________________
૩૨૮
જેનરત્નચિંતામણિ,
અને ૮ જેટલાં કાર્યક્રમે ટી. વી. પર પ્રસારિત થયેલાં જેથી તેઓ કીતિની ટોચ પર પહોંચ્યા છે. તે ઉપરાંત ઈન્ટરનેશનલ 4, H.D. નાં ચારેક જેમાં તેઓ મુખ્ય સંશોધક રહ્યાં છે. જે આપણા સૌને માટે ખાસ કરીને જૈનસમાજને માટે આનંદ અને ગૌરવનો વિષય છે. ( વિશાળ વાંચન-મનન-ચિંતન એ એમના શેખના વિષયે. છે. દુનિયાના વિવિધ સ્થળોએ ત્રણેક વખત ફરી આવ્યા છેતેમના ધર્મપત્ની વિમળાબહેન તેમની પ્રગતિમાં હંમેશાં સહયોગી બન્યા છે. ત્રણ પુત્રીઓ અને સંજય નામે એક પુત્ર સો આનંદકેિલેલથી રહે છે. જૈનધર્મના પાયાના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા કુટુંબના સૌ સભ્યો સતત પ્રયત્નશીલ રહ્યાં છે.
શ્રી વાડીલાલ ભાયચંદ શાહ શેઠશ્રી વાડીલાલ ભાયચંદ શાહ સાબરકાંઠા જિલ્લાના હંમતનગર તાલુકાના રૂપાલ ગામે જમ્યા છે. અઢાર વર્ષની નાની ઉંમરે બેબે નેકરી માટે ગયેલ. આજે કલ્યાણમાં એક સજજન અગ્રવાન વેપારી તરીકે ખ્યાતિ મેળવેલી છે. સાધાર્મિક ભક્તિ અને ગુપ્તદાન એમના મૂળ સણે છે. તેઓશ્રીના ધર્મપત્ની ચંદનબેન પણ તેમના જેવા જ દયાળુ, વાળ, મિલનસાર, તેમ જ ભક્તિરસમાં જીવન વીતાવતા હતા. શેઠશ્રી ઉલમાં તેમનું જીવન તપસ્યામાં પસાર કરે છે.
શ્રી વાડીલાલ દેવચંદ શાહ ગરવી ગુજરાતની ભૂમિ જીવંત તીર્થભૂમિ છે. ઉત્તર . ગુજરાતના વિજાપુર તાલુકામાં ગેરીતાગામ નાની વાટકડી જેવું પણ કેસરચંદનની વાટકડી જેવું છે. કારણ અહીંના શ્રેષ્ઠીઓએ પરોપકારના કેસર વહાવવામાં પોતાને ધમ માન્ય છે. અહીંના સેવાભાવી સજજનોમાં શેઠશ્રી વાડીલાલ દેવચંદનું નામ અગમ્ય છે.
પિતાશ્રી દેવચંદભાઇ મૃદુ-સરળ સ્વભાવી અને ધર્મભીરૂ જીવ હતા. વ્યાપારમાં સાહસિક હતા. ગેરીતાથી ધંધાથે મુંબઈ ગયા. અહીં સંવત ૧૯૪૧ માં શ્રી વાડીભાઈને જન્મ થયો. સંજોગોવશાત્ શ્રી દેવચંદભાઈ પાછો વતનમાં આવ્યા અને પૈડા સમયમાં સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીભાઈ ઉપર સઘળા
જે આવી પડયો. સં. ૧૯૬૦માં ટૂંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી સં. ૧૯૬૮માં સ્વતંત્ર થયા ને વાસણની નાની દુકાન ખોલી-પૂર્વ પૂર્યોદય અને પ્રમાણિતાએ ચૌદ વર્ષમાં એકમાંથી ચાર દુકાન કરીને ધંધાને ઝડપી વિકાસ સા. લકુમી વધી એટલે ધંધાની જવાબદારી ધર્મપ્રેમી પુત્રોને સોંપી પોતે નિવૃત્ત થઈને ધમલમી પ્રાપ્ત કરવા લક્ષ કેન્દ્રીત કર્યું. શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. વ્રત તપ અને ક્રિયાના રસિયા બન્યા. તીર્થધામ પાલીતાણામાં નવપદની ઓળી, મુંબઈમાં |
શાશ્વતી ઓળી વગેરે ઉપરાંત નવપદ ઓળી સિવાય વર્ધમાન. તપની પચાસ ઓળી પૂરી કરી. વતન ગેરીતા મુકામે એક જીનપ્રાસાદને કર્ણોદ્ધાર કરાવી તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તળાજામાં અને શેરીસામાં બંને જગ્યાએ પિતાના હસ્તક નવી જેન ભોજનશાળાના મકાનની સ્થાપના કરાવી અને સારી એવી રકમ આપી–દુઃખી જેન ભાઈઓને મદદ, સાધુસાધ્વીઓની વૈયાવરચ, કેળવણી માટે મદદ, જીર્ણોદ્ધાર માટે મદદ, ઉપાશ્રયે માટે નિભાવ-ફાળો વગેરેમાં યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખી તીર્થધામ શેરીસા મુકામે આયંબિલની ઓળી તથા પાલીતાણામાં નવ્વાણું, ચોમાસુ ઉપદ્યાન ઉપરાંત પાનસરમાં ભવ્ય ઉજવણું કર્યું. આ ધર્મપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સં. ૨૦૨૦ને માગશર સુદ ૧૧ને દિવસે સ્વર્ગવાસી થયાં.
શ્રી વિશનજી લખમશી ઘેલાભાઈ જીવનધડતર, સાધના અને આત્મકલ્યાણમાં મહાઉપયોગી એવા ધર્મ અને શિક્ષણના ઉમદા સંસ્કાર શ્રી વિશનજી લખમશી ઘેલાભાઈના જીવનમાં વણાયેલ છે. તેઓશ્રીએ પ્રમાણિકતા, નિષ્ઠા અને પુરુષાર્થથી પોતાના વ્યવસાયમાં મીઠી સુવાસ ફેલાવી છે.
બહુવિધ ધંધાકિય રોકાણમાં હંમેશાં વ્યસ્ત છતાં પ્રકૃતિથી ધીર ગંભીર અને મિલનસાર એવા વિશનજીભાઈને એક વ્યક્તિ તરીકે ખુબ નજીકથી જોવાનું ભાગ્ય જેમને સાંપડયું હશે, જેમાં એમને જીવનની જુદી જુદી ઉજવળ બાજુએથી પરિચિત હશે, એમના અંગત જીવનની વિનમ્રતા સાદાઈ અને સહુ કોઈને સદા આવકારતી હૃદયની વિશાળતા આ બધું ખૂબ જ ગર્ભશ્રીમંત કુટુંબમાં ઉછેર પામેલી વ્યકિતઓમાં વિરલ જોવા મળે છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે ક. વી. એ. સેવા સમાજના પ્રમુખપદે તેઓ વર્ષોથી ભારે ખંતપૂર્વક નિષ્ઠાથી પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ કરછ દુર્ગાપુર (માંડવી)ના વતની છે, અને અનાજ, તેલ, તેલબિયાંને કમીશન તથા આયાત નિકાશ કરતી મે. લખમશી, ઘેલાભાઈની પેઢીના ભાગીદાર છે.
આ ઉપરાંત ધી ગ્રેન રાઈસ એન્ડ ઓઈલ સીડ્રેસ મર્ચન્ટસ એસોસીએશનના મંત્રી તથા ખજાનચી છે. શેઠ ધનજી દેવશી કન્યાશાળા ધાટકોપરના મંત્રી તથા ટ્રસ્ટી છે. અને નિસ્વાર્થ ભાવે ઉપયોગી સેવા આપે છે. તેઓ બોમ્બે ઓઈલ સીઝ એન્ડ એઈસ એસેંજના ડાયરેકટર છે. ઉપરાંત માંડવી કેઓપરેટીવ બેંક લી. ના પણ ડાયરેક્ટર છે.
ધી રેટરી હલબ ઓફ બોમ્બે ટાઉનના સભ્ય પદે રહીને મુંબઈના વિવિધ જીવનના ભાતીગળ પ્રવાહથી પરિચિત રહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org