SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1249
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહમંથ-૨ ૨૯૯ મંગળભાવના પુત્ર ત્રિપુટીએ ઝીલી અને પરંપરાએ તીર્થકર નામકર્મના હેતુભુત છે. આમાં જયેષ્ઠ પુત્ર શ્રી અંબાલાલભાઈ અને લઘુપુત્ર ચંદ્રકાંતભાઈની ભાવના, ઉલ્લાસ અને ઉમંગની સૌએ સહર્ષ અનુમોદના કરી છે. પુણ્યમાર્ગના પ્રવાસી દરિયાવ દિલ ભાઈ શ્રી પ્રવીણકુમાર એક આદર્શ પુત્રને છાજે તેવું જૈન શાસનની ભૂતકાળના સંઘની સ્મૃતિઓને ઢંઢોળે તેવું ચાણસ્માના જ નહીં પરંતુ ગુજરાતના જૈન ઇતિહાસના પાના પર સુવર્ણાક્ષરે લખાય તેવા આ મહાન પુણ્યકાર્ય દ્વારા તેમણે ચાણસ્માનું નામ રેશન કર્યું છે. શુન્યમાંથી સર્જન કરી, પુરુષાર્થથી ભાગ્યને કંડારી, પુણ્યાઇથી લીધેલી લમીને મોહ છોડ્યો એ નાનીસૂની વાત નથી. યુવાનવયે અને તેમાંય અઢળક ધન સંપત્તિ, અનેક દૂષણે જીવનમાં પ્રવેશવાના ભયસ્થાને હોવા છતાં તેમના જીવનની સાદાઈ, વિનમ્રતા, નિરભિમાન, દઢ સંકલ્પ શકિત, શુભ પરિણામ, ઔદાર્યવૃત્તિ, કર્તવ્ય નિષ્ઠા જેવા સદ્દગુણ કેળવી સૌના માટે પ્રેરણારૂપ બન્યા છે. - શ્રી પોપટલાલ રામચંદ શાહ જૈન સમાજના જાણીતા સેવક તથા મહાન દેશભકત અને એક વખતના શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખશ્રી પિપટલાલ રામચંદ શાહ (પાટણું) પુનાવાળા ને એમના જીવનની કીર્તિ શિખર સમા, રચનાત્મક કાર્યના ક્ષેત્રમાં નોંધનીય ફાળો આપવા બદલ સને ૧૯૮૪ માટે પ્રતિષ્ઠિત બજાજ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા. આ એવોર્ડમાં સ્મૃતિપત્રક, ચંદ્રક અને એક લાખ રૂપિયાની રકમને સમાવેશ થાય છે. આ એવોર્ડ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવી દિલ્હીમાં ખાસ સમારંભ યોજી આપવામાં આવશે. તેઓ વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. જૈન સંસ્કૃતિના મૂળમાં ધા કરનારા બોબે બેગર્સ એકટ, વિગેરે સરકારી બીલ સામે કેન્ફરન્સ દ્વારા વિરોધ કરી તેઓએ અટકાવે છે. સમાજના શ્રેય કાજે જાત ઘસનાર સાદગીભર્યું જીવન જીવનાર શ્રી પોપટભાઈને બજાજ એવોર્ડ મળે છે. શ્રી પોપટલાલ સેમચંદ મહેતા. પ્રખર જૈનાચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજશ્રીના આશીર્વાદથી પોતાના જીવનને ધન્ય ગણતા શ્રી પોપટલાલભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે વંડા ગામના વતની છે. સાત ગુજરાતી અને પહેલી અંગ્રેજી સુધી જ અભ્યાસ. પણ ૧૯૧૮માં ધંધાથે બર્મામાં વસવાટ કર્યો. એકાદ વર્ષ નોકરી કરી; અનુભવનું ભાથું મેળવ્યું. સંબંધીઓની એક અનાજ-કરીયાણાની પેઢીમાં ભાગીદારીથી ૧૯૧૮ થી ૧૯૪૦ સુધી વ્યાપાર કર્યો. ૧ર ૪૧ થી ૧૯૪૬ સુધીના ગાળામાં મુંબઈ-કલકત્તામાં સ્થિર થવા પ્રયત્ન કર્યો. પુરુષાથી જીવને વ્યાપારમાં કાંઈક કરી છૂટવાની તમન્ના અને તરવરાટ હતા. ૧૯૪૬થી ફરી પાછા રંગૂન પહોંચ્યા અને નવેસરથી ધંધાના શ્રી ગણેશ કર્યા. રઝળપાટ કરતા રહ્યા પણ ધર્મના સંસ્કારોએ તેમને હંમેશાં બળ પૂરું પાડયું. ત્યાંના વ્યાપારી મંડળમાં સભ્ય અને સેક્રેટરી તરીકે સેવા આપેલી. રંગૂનમાં જૈન દેરાસરના ટ્રસ્ટી હતા. પછી તે આંતરરાષ્ટ્રી ડામાડોળ વાતાવરણને કારણે ૧૯૬૩માં બર્મા છોડયું અને મુંબઇમાં આવી સ્થિર થયા અને જિંદગીના શેષ દિવસે ધમકાર્યોમાં જ ગાળવા એવા મનસૂબા સાથે જીવન જીવી રહ્યા છે. માટુંગામાં વાસુપૂજ્ય દેરાસરમાં ટ્રસ્ટી તરીકે તેમની સેવા જાણીતી છે. વતન વંડામાં ધર્મપત્ની શ્રીમતી પ્રેમકુંવરબેન પોપટલાલ મહેતાને નામે હાઈસ્કૂલ ઊભી કરવા માટે મોટી રકમનું શિક્ષણિક દાન અર્પણ કર્યું. ઉપરાંત ઉજમબાઈ સોમચંદ મહેતા નામે પ્રાથમિક શાળા પણ તેમની જ દેણગી, માટુંગા ઉપાશ્રયમાં, મહેસાણા શ્રીમંધર જૈન દેરાસરમાં, સમેતશિખર વગેરે સ્થળે સારી એવી રકમના દાન અર્પણ કર્યા છે. આવાં બધાં કામો મૂર્તિમંત કરવામાં તેમના બંધુ જાદવજીભાઈને આભારી ગણે છે. શ્રી પોપટલાલભાઈને ધમપત્ની પ્રેમકુંવરબેન એવા જ ધર્માનુરાગી અને તપસ્વી આભા હતાં. શ્રીમતી પ્રેમકુંવરબેન, સંવત ૨૦૩૧ના કારતક વદિ બીજે મુંબઈ મુકામે સ્વર્ગવાસી થયા છે. માટુંગામાં શ્રીમતી પ્રેમકુંવર પોપટલાલ સોમચંદ મહેતા આરાધના હેલ તેમની કાયમી ચિરંજીવ સ્મૃતિ છે. શ્રી પોપટલાલભાઈનું દાંપત્યજીવન ખૂબ સુખી સંતોષી હતું. શ્રી પોપટલાલ નરોત્તમદાસ શ્રી પિોપટભાઈને જન્મ ૨૭–૩–૧૯૩ના દિવસે ઘોઘા ખાતે સદાચારી તથા ધર્મપરાયણ શ્રી નરોત્તમદાસ ભગવાનદાસના કુટુંબમાં થયેલ. તેમના લગ્ન ભાવનગર નિવાસી શ્રી નેમચંદ ગીરધર કાપડિયાની સુપુત્રી સરસ્વતીબેન સાથે થયેલ. તેમનાથી તેમને બે પુત્રો અને એક પુત્રી થયા. સરસ્વતીબેન ઘણી જ ધાર્મિક પ્રકૃતિના હતા અને તેમની પ્રેરણાથી આપ બળે પોપટભાઈએ મુંબઈમાં કેમિકલ રંગ અને મેટને ધંધો શરૂ કર્યો. સને ૧૯૪૧માં ઈન્ડો કેમિકલ્સ કંપનીની સ્થાપના કરીને રંગ રસાયણ બજારમાં ઘણી જ સુવાસ ફેલાવી. પછી બીડલ સેચર (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ નામની ઈંગલીશ કંપનીમાં ડાયરેકટર તરીકે જોડાયા. જ્યારે આપણે દેશ આઝાદ થશે અને બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારે આ કંપની તેઓએ નામ સાથે ખરીદી લીધી. શ્રી પોપટભાઈની કુનેહથી આ કંપની આજે ઘણી જ મજબુત Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy