SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1247
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૯ ૭ બતાવી નથી. નાનામાં નાના માણસની વાતને સાંભળી યોગ્ય જણાય ત્યાં તન-મન-ધન વિસારે મૂકયું છે એવા એ પ્રાગજીભાઈ આ જિલ્લાનું ગૌરવ હતા. શ્રી પીતામ્બરદાસ ઝવેરચંદ શાહ તેમણે નવ્વાણું ત્યાગ કરી તપ કરેલા. તેમણે દશ કરતા વધારે ધાર્મિક પુસ્તક છપાવ્યા છે. હિંદના બધા જ તીર્થોની યાત્રા કરી છે. પરદેશ પણ જઈ આવ્યા છે અને અનેક સંધ કાઢવા છે. તેમને રામચંદ્રસૂરિશ્વરજી, કૈલાસસાગરજી ધર્મસૂરિશ્વરજી વગેરેની પ્રેરણું મળતી રહી હતી. એમને ચાર દીકરા, બે દીકરી, માતુશ્રી વગેરે સૌ સુખી છે, તેમના પુત્ર પ્રેમચંદ પારસમલજીએ પિતાશ્રીને વારસો જાળવ્યું છે. શ્રી પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી ભાવનગરમાં સામાન્ય કુટુંબમાં જન્મ, મુશ્કેલીઓ વેઠીને પણ ગ્રેજ્યુએટ થયાં, અભ્યાસ પૂરો કરી કાપડમાં નોકરીએ લાગ્યા. બુદ્ધિશાળી, ખંતીલા અને નિષ્ઠાવાન હોવાથી બે વર્ષમાં બધી જતના કાપડના વેપારને અનુભવ મેળવી લીધે, તે પછી મુંબઈની એક સારી મિલના પિતે સેકસમેન બન્યા અને ઉત્તરોત્તર તેમાં ઘણી જ મોટી સિદ્ધિ હાંસલ કરી. માણસ દઢ સંક૯પ કરે અને પૂર્ણ નિદાથી કામ કરે તે કઈ પણ વસ્તુ સિદ્ધ કરી શકે છે. કોઈપણ સારું કામ કરવામાં હિણપત નથી. ક્રમે ક્રમે તેમણે શ્રીરામ મિસ અને અન્ય મિલોમાં પિતાની શકિતની પ્રતીતિ કરાવી. મિલના કામકાજ પછી સ્વતંત્ર રીતે કાપડને ધંધો શરૂ કર્યો. સારા પ્રમાણમાં તેને ખીલ અને ધન તથા કીર્તિ મેળવ્યા. તેમાં પણ ભાગીદારોની મહેનત, આવડત, અનુભવ અને નેકીને હિસ્સો ના સુનો નથી. મુંબઈ અને અમદાવાદના અને વહીવટની ભાગીદારી અમુક વર્ષો સુધી સારી ચાલી. શ્રી ગાંધી આજે ૭૮ વર્ષની ઉંમરે નિર્મળ અને નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે. સ્વ. શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શાહ (સિહોર) શ્રી પ્રાગજીભાઈ શાહ માત્ર સિહારનું જ નહિ પણ સમગ્ર ભાવનગર જિલ્લાનું ભૂષણ ગણીએ તે જરાય અતિશયોક્તિ નથી. હાલમાં ઘણાં વર્ષોથી મુંબઈ હતા. પણ ત્યાં બેઠા બેઠા જનમ મકાને ચડેલા ઋણને ચૂકવવા મન મૂકીને ઉદાર હાથે દાનગંગા વહેવડાવી રહ્યા હતા. છેક સાધારણ સ્થિતિમાં મુંબઈ ગયેલા. રેશમી કાપડની ફેરીના ધંધામાંથી આગળ આવ્યા અને જોતજોતામાં ગર્ભશ્રીમંતોની હરોળમાં ઊભા રહ્યાં છતાં તેના માનસ ઉપર ગરીબ પ્રત્યે ડી હમદર્દી અને સહાનુભૂતિના દર્શન કાયમ થયા કરતા. મૂંગા પશુ પંખીઓ માટે ધાપાણીની વ્યવસ્થા કરવાનું કયારેય ચૂક્યા નથી. ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસની સાધને પૂરા પાડવામાં કદી પાછું વાળીને જોયું નથી. જરૂરતવાળાને અનાજ, કપડા-દવાદારૂ પહોંચાડવામાં તેઓ જાતે રસ લેતા. સિહોરના બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સતત ચિંતા સેવીને પણ બની શકે તેટલી આર્થિક સગવડતા ઊભી કરી આપતા. હંમેશાં સિહોર હોસ્પિટલ માટે રૂા. ૫૧૦૦૦ આપવા સંમત થયા તેના ઉપરથી ઉદાર મનવૃત્તિનો ખ્યાલ આવે છે. મેટાઈ કદી જૈ ૩૮ ચેટીલા મહાજનના અગ્રણી તરીકેનું માનભર્યું બિરુદ મેળવનાર જૈન શાસનની અપૂર્વ સેવા બજાવનાર શ્રી પીતામ્બરદાસભાઈ સૌરાષ્ટ્રનું રત્ન હતા. નાની વયમાં તેમણે સાધેલી પ્રગતિ અને સિદ્ધિ આપણને પ્રેરણા આપે તેવી છે. તેમને જાહેર સેવાને બચપણથી શેખ અને ઉમંગ હતા. અગ્રણી તરીકે તેમનું વ્યકિતત્વ નાની વયમાં જ સમાજમાં ઉપસી આવ્યું. એટીલા પાંજરાપોળ તથા જૈન દેરાસરના વહીવટમાં તેમનું યશસ્વી કામ પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસોમાં રાહતની કામગીરીમાં જાતે રસ લેતા. સ્વરાજય માટેની વખતો વખતની લડાઈમાં કોંગ્રેસના આદેશ મુજબ ચોટીલાથી જાહેર પ્રવૃત્તિઓનું સંચાલન કરતા. હરકોઈ જ્ઞાતિના નાના મોટા ઝઘડાઓમાં તેમની લવાદી હેયજ. સમાધાન કરાવી સૌને સંતોષ આપવામાં એમની આગવી સૂઝ હતી. મોટા ધાર્મિક અને સામાજિક ફંડફાળાઓમાં તેમને હિસ્સો મોખરે હતા, એટલું જ નહીં સાથે તેમણે દેણગીની કેટલીક જવાબદારીઓ વહોરીને લેકસેવાનું ઉમદા કાર્ય કરેલું છે. સમાજ સેવાના તેમના એ વારસાને તેમના સુપુત્ર શ્રી કેશવલાલભાઈએ બરાબર દિપાવી જાર્યો છે. શ્રી કેશવલાલભાઈ ચોટીલાની મ્યુનિસિપાલિટીમાં ૧૫ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. પાંજરાપોળ, દેરાસરના પ્રજા મંડળના અને કાપડીયા ચેરિટેબલ ટ્રસ્ટના વહીવટમાં તેઓ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે. શ્રી કેશવલાલભાઈના સુપુત્ર શ્રી નવીનચંદ્ર રાજકોટમાં લેથ તથા બીજી મશીનરી બનાવવાના તથા કાગના ધંધામાં ઝંપલાવ્યું છે. શ્રી નવીનચંદ્રના સુપુત્ર શ્રી મુકેશકુમાર તથા શલેષ કુમાર રાજકોટમાં ઈલ એજીન એકસપર્ટ કરે છે. તેમજ ચોટીલામાં ઉદ્યોગ સ્થાપેલ છે. શ્રી નરેન્દ્રકુમાર રાજકોટમાં કલર બનાવવાની ફેકટરી ચલાવે છે. શ્રી રાજેન્દ્રકુમાર ચોટીલામાં ઘીને વેપાર કરે છે. આખુંય કુટુંબ ખૂબ જ ધર્મભાવનાથી ૨'ગાયેલું છે. શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ શાહ સંપૂર્ણ વૈભવની સગવડ હોવા છતાં સંપૂર્ણ સાદુ જીવન જીવી જનાર જૂની પેઢીના સ્વ. શેઠ શ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની. જેઓ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસ્યા, મુંબઈમાં જ સ્થિર થયા અને ઉજજવળ કારકિર્દી ને પાયો પિતાના વતન તેમજ મુંબઈમાં નાખે. તેમના પુત્ર શ્રી પ્રતાપરાયભાઈ આજ લાઈનમાં મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી આશરે ૭૦ વર્ષ જૂની પ્રતિષ્ઠા સંપન્ન પેઢીનું સંચાલન કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy