રી શાંતિભાઈ મીશ્રીમલ જૈન જન્મભૂમિ રાજસ્થાનનું મનીયા ગામ. નાની ઉંમરમાં મદ્રાસમાં બી. કોમ. થયા. મુંબઈ આવી કેમિકલને બિઝનેસ શરૂ કર્યો. તેમાં પુરુષાર્થથી ખૂબ વિકાસ કર્યો અને સારી પ્રસિદ્ધિ ને સંપત્તિ મેળવી. મદ્રાસમાં તેમના પિતાશ્રીની ઘણુ વર્ષની જૂની સુપ્રસિદ્ધ પેઢી છે. તેમના વડીલબંધુ શ્રી લાલચંદજીનું મદ્રાસના જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન છે. તેઓ ધમનિટ અને સેવા પ્રિય છે. રાજસ્થાનમાં તેમના નાનકડા ગામમાં ધર્મભાવના જ્વલંત છે અને સાધુ-સાધ્વીની સુશ્રષા વૈયાવચ્ચે સુંદર રીતે થાય છે. ગામમાં સુંદર ધર્મશાળા બંધાવી છે તેમજ આયંબિલ ખાતું તેમના તરફથી બંધાવેલ છે. તેમના વડીલોની દહેરાસર બાંધવાની ઉચ્ચ ભાવનાને કારણે આ પરિવાર તરફથી હસ્તગિરિમાં એક દેરી બંધાવી છે. નીચે એક ધર્મશાળા બંધાવી છે. પિતાશ્રીના નામે મીટીમલજીના નામે મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયમાં એક હેલ બંધાવ્યો છે. ભારતના ઘણા ખરા જેન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. નાના મોટા દાને કર્યા છે. હમણાં જ રાજસ્થાને હોસ્પિટલમાં ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ધી ગુજરાત રીચર્સ ઇન મેડિકલ ઈન્સ્ટિીટયુટ શાહીબાગ આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ પિતાશ્રીના નામે કરાવેલ છે. મિશ્રીમલ નવાજી જૈન નાકોડાજી તીર્થમાં તેમનું પ્રદાન રહેલું છે. માતા-પિતાશ્રીએ ઉપાધાન કરેલા છે. માતાશ્રીએ અઠ્ઠાઈ વગેરે કરેલ છે. તેઓ ધર્મનિટ હેવા સાથે વિદ્યાપ્રેમી અને નવા વિચારના છે. તેઓ ડીવાઈન નોલેજ સોસાયટી વાલકેશ્વરના પેટ્રન છે. તેઓ યશસ્વી બને અને ધર્મના અજવાળા કરવા સાથે સમાજ કલ્યાણના કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના. શ્રી શાંતિલાલ ભાઈચંદ શાહ શત્રુંજય ગિરિરાજની સાનિધ્યમાં કદંબગિરિ નામનું જેનતીર્થ આવેલું છે, જેનો વિકાસ કરવામાં શાસનસમ્રાટ ૫. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસુરિશ્વરજી મહારાજે ઘણે રસ લીધો હતા. આજે પણ તે હજારો ભાવિકોની ભક્તિનું કેન્દ્ર બનેલે છે અને તેમનાં હૃદયમાં શ્રદ્ધા તથા શુદ્ધિનું સિંચન કરી રહેલે છે. આ પવિત્ર તીર્થની છાયામાં ભંડારીયા નામનું એક ગામ વસેલું છે, તે ગુણીજનોના ભંડાર જેવું છે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતીય શ્રી ભાઈચંદ ભગવાનનું કુટુંબ તેની ધર્મપ્રિયતા, ઉદારતા તથા સેવાવૃત્તિને લીધે આગળ તરી આવતું હતું. શ્રી ભાઈચંદભાઈનું ગૃહ ગુણિયલ ગૃહિણીની ખ્યાતિ પામેલાં શ્રી અજવાળીબહેને અજવાળ્યું હતું. તેમની કુક્ષિએ તા. ૨૫-૭-ર૯ના રોજ એક પુત્રરત્નને જન્મ થયો. તે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિનું કારણ બનવાથી શાંતિલાલ નામ પામે. આર્યદેશ, જન ધર્મ અને સંસ્કારી ધર્મપરાયણ માતાપિતા પરમ પુણ્યના ઉદય સિવાય પમાતા નથી, પણ શ્રી શાંતિભાઈએ પૂર્વ ભવમાં પુચ મહાપુંજ એકત્ર કરેલે, એટલે તેઓ આ ત્રણેય વસ્તુ પામ્યા અને બાળપણથી જ ગુણને સંચય કરવા લાગ્યા. છ વર્ષની ઉંમરથી શ્રી શાંતિભાઈ મેંગલેર રહેવા લાગ્યા અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ત્યાં જ લઈ વ્યવહારકુશલ બન્યા. ત્યારબાદ સને ૧૯૪ માં તેઓ પિતાની સાથે ધંધામાં જોડાયા. ઉજજવલ ભાવીની ઈચ્છાથી સને ૧૯૫૫માં તેઓ મુંબઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy