SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1241
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૯૧ ઓએ તેમની સેવાઓ નોંધપાત્ર બની છે એટલું જ નહીં–ધણી સંસ્થાઓને આર્થિક સહયોગ આપીને યશનામી બન્યો. ૧૯૭૨માં યુરોપ અમેરિકાની સફર કરી, યાત્રાધે પણ ભારતના ઘણા સ્થળાની મુલાકાત લીધી. અતિથિપ્રેમી . શ્રી નગીનદાસભાઇ બે-તેર વર્ષની ઉંમરે .જે પણ સેવા,વનની એજ ભાવનામાં મશગૂલ છે. શ્રી નાનચંદ તારાચંદ શાહ જૈન શાસન પ્રત્યેની અવિચલ શ્રધ્ધા, દેવદર્શન, પૂજા, દાન, ધર્મ તથા સામાજિક પ્રવૃત્તિઓના પ્રાણસમા શ્રી નાનચંદભાઈ શાહને ભાવનગરના એક સંસ્કારી પરિવારમાં જન્મ થયો. ઘણાં વર્ષોથી ધંધાથે મુંબઈમાં વસવાટ કરે છે. મુંબઈમાં ભાતબજારમાં સૌભાગ્યચંદ કંપનીનું સફળ સંચાલન કર્યું. જૈન બાળકોમાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધમશ્રધા અને ધાર્મિક આચાર વિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સંસ્થાઓને યથાશક્તિ ફાળો આપતા રહ્યા. મને બહુજન સમાજના હિત માટે ઉપયોગ કરવાની મંગળ મનોકામનાઓ કરતાં શ્રી નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઓલ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્ય તરીકે, સૌભાગ્યચંદ એન્ડ કુ. ના પાર્ટનર તરીકે, કહીનુર કેટલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે, ઘોઘારી જૈન મંદિર મિત્ર મંડળના સેક્રેટરી તરીકે, બેબે ગ્રીન ડીલર્સ એસોશીએશનના સભ્ય તરીકે એમ અનેક સંસ્થાઓમાં તેમની સુવાસ પ્રસરેલી છે. તેમનું જીવન નિરાભિમાની છે. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિને હૃદયપૂર્વક હંમેશાં સદઉપયોગ કરતા રહ્યા છે. ધંધાથે ધાણું ફર્યા છે. તીર્થધામની યાત્રાઓ કરી છે. સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મોકળે મને હંમેશાં મદદ કરી છે. સમાજ માટે કામ કર્યું જવાની એમની વૃત્તિ અને યુતિ અપનાવવી જેવી છે. માનવીનું મન બહારના વૃંદાવન અને ધિક્કારના કુરુક્ષેત્રનું મિથક છે. રેજિંદા જીવનમાં આપણેજ ઊભા કરેલા વિરોધને વનમાં વનેચરની માફક આપણે અટવાયા છીએ. અમેરિકન કવિ હીટમેને વિરોધની આ વાત બહુ સરસ રીતે કહી છે. મનુષ્યમાં એક મનુષ્ય નહીં પણ અનેક મનુષ્યો રહે છે. ક્યારેક સંપીને કયારેક જંપીને તે મોટે ભાગે મનને ધર્મશાળા જેવું બનાવીને આપણે અસ્તવ્યસ્ત જીવન જીવીએ છીએ. મુંબઈ ભાયખલા દેરાસરના પટાંગણમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ શાળા નૂતન મકાનનું ખાત મુહુર્તને લાભ પાલિતાણુવાળા શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહે સારી રકમની ઉછામણી બેલીને આદેશ લીધે હતા. આ પ્રસિધ્ધ દેરાસરનો જિર્ણોધ્ધાર શિલ્પ અને સ્થાપત્યના નમૂનારૂપ થયેલ છે. આ સ્થળ તીર્થ સ્વરૂપ ભવ્ય બની રહે એ શેઠ શ્રી મોતીશાની ભાવના સાકાર થઈ રહી છે. ચોવીશ જિનલયના આયોજન સાથે નૂતન ઉપાશ્રય, આયંબિલ શાળા, ધર્મશાળા વગેરે નિર્માણ થનાર છે. આયંબિલ શાળાનું ખાત મુદ્દત કારતક વદ ૧૧ તા. ૧૧–૧૦–૮૨ના રોજ શ્રી નાગરભાઈ તથા તેમના કુટુંબીજનોએ અપૂર્વ ઉ૯લાસથી કરેલ છે. સોનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગ હતા. એમના આવા વ્યક્તિત્વ પાછળ મંદિરોની નગરી શત્રુજયના એમના વતનને વારસ છે. અને સંસ્કારધામી માતૃસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસકાળ દરમિયાન થયેલું સંસ્કારસિંચન છે. પાછળના વેપારી સમાજના બે છેડાના વ્યક્તિ વચ્ચે સંકલન રૂપે ખુદ પાઈપ બને એવી ભારોભાર, શક્તિ એનામાં રહેલી છે. શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહ ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતા જપાન કે સૂર્યની પૂજા કરતા આપણું પૂર્વજો પ્રકૃતિ પ્રેમી હતા. એ નિતાંત હકીકત છે. પરંતુ એનામાં જીવન પ્રત્યેના વાસ્તવિક અભિગમનું સ્પષ્ટ દર્શન હતું એ પણ આથી ફલિત થાય છે. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈની ક્ષિતિજ પર સૂરખીભર્યા સૂરજ કે અરૂણોદય જેવું ગુલાબી વ્યક્તિત્વ એટલે શ્રી નાગરદાસભાઈ. સામાજિક વાસ્તવિક્તામાં માનનારાઓ માટે મુંબઈ ક્યારેક દરિયા જેવું તે કયારેક વાદળ જેવું છે. આખા બેલા માણસોને એ ભાગ્યેજ સંદે. આ વાત શ્રી નાગરદાસભાઈ જાણે છે. સમાજ પ્રત્યે પ્રેમ હોય એટલે બોલવું જ એ રિવાજ એના લોહીમાં નથી. સિંહના ત્રિરંગી ચિત્ર કરતાં રેખાને એકાદ લસરકે સાચા સિંહને અનુભવ કરાવી દે એવી એમની વિશિષ્ઠતા છે. હયાસૂઝથી મૌનના સાત સાત સાગરની પેલે પાર વાણીની વસ્તીને વસાવીને એમના જીવનને મંત્ર છે “ઉદ્યમ ભાગ્યનો તેડાગર ” પિતાશ્રી કિરતારના ઘેર ચિત્રગુપ્તના ચોપડા તપાસવા ગયાં અને ઈન્ટર સાચસથી અધૂરા રહેતા અભ્યાસને એમણે જીવનની અનુભવ શાળામાં પૂરી તમન્નાથી જાળવી રાખે છે. લેખંડ અને ભંગારના વારસાગત ધંધાથી તદ્દન વિભિન અને પિતા માટે અજાણ એવા પાઈપના વ્યાપારમાં પડીને ઉદ્યમને એણે ભાગ્યો તેડાગર બનાવ્યું છે. તેઓ ધર્મનિષ્ઠ છે. પણ સાંપ્રદાયિક મર્યાદા એમની દષ્ટિને રૂંધતી કે ધૂવળી બનાવતી નથી. ભાયખાલા જન સંધ અને પાઠશાળાની પ્રવૃત્તિમાં એકરૂપ છે. શ્રી નેણશીભાઈ બી. શાહ મોરબીના વતની શ્રી નેણશીભાઈ પોતે પાંચ ભાઈઓ જેમાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org wow!
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy