SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જેનરત્નચિંતામણિ ઉચ્ચ સંસ્કાર મેળવી રહ્યા છે. સામાજિક ક્ષેત્રે પણ ઘણું ઘણું મધ્યમ વર્ગના કુટુંબોને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં “બહુજન સુખાય બહુજન હિતાય” મળેલી લમીને સદ્દઉપયોગ થાય એવી શ્રી દિપચંદભાઈ એસ. ગાડીની મહેચ્છા આપણને પ્રેરણા આપી જાગ્રત કરે છે. સદેવ મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસન દેવ ખૂબ લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી અર્પે અને તેઓના શુભ હસ્તે સમાજના શુભ કાર્યો થાય એમ ઈચ્છીએ. પોતે શક્તિ પૂજામાં માને છે, પાપ- પમાં માને છે. આજ લાખો રૂપિયાની સખાવત કરી છે. ભવિષ્યમાં મોટી આકાંક્ષા સેવી રહ્યા છે. ચેરિટી સંસ્થા બનાવી રજના એક હજાર રૂપિયાનું દાન ધર્મ થાય, તેવી તેમની મનીષા છે. મોટા પુત્ર ડો. રશ્મિકાંત ગાડી, ખ્યાતનામ સજન છે. સ્ત્રીરોગના નિષ્ણાત છે. ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરે છે. ત્યાંની સામાજિક પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. નાના પુત્ર સોલિસિટર શ્રી હસમુખભાઈ દીપચંદ ગાડી મુંબઈની એક જાણીતી સોલિસિટરની પેઢીમાં જોડાયેલા છે. - શ્રીમતી વિદ્યાબહેન ગાડી, ૧૯૭૨ ના ઓગષ્ટમાં જે. પી. થયાં. માનનીય દીપચંદભાઈ ૧૯૭૩ માં ઓલ ઈન્ડિયા જેન કેરન્સના પ્રમુખ નિમાયા અને બહુ માન પામ્યા. આખુંય કુટુંબ ઉચ્ચ વિચાર ધરાવે છે. અને દાનધર્મની પ્રવૃત્તિમાં ભારે મોટું પ્રદાન રહેલું છે. શ્રી જયંતભાઈ માવજીભાઈ શાહ સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતિભાઈ આપબળે પિતાને મળેલા ટાંચા સાધનને સંપૂર્ણપણે સદુપયોગ કરી શિક્ષણને ક્ષેત્રે આગળ વધ્યા. દિવસના ૨૦ કલાક જેટલો પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુણો સાથે ૧૯પરમાં બી. કોમની પદવી પ્રાપ્ત કરી. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતભાઈ ૧૯૫૫ માં સી. એ. થયા. અને મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર જયંત એમ. શાહ નામની કંપની શરૂ કરી. બાલ્યકાળથી જ ધર્મપારાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કારે તેમને વારસામાં મળેલા એટલે કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ છેક બચપણથી ખેંચાયા. એક સજજન પુરુષમાં હોવા જોઇતા સદ્દગુણેને તેઓશ્રીમાં સંપૂર્ણપણે સમન્વય થયેલો છે. માતા-પિતાનાં ઉત્તમ સંસ્કારોની પ્રાપ્તિ અર્થે તેઓશ્રી હમેશાં દાનને પ્રવાહ સતતપણે વહેવડાવતા જ રહ્યા છે. તેમનાં નેતૃત્વ હેઠળ કેળવણીનાં અનેક કેન્દ્રો વિકસતાં જ રહ્યા છે. એમના માગદશન ને રાહબરી હેઠળ ઘણી સંસ્થાઓ, સોમા- જિક અને ધાર્મિક ટ્રસ્ટ પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યા છે. એડિટર તરીકેનું તેમનું સફળ સંચાલને ખરેખર તેમના નામને ચશનામ કરે છે. જૈન સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતા વ્યક્તિ છે. સ્વ. પિતાશ્રાની પુણ્યતિથિમાં રૂા. ૨૫૦૦૦ જેટલી વિપુલ ધનરાશી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આર્થિક સંકડામણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ તેમ જ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી જ્ઞાનની પરબ ખોલી. તેમ જ શત્રુંજય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરીમાં જૈન ઉપાશ્રય બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપ્યો. તેમની વિગત જોઈએ ? શ્રી ખુશાલદાસ જે, મહેતા અમરગઢ હોસ્પિટલમાં શ્રી માવજી દામજી શાહ ત્યાં શ્રીમતી અમૃતબહેન માવજીભાઈ શાહના નામે ફી બેડમાં કોઈ પણ જૈન સાધુ-સાધ્વી કોઈ પણ ગચ્છનાને ફી ટ્રીટમેન્ટ મળે તે માટે એક બેડ તેઓએ આપેલ છે. તે ઉપરાંત કોઈ પણ ગૃહસ્થને જોઈતી હોય તો તે મળી શકે છે. ૧૯૮૦ માં સહકુટુંબ તેમના પત્ની, બાળકે અને ૭૫ વર્ષના માતુશ્રીને લઈને યુરોપ અને યુ. કે. ની ટૂર એક માસની વિશેષતઃ માતુશ્રીને દેશપરના દર્શન સાથે કોઈપણ જાતના અભક્ષ્યના સાચવેણુ સાથે ફરીને આવ્યા હતા. ૧૯૮૧ માં પ. પૂ. વિજય વલભ હેસ્પિટલ બરોડામાં તેમના પિતાશ્રીને નામે એક ફી બેડ આપી છે. ઓલ ઇન્ડિયા જૈન વેતામ્બર કેન્ફરન્સના તેઓ પ્રથમ માનદ્ મંત્રી તરીકે તેમની સેવા આપી રહ્યા છે. શ્રી જૈન ઉદ્યોગગૃહમાં તેઓ ઉપ-પ્રમુખ તરીકે સેવા આપે છે. શ્રી જયંતિલાલનેમચંદ શાહ યુવાન સામાજિક કાર્યકર શ્રી જયંતિભાઇ મૂળ ગામ ભાલક, ઉત્તર ગુજરાત તરફના વતની. ઈન્ટર સુધીને અભ્યાસ. જન્મ તારીખ ૨૦-૧૧-૩૬ સને ૧૯૫૮માં મુંબઈમાં તેમનું આગમન થયું. શરૂઆતમાં કેટલોક સમય ગવર્નમેન્ટ સર્વિસથી પિતાના જીવનની કારકિર્દી શરૂ કરી. કાંઈક આંતરસૂઝ અને હૈયાઉકલતને કારણે પછી તે સ્વતંત્ર વ્યવસાય તરફ મન વળ્યું. અને ૧૯૬૯માં સ્ટેનલેસ સ્ટીલના વ્યાપારની શરૂઆત કરી સ્વયંબળે આગળ આવ્યા. આજે એમને ત્રણ દુકાન અને એક ફેક્ટરી છે. છેક શરૂથી વ્યવસાયમાં એકધારી પ્રગતિને પંથે છે. પોતે શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તન-મન-ધનથી એટલે જ રસ લઈ રહ્યા છે. સં. ૨૦૩૧માં (મુંબઈ) મલાડમાં દિગમ્બર જૈન સંઘના પ્રમુખ તરીકે તેમને ૨૦૧૬ થી ૨૦૩૫ સુધી શ્રી બે. દ. હુમડ દિગમ્બર જૈન મંડળના સેક્રેટરી તરીકે તેમની સેવાઓ નેધ પાત્ર છે. ઉત્તર ગુજરાતમાં ભાલક કેળવણી મંડળને હાઈસ્કૂલ માટે સારી એવી રકમનું દાન આપ્યું. મલાડ જૈન મંદિરમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy