SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1243
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ શ્રી નવીનચંદ્ર નેમચંદ શાહ શ્રી નવીનભાઈનું મૂળ વતન પાટણ. આજથી પાંચ દાયકા પહેલાં તેમને જન્મ પાટણના પ્રતિષ્ઠિત પરિવાર શ્રી નેમચંદ જેશંગલાલ શાહને ત્યાં થયેલો. તેઓ પિતાની યુવાશક્તિમાં જ વારસાગત વ્યાવસાયિક સૂઝને ખ્યાલ આપી શકતા હતા. માટુંગામાં ભાઉ દાજી રેડ ઉપર તમામ શાકાહારી ભાઈઓ ને ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમની સગવડતા આપતી શ્રી નારાણજી શામજી મહાજનવાડી એમની બુદિધમતા અને વ્યવહાર કૌશલ્યને એક પ્રતીક રૂપ છે. તેઓશ્રી અખિલ ભારત અચલગરછ ( વિધિપક્ષ ) વેતાંબર જૈન સંધના બાર વરસ સુધી પ્રમુખપદે રહીને એ સંધને ખૂબ જ વિકાસલક્ષી બનાવેલ. તેઓને લઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખ બન્યા. તેઓ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક સભ્ય ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ માં નિર્વાણ મહેન્ન પ્રસંગે મહારાષ્ટ્ર શાસન તરફથી જોયેલ સમારોહમાં અગ્રગણ્ય હતા. મહારાષ્ટ્ર સરકારે તેમની સામાજિક NAMA 2404142 Social. exerturtry Imagirtnate તરીકે નિમણૂક કરી છે. તેમના ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેન ખૂબજ ધર્માનુરાગી છે. શ્રી નવનીતલાલ ચુનિલાલ ઝવેરી ભારતના આગેવાન જૈન શ્રેષ્ઠીવર્યોમાં શ્રી નવનીતભાઈ ઝવેરીનું નામ પ્રથમ હરોળમાં ગણાવી શકાય. તેમનું નામ અને કામ આજે પણ દિગમ્બર સંપ્રદાયમાં જાણીતું છે. સુરત તરફના વતની અને મુંબઈમાં ઔદ્યોગિક જગતમાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિ તરીકે મશહુર બનેલા શ્રી ઝવેરી સોનગઢમાં આવેલી કાનજીસ્વામીની અધ્યાપન મંદિર સંસ્થાના પ્રમુખ તરીકે સુંદર સેવા આપી હતી અને સૌરાષ્ટ્રની ધણી સામાન્ય જિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ઈન્ટર આર્ટસ સુધી જ અભ્યાસ અને બહુ નાની વયમાં વ્યાપારમાં ઝંપલાવ્યું હતું. તેજસ્વી બુદ્ધિ અને વિચક્ષણ દષ્ટિને લઈ ટૂંકા સમયમાં નામના મેળવી હતી. આફ્રિકા અને યુરોપને પ્રવાસ ખેડયો હતો. હિંદુસ્તાનમાં બધી જગ્યાએ ફર્યા હતા. મુંબઈમાં દિગમ્બર જૈન મુમુક્ષ મંડળના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, કાનનગર હાઉસીંગ સોસાયટીના (દાદર) પ્રમુખ તરીકે, જૈન સરકારી બેંકના પ્રમુખ તરીકેની યશસ્વી સેવાઓ નોંધનીય છે. ધંધાકીય ક્ષેત્રે અમલ ગમેટેડ ઇલેકટ્રીકસીટી કુ. ના ચેરમેન અને મેનેજીંગ એજન્ટના સિનિયર પાર્ટનર તરીકે, સુરત ઇલેક્ટ્રીક સીટીમાં ડાયરેકટર તરીકે, ઈન્ડીયન મર્કન્ટાઈલ્સ ઇસ્યુ - કુ.ના ડાયરેકટર તરીકે, ફેડરેશન ઓફ ઇલેકટ્રીકસીટી કુ.