________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૩૧૩
પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી ભાગ્ય અજમાવવા લઘુ વયે મુંબઈમાં તેમનું આગમન થયું. પ્રારબ્ધ અને પુરુષાર્થને સુંદર સમન્વય થયો અને ટૂંક સમયમાંજ એક આગેવાન વ્યાપારી તરીકે તેમનું નિરાળુ વ્યક્તિત્વ જનસમાજમાં ઊપસી આવ્યું.
ધંધાના વિકાસની સાથે જ જ્ઞાતિ અને સમાજની અપૂર્વ સેવાની એક પણ તક કયારેય ચૂક્યા નથી, છતાં કીર્તિ ને ક્યારેય મોહ ૨.ખ્યો નથી એ એમના ભાતીગળ જીવનનું વિશિષ્ટ પાસું બની રહ્યું છે. પોતે અને પિતાના પુત્રો દ્વારા હાલમાં ઇન્ડકેમ સેસે કે પ મુંબઈ, અમદાવાદ, મદ્રાસ તથા મીહીર કેમીકલ ઈન્ડ, પ્રા. લી વગેરે કમ્પનીઓમાં સફળ સંચાલન થઈ રહ્યું છે.
અત્યંત સાદાઈ, વિનમ્રતા અને અન્યના કામમાં મદદરૂપ થઈ બની શકે તેટલી સહાય કરવી એ એમના વિશિષ્ટ ગુણે છે. રાજકેટની શેઠ દેવકરણું મુળજી, સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી જૈન બોર્ડિગની કાર્યવાહીમાં તેમને સુંદર ફાળ હતા.
મુંબઈમાં વસતા સોરઠના આગેવાન ભાઈઓની સાથે રહીને સમાજ સેવાના અનેક કાર્યો કરતાં રહ્યા છે.
વિનમ્રતાની મૂર્તિ સમા શ્રી માણેકલાલભાઇ જેટલા સરળ એટલાજ નિખાલસ, પરગજુ અને ધર્મપરાયણ. સમાજ ઉત્કર્ષની તમને. સાથે તેઓશ્રી પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે. છતાં હોદ્દાથી હંમેશાં દૂર રહ્યા છે. તેમના પુનિત આંગણેથી વ્યક્તિ કે સંસ્થ. તમની ઉદારતાને અને સખાવતને મીઠા અનુભવ માણે જ,
તેઓ એમ માને છે કે સમાજસેવાનો શ્રેષ્ઠ બદલો અંતરની સાચી શાંતિ અને અન્યને સુખ આપવાના પવિત્ર સંતોષમાંજ હોઈ શકે. એમના મનનીય વિચારો અને તેનું આચરણ ભાવિ પેઢીને પ્રેરણાદાયી અને પથદર્શક બની રહેશે.
શ્રી મોરારજી દેવજી વીરા તથા
શ્રી લધાભાઈ દેવજી વીરા કચ્છ માંડવી તાલુકાના મેરાઉ ગામના વતની ધર્મપ્રેમી સ્વ. સુશ્રાવક શ્રી દેવજી ધારશી વીરાના સુપુત્રો શ્રી મોરારજી દેવજી ધર્મિષ્ઠ, દાનવીર અને સેવાભાવી છે. તેઓશ્રી પરિવાર સાથે હાલ મુંબઈ મજીદ બંદર રહે છે. તેઓને ધંધે પ્રવીઝન કરિયાણાનો છે. શ્રી લધાભાઈ દેવજી શ્રી ગગાબાઈને સુપુત્ર શ્રીયુત કાંતીલાલભાઈ પણ ધર્મપ્રેમી આત્મા છે. તેમના ધર્મપત્ની શ્રીમતી સંતકબેન લાયજાતીર્થના વતની હતા. તેઓશ્રીના સુપુત્રી શ્રી જીતેન્દ્રકુમાર જગદીશ, કીર્તિ, દિલીપ, અનીશા છે. તેમના પુત્રોમાંથી શ્રી દિલીપકુમારે વિ. સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૦ તા. ૧૩-૫-૮૧ ના લાયજ તીથે મામાશ્રી મણીલાલ જેઠાભાઈ ગાલા (૪ જ) સાથે અચલ ગચ્છાદિશ્વર પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરિ મહારાજાના પટ્ટાલંકાર તપસ્વી રત્ન પૂ. આ૦ ભ૦ શ્રી ગુણોદય
જે ૪૦
સાગર સૂરી મહારાજાના વરદ્ હસ્તે ભગવતી દીક્ષા અંગીકાર કરેલ છે. તેઓશ્રીનું દીક્ષાનામ મુનિશ્રી દિવ્યરત્ન સાગરજી મ. સા. પડેલ અને ગુરુ મુનિરાજશ્રી મહારત્ન સાગરજી મ. સા. (સંસારી મામા) છે. દીક્ષા લીધા બાદ પ્રથમ ચાતુર્માસ પૂ. આ. શ્રી સાથે કેટડા (રોહા) કરેલ, બાદ બીજે ચાતુર્માસ વિ. સં. ૨૦૩૮ને લાયજા તીર્થ શ્રી અચલ ગચ્છ જૈન સંધમાં શ્રી પાનબાઈ જેઠાભાઈ મોણશી ગાલા કારિત પૂ. તપસ્વી મુનિરાજશ્રી હરિભક સાગરજી જી મ. સા. પૂ. મુનિશ્રી મહારને સાગરજી મ. સા. સાથે (ઠા. ૩) થયેલ. એ ચાર્તુમાસમાં બાલમુનિશ્રી દિવ્ય રત્ન સાગરજી મિ. સા.ની પ્રેરણાથી અમે આ “શ્રી જૈન રત્ન ચિંતામણિ સવ સંગ્રહ મહાગ્રંથમાં ' તમને સંસારી માતુશ્રી સંતોકબેન કાંતિલાલના પર્વસમ્રાટ શ્રી પjપણને માટે ક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા નિમિત્તે તીર્થ નાયકશ્રી મહાવીર સ્વામી ભગવંતનું ફેટે આપવા ભાગ્યશિાળી બન્યા છીએ. શ્રીયુત મોરારજી દેવજીના ધર્મપત્ની શ્રી લક્ષ્મીબેન તથા સુપુત્રી પ્રેમજીભાઈ, શામજીભાઈ, લાલજીભાઈ, શાંતિલાલભાઈ વિ. પરિવાર ઘણે જ મોટા દાનવીર ને ધનિક છે.
શ્રી મેહનલાલ બેચરદાસ મહેતા ભાવનગર જિલ્લાના દૂદાણાના વતની અને જૈન ધર્મ પ્રેમી શ્રી મોહનલાલભાઈએ ૧૯૨૨માં મુંબઈની વાટ પકડી અને આવતાંવેંત એક સામાન્ય નોકરીથી જીવનની શરૂઆત કરી. ત્રણેક વર્ષ બાદ સ્વતંત્ર ધંધાના શ્રી ગણેશ કર્યા. તેમાં કુદરત યારી આપી. તળાજાની જોન બેડિ ગ, પાલિતાણા જન બાલાશ્રમ, પાલિતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર તીથ, સાવરકુંડલા, બેંગ્લોર જૈન ઉપાશ્રય, મુંબઈ કેટના દેરાસરમાં અને અન્યત્ર નાના-મોટા ફંડફાળાઓમાં તેમના કુટુંબ સારી એવી દેણગી કરી છે. પોતે સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની યાત્રાઓ પણ કરી. ઉજજવળ જીવનની જયેત રેલાવી તા-૧૦--૭૨ના રોજ સ્વર્ગવાસી બન્યા. તેમને એ વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યું. શ્રી શશીકાંતભાઈ અજ તેમના એ વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન તેમના નાનાભાઈએ શ્રી રમેશભાઈ તથા શ્રી નિમળભાઈ સાથે કરી રહ્યા છે. તેઓ પણ નાનાં-મોટાં સાર્વજનિક અને ધાર્મિક અને શૈક્ષણિક કામમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહકાર આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચપુલજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડયા હતા. ચાલુ વર્ષે લાયન્સ કલબ ઘાટકોપરમાં હિંદુ મહાસભામાં લાયન્સ કિલનિકમાં એક બેડ તેમના તરફથી અપાયેલ છે.
તેમના પરિવાર તરફથી નાના-મોટા અનેક સાર્વજનિક ફંડફાળામાં સારી એવી દેણગી સતત વહી રહી છે. જે ખૂબ જ સૂચક છે.
ભાવનગરમાં વી. સી. શેઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org