________________
૩૧૨
જેનરત્નચિંતામણિ
સને. ૧૯૩૫માં કરછ ભૂજ નિવાસી શાહ દેવરાજ નેણશીના સહભાગી રૂપમાં “દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત થયા. આ નામથી મુંબઈમાં શાખા કાર્યાલય પણ લોકપ્રિય હતું. લગભગ ૪૦ વર્ષ સુધી ભાગીદારીમાં રહ્યા. દેવરાજ માણેકચંદ ફર્મથી છૂટા થયા બાદ સન ૧૯૭૫માં મદ્રાસમાં “એ માનકચંદ બેતાલા એન્ડ કુ.” તેમજ મુંબઈમાં “ગૌતમ બ્રધર્સ 'ના નામ પર જવેરાતને ધંધો કરતા હતા. ક્રમની દૃષ્ટિમાં આમ નિર્માતા, ડિસ્ટ્રીબ્યુટર તેમજ કિસ્ટ છે.
પારિવારિક જીવન :- ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ તેમજ સુપુત્ર ગૌતમચંદ્ર તથા હરીશચંદ્ર છે. એક સુપુત્રી શ્રીમતી પ્રેમાબાઈ, | શ્રી મદનલાલજી વૈદ્ય (સ્વગીય શેઠ શિંગૂમલજી વૈદ્ય)ના સુપુત્રની સાથે પરણેલ છે. | સામાજિક સેવા- શ્રી એલ. એલ. જૈન એજયુકેશન સોસાયટી મદ્રાસ તેમજ જૈન મંડળ રિલીફ સોસાયટી મદ્રાસના અધ્યક્ષ રહ્યા. આ સંસ્થાને સન ૧૯૫૨માં દેવરાજ માણેકચંદ પ્રસુતિ ગૃહ નિર્મિત કરવા માટે સારી રકમ ભેટ આપી. તેમજ સન ૧૯૭૫માં અહીંયા ઈકોતેર રેઠિયો લોજીકલ દ્વારા સમપિત થયા. બિહાર રાજયના ૨ાજગૃહમાં જૈન શ્વેતામ્બર મંદિરના પ્રમુખ માર્ગનું નામ “માણેકચંદ બેતાલા ભાગ ' તેમની યશોગાથાને હંમેશ માટે અમર કરે છે. તેમના કર કમલેથી ઘણી પ્રતિષ્ઠાનાઓનું ઉદ્ઘાટન થયું જેમાં વિમલ મિલને શોરૂમ. “મંગલદીપ” મદ્રાસ તેમજ કાયમ્બતૂર ઉલ્લેખનીય છે.
બહુમુખી વ્યક્તિત્વ મદ્રાસ જૈન સમાજના ચારેય સંપ્રદાયોમાં છે. સર્વમાન્ય તેમજ લોકપ્રિય છે. તેમની દ્વારા સંખ્યાબંધ મંદિરો ભોજનશાળાઓ ઉપાશ્રયનું શિલારોપણ થયું છે. મંદિર :જમ્મુ કાશ્મીર, લીલવા (કલકત્તા) શ્રીમાન હરકચંદજી તારાબાઈ કાંકરિયા મંદિર, શ્રાવસ્તી તીર્થ (ઉત્તરપ્રદેશ), નિરવ ગામૈત (તામિલનાડુ ), કુમુર (ઉટી) ઈરેડ (તામિલનાડુ )ના મંદિરનું શિલારોપણ કર્યું. તેમજ પીલખાના ( હૈદ્રાબાદ) તથા આમ્બાવાડી. (અહમદાવાદના) મંદિરનું મુહૂર્ત કર્યું.
ભોજનશાળા :- શ્રી સીમંધર સ્વામી તીર્થ ભોજનશાળા મહેસાણા (ગુજરાત), શ્રી હસ્તિનાપુર તીર્થ, ભોજનશાળા હસ્તિનાપુર ( ઉત્તર પ્રદેશ), શ્રી ફલવૃદ્ધ પાર્શ્વનાથ તીર્થ, ભોજનશાળા મેડતા રોડ (૨ જવાન )નું શિલારોપણ થયું.
ભવન તેમજ ઉપાશ્રય:- શ્રી હીરાચંદ રતનચંદ નાહાર જૈન ભવન બેંગ્લોર, શ્રી મહેલા ઉપાશ્રય નાગૌર (રાજસ્થાન) શ્રી જૈન ભવન તિખમાલ (તામિલનાડુ) શ્રી ફલવૃદ્ધિ. પાર્શ્વનાથ તીર્થ ભેજનશાળા, મેડતા રેડ (રાજસ્થાન) શ્રીમતી ટમકુબાઈ કેવલચંદજી ખેહાડ આયંબિલ ખાતા ભવન રાજનાંદગાંવ. (મધ્ય પ્રદેશ)ના ઉપાશ્રયનું ખાત મુદત થયું.
રાજસ્થાનના નાગૌરમાં “અમરચંદ માણેચંદ બેતાલા જૈન ભવન નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંધને સમર્પિત કર્યું.
સ્કૂલે :- શ્રી ગૌતમચંદ્ર કોઠારી હાઈસ્કૂલ (રામપુરમ) (મદ્રાસ) શ્રી લાલચંદ મિલાપસંદ હાઈસ્કૂલ કેડખાકમ (મદ્રાસ)નું શિલારોપણ કર્યું.
મદ્રાસની સંસ્થાઓ સાથે સંબંધ :શ્રી જૈન સંધ મામ્બલમ મંદિરના અધ્યક્ષ. શ્રી ચંદ્ર પ્રભુ ભગવાન જૈન જુના મંદિરના ટ્રસ્ટી. શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘના અધ્યક્ષ. શ્રી મારવાડી આયુર્વેદિક ઔષધાલયના અધ્યક્ષ. શ્રી જૈન વિદ્યા અનુસધાન પ્રતિષ્ઠાના ઉપાધ્યક્ષ. શ્રી લાલચંદ મિલાપચંદ હાઈસ્કૂલના અધ્યક્ષ. શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન બેન્ડના અધ્યક્ષ. શ્રી વર્ધમાન આયંબિલ તપ ટ્રસ્ટ અધ્યક્ષ. શ્રી જિનદત્તસૂરિ ટ્રસ્ટ દાવાવાડીના અધ્યક્ષ.
શ્રી પુષ્કલ તીર્થ કેશરવાડી (રેડ-દિલ્લી મદ્રાસ પાંજર પોળ તેમજ દયાસદનના કર્મચારીની સમિતિના સદસ્ય છે.
અન્ય સંસ્થાઓ સાથે સંબંધિઃશ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આગમમંદિરના સભ્ય. શ્રી જૈસલમેર જીર્ણોદ્ધાર કમીટી શ્રી વર્ધમાન શિક્ષણ સંધ એષિયા શ્રી વલ્લભ સમારક દિલ્હીના સભ્ય. શ્રી વર્ધમાન આયંબિલ ખાતા પાલીતાણાના ટ્રસ્ટી. શ્રી શ્રાવસ્તી તીર્થ શ્રાવસ્તી ( યુ. પી.)ના અધ્યક્ષ. શ્રી મહેસાણા તીર્થ કમિટીના ઉપાધ્યાક્ષ.
નિત્ય ધાર્મિક ક્રિયાઓ, પૂજા, સામાયિક, ચૌવિહાર, તપસ્યા અમને બધાને ઊંચી સેવા કરવાની પ્રેરણા આપે છે.
લિ ઝવેરચંદ વસા સેવા આપવી પણ જાહેરાતથી દૂર રહેવું એ જેમના જીવનને મુદ્રાલેખ છે, સાત્વિક વિચાર અને પરમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી માણેકલાલ ભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ધોરાજી નજીકનું નાનકડું પણ રળિયામણું ગામ પાટણવાવ. જે ઓસમ પહાડ ગણાય છે. જેની ગણના ગિરનારની એક ટૂંકમાં થાય છે અને જે પહાડ પરથી તેમજ પાટણવાવ ગામમાંથી આપણા તીર્થકરોની સુંદર પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે. તેવી તીર્થભૂમિ જેવા ગામમાં આજથી સાઠ વર્ષ પહેલા સદ્ગત ઝવેરચંદ જુઠાભાઈ વસાને ત્યાં શ્રી માણેકલાલભાઈને જ થ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org