માં મેનેજિંગ કમીટિના મેમ્બર તરીકે, ઈન્ડીયન મરચન્ટ ચેમ્બરમાં છેલ્લા ૨૦ વર્ષથી મેનેજિંગ કમિટિના મેમ્બર તરીકે, ૧૫ થી ૧૭ વર્ષ સુધી જે. પી. તરીકે માનવંત હોદ્દો ભોગવી ચૂક્યા હતા. બીજી સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. સેનગઢમાં તેમનું સારું એવું ડોનેશન અપાયું છે. ઘણી સંસ્થાઓને તેમણે આર્થિક હૂંફ આપી છે. આખુયે કુટુંબ ખૂબ જ સંસ્કારી છે. મહાનગરી મુંબઇમાં તેમણે સારા ઉત્પાદનકાર તરીકે નામના મેળવેલી. “ મેસર્સ સારાભાઈ નેમચંદ' નામક ઉદ્યોગગૃહ દ્વારા ટેક્ષટાઈલ એઝીલીયરીઝ અને ગુંદરનાં વિવિધ ઉત્પાદનને સાકાર કરવામાં મહત્ત્વને ફાળો આપી આયાત નિકાસના વ્યાપારને પણ વેગ આપ્યો. એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં પણ “વિકાસ એમ્બ્રોઇડર્સ અને પ્રિન્ટર્સ' તથા મેસર્સ દીપક કુમાર એન્ડ કુ.ની સ્થાપના કરી પ્રભાવનજનક પ્રગતિ સર્જી છે. શ્રી નવીનભાઈ ધાર્મિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે પણ સારી સેવા આપી રહ્યા છે. તેઓશ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંધ તેમજ શ્રી સિદ્ધગિરિ ભક્તિ -વિહાર પાલીતાણુ નામક સંસ્થાના ટ્રસ્ટી છે. હાલમાં શાશ્વતા તિર્થ પાલીતાણા મુદ્દે શ્રી સિદ્ધગિરિ ભક્તિ વિહાર ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા તેમજ દવાખાનું તેમની દેખરેખ હેઠળ બંધાઈ રહ્યા છે. પાટણ જૈન સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા કે જે શ્રી પાટણ જૈન મંડળના નામે પ્રચલીત છે, તે સંસ્થાના તેઓ માન મંત્રી છે. સંસ્થાના સક્રિય કાર્યકર રહી સમાજ કલ્યાણકારી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા છે. જૈન કુટુંબ માટે એક હાઉસીંગ પ્રોજેક્ટ સાકાર થઈ રહેલ છે. પ્રસ્તુત લેજના માટે મંડળ તરફથી નીમવામાં આવેલ સમિતિના મંત્રી પદે રહી આ ભગીરથ કાર્યને સફળ બનાવવા નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. શ્રી નટવરલાલ નાથાલાલ વખારીયા શ્રી નટવરલાલભાઈને જમ એક ધમપરાયણ વખારીયા કુટુંબમાં શ્રેષ્ઠીવર્ય શ્રી નાથાલાલ રાવજીભાઈ વખારીયાને ત્યાં માતુશ્રી ચંદનબેનની કુક્ષીએ સંવત ૧ - હની ચત્ર વદ ૫ને શુભ દિવસે થયો હતો. ધાર્મિક અભ્યાસમાં પણ નવમરણ વગેરેને સારે અભ્યાસ કર્યો. અત્યારે પણ દરરોજ નવસ્મરણ અચુક ભણવાના. એમના ધર્મપત્ની તો ધર્મના રંગે રંગાયેલા હતા. ધંધામાં એમની કુશળતા ઘણી છે. શેર સબ બ્રોકર તરીકે એમને ધંધે છે. પ્રેક્ટીસ ઘણી સારી છે. એ બધા કરતાં સેવાના ક્ષેત્રમાં એમને હિસ્સા સારા પ્રમાણમાં છે. તેઓ મુંબઈના ગુલાલવાડીમાં આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જૈન દ સ મ રૂટી છે. મુ 'ના dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